SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ १६२६ अगुरुलघुपदार्थमीमांसा १०/१९ द्रव्यकालस्तु वर्त्तनापर्यायलक्षणः तत्रैव (वि. आ. भा. २०३२ मल. वृ.) दर्शितः इति इहैव पूर्वमुक्तम् । प ततश्च नैव काले पारमार्थिकद्रव्यत्वम्। रा किञ्च, यदि काले पारमार्थिकं द्रव्यत्वं स्यात्, तर्हि तत्र अगुरुलघुपर्याया अपि आपद्येरन्, अमूर्त्तद्रव्यत्वात् । तदुक्तं बृहत्कल्पभाष्यवृत्ती " यद् अमूर्त्तद्रव्यम्, तद् भवति प्रत्येकम् अनन्तैः अगुरुलघुपर्यायैः संयुक्तम्” (बृ.क.भा.उ.१/गा. ७० वृ.) इति । न चास्तिकायचतुष्टयव्यतिरेकेणाऽन्यत्राऽगुरुलघुपर्यायः श्वेताम्बरागमसम्मतः। तदिदमभिप्रेत्योक्तं बृहत्कल्पभाष्ये अगुरुलघुद्रव्यनिरूपणाऽधिकारे “एवं तु अणंतेहिं क अगुरुलहुज्जएहिं संजुत्तं । होतु अमुत्तं दव्वं अरूविकायाणं तु चउण्हं । । ” (बृ.क. भा. ७० ) इति । यद्यपि [] अमूर्त्तत्वेन सूक्ष्मानन्तप्रदेशिकादिषु स्कन्धेषु परमाणुषु चाऽगुरुलघुपर्यायाः नन्दीसूत्र (न.सू.१३६) - बृहत्कल्पभाष्यपीठिका (गा. ६५ तः ७० ) - विशेषावश्यकभाष्य ( गा. ६५३ तः ६६२ ) प्रभृतौ दर्शिताः तथापि कालेऽगुरुलघुपर्ययाः तत्र नोपदर्शिताः । scourse र्श તા. '. एवं व्यापकाऽभावेन व्याप्याभावसिद्ध्या अमूर्त्तद्रव्यत्वं तत्र न सम्भवति, तत्र मूर्त्तद्रव्यत्वस्य પૂર્વક સ્વતંત્રપણે તેને ત્યાં જણાવેલ નથી.” ઈત્યાદિ બાબત મલધારી શ્રીહેમચંદ્રસૂરિજીએ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં શંકા-સમાધાનસ્વરૂપે જણાવેલ છે. વિશેષ જિજ્ઞાસુએ ત્યાંથી અધિક જાણવું. તથા દ્રવ્યકાલ તો વર્તનાપર્યાયસ્વરૂપ વિશેષાવશ્યકભાષ્ય-૨૦૩૨ ગાથાની મલધારવ્યાખ્યામાં જ જણાવેલ છે. પરામર્શકર્ણિકામાં આ શ્લોકની વ્યાખ્યામાં જ પૂર્વે (પૃષ્ઠ-૧૬૧૯) તે સંદર્ભ જણાવેલ છે. તેથી સિદ્ધ થાય છે કે કાળ પારમાર્થિક સ્વતંત્ર દ્રવ્ય નથી જ. * કાળ અગુરુલઘુ ન હોવાથી અમૂર્તદ્રવ્ય નથી = (વિઝ્યુ.) વળી, અન્ય એક મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જો કાળ પારમાર્થિક દ્રવ્ય હોય તો કાળમાં અગુરુલઘુપર્યાયોને માનવા પડશે. કારણ કે કાળ નિરુપચરિત દ્રવ્ય હોય તો અરૂપીદ્રવ્ય જ હોઈ શકે. તથા જે જે અમૂર્ત દ્રવ્ય હોય, તેમાં અવશ્ય અગુરુલઘુપર્યાય હોય જ - આવો નિયમ છે. આ નિયમને વ્યાપ્તિને જણાવતા બૃહત્કલ્પભાષ્યવ્યાખ્યામાં કહેલ છે કે “જે જે અમૂર્તદ્રવ્ય હોય, તે તમામ અનંતા અગુરુલઘુપર્યાયોથી સંયુક્ત હોય.” પરંતુ ચાર અસ્તિકાયને છોડીને બીજે ક્યાંય પણ અગુરુલઘુપર્યાય માન્ય નથી. આ જ અભિપ્રાયથી અગુરુલઘુદ્રવ્યનિરૂપણ અધિકારમાં બૃહત્કલ્પભાષ્યમાં દર્શાવેલ છે કે ‘આ રીતે અનંતા અગુરુલઘુપર્યાયોથી યુક્ત અમૂર્તદ્રવ્ય હોય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય - આ ચાર દ્રવ્યમાં અગુરુલઘુપર્યાયો હોય છે.' જો કે સૂક્ષ્મ અનંતપ્રદેશિક વગેરે પુદ્ગલસ્કંધોમાં તથા ૫૨માણુઓમાં અગુરુલઘુપર્યાયો નંદીસૂત્ર (સૂ.૧૩૬), બૃહત્કલ્પભાષ્ય પીઠિકા (ગા.૬૫ થી ૭૦), વિશેષાવશ્યકભાષ્ય (ગા.૬૫૩ થી ૬૬૨) વગેરેમાં બતાવેલ છે. કારણ કે તે તમામ પણ અમૂદ્રવ્ય છે. છતાં કાળમાં અગુરુલઘુપર્યાયો તો ત્યાં પણ જણાવેલ નથી. = (i.) આમ અગુરુલઘુપર્યાય = વ્યાપક ન હોવાથી અમૂર્તદ્રવ્યત્વ વ્યાપ્ય પણ કાળમાંથી રવાના થશે. તથા મૂર્તદ્રવ્ય તરીકે તો કાળતત્ત્વ કાલદ્રવ્યવાદીઓને પણ માન્ય નથી. તથા કાળમાં મૂર્તદ્રવ્યત્વ પ્રત્યક્ષાદિ 1. एवं तु अनन्तैः अगुरुलघुपर्यायैः संयुक्तम् । भवतु अमूर्तं द्रव्यम् अरूपिकायानां तु चतुर्णाम् ।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy