SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१९ * अतिरिक्तकाले पूर्वापरत्वबुद्धिः सङ्कटग्रस्ता १६०७ यदुत पूर्वापरभेदः उभयत्र परत उत स्वतः ? “ अथ पदार्थेषु पूर्वाऽपरभेदः कालनिमित्तः । ननु काले प अपि असौ न स्वतः इति अपरकालनिमित्तः यदि अभ्युपगम्यते तदा अनवस्था । T अथ पदार्थभेदनिमित्तः तदा इतरेतराऽऽश्रयत्वप्रसङ्गः । अथ तत्र स्वतः एव अयं भेदः, पदार्थेषु अपि स्वतः एव अयं किं नाऽभ्युपगम्यते ?” (स.त. भाग-५/काण्ड-३/का.४९ वृ. पृ. ६७१) इत्यादिरूपेण तृतीयकाण्डे सम्मतितर्कवृत्ती यद् अतिरिक्तकालद्रव्यनिराकरणम् अकारि अभयदेवसूरिभिः तदपीहाऽनुसन्धेयम् । प्रथमकाण्डेऽपि सम्मतितर्कवृत्तौ “विशिष्टपदार्थपरिणामस्यैव अतीतादिकालत्वेन इष्टेः, “परिणाम-वर्त्तना કાળમાં પ્રસિદ્ધ જ છે. તેથી હવે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પૂર્વાપર તરીકેનો ભેદ ઘટાદિ બાહ્ય પદાર્થોમાં અને કાળમાં થાય છે તે પરતઃ થાય છે કે સ્વતઃ થાય છે ? “જો ઘટ-પટાદિ પદાર્થોમાં પૂર્વાપરભેદ તેનાથી ભિન્ન એવા કાળના નિમિત્તે થતો હોય (અર્થાત્ પરતઃ થતો હોય) તો કાળમાં પણ પૂર્વાપરભેદ સ્વતઃ નહિ થઈ શકે. તેથી વિવક્ષિત કાલમાં રહેલા પૂર્વાપરભેદની સિદ્ધિ માટે જો અન્ય કાળદ્રવ્યની અપેક્ષા રાખવામાં આવે તો અનવસ્થા દોષ લાગુ પડશે. તે આ રીતે - A કાળમાં રહેલા પૂર્વાપરભેદનો સાધક B કાળ, B કાળમાં રહેલા પૂર્વાપરભેદનો સાધક ૮ કાળ, ૮ કાળમાં પૂર્વાપરભેદનો સાધક D કાળ આ રીતે અનંત કાળદ્રવ્યકલ્પનાનો વિશ્રામ જ નહિ થાય. આ જ અહીં અનવસ્થા દોષ છે. * અતિરિક્ત કાલવાદમાં અન્યોન્યાશ્રય. (અથ પવા.) જો કાળમાં રહેનાર પૂર્વાપરભેદની સિદ્ધિ પદાર્થગત પૂર્વાપરભેદના નિમિત્તે હોય તો અન્યોન્યાશ્રયદોષ લાગુ પડશે. પદાર્થગત પૂર્વાપરભેદની સિદ્ધિ કાળગત પૂર્વાપરભેદના કારણે થાય અને કાળમાં રહેનાર પૂર્વાપરભેદની સિદ્ધિ પદાર્થગત પૂર્વપરભેદના નિમિત્તે થવાથી અન્યોન્યાશ્રય સ્પષ્ટ છે. તેથી જ્યાં સુધી પદાર્થમાં પૂર્વાપરભેદ સિદ્ધ નહિ થાય ત્યાં સુધી કાળમાં પૂર્વાપરભેદની સિદ્ધિ નહિ થાય. તથા જ્યાં સુધી કાળવર્તી પૂર્વપરભેદ સિદ્ધ નહિ થાય ત્યાં સુધી ઘટ-પટાદિગત પૂર્વાપરભેદ સિદ્ધ નહિ થાય. આમ ઈતરેતરાશ્રય દોષના લીધે ઘટાદિ પદાર્થમાં કે કાળમાં પૂર્વાપરભેદની સિદ્ધિ થઈ શકશે નહિ. અતિરિક્તકાલવાદીના મતમાં આ દોષ દુર્વાર છે. ઊ ઘટાદિ પદાર્થોમાં પૂર્વાપરભેદ સ્વતઃ H = (અથ તંત્ર.) કાળમાં પૂર્વપરભેદ જો અન્યકાળસાપેક્ષ કે ઘટાદિસાપેક્ષ ન હોય પણ સ્વતઃ જ હોય તો ઘટાદિમાં પણ પૂર્વાપરભેદ સ્વતઃ = કાળનિરપેક્ષ કેમ નથી સ્વીકારતા ? અનવસ્થા અને અન્યોન્યાશ્રય દોષથી બચવા કાળમાં રહેનાર પૂર્વાપરભેદને જો અન્યનિરપેક્ષ જ માનવાનો હોય તો અતિરિક્ત કાલદ્રવ્યની કલ્પના કર્યા વિના ઘટાદિ પદાર્થમાં રહેનાર પૂર્વાપરભેદને સ્વતઃ જ માની લો. આમ કરવાથી અતિરિક્ત કાલદ્રવ્યની સિદ્ધિ થશે નહિ.” આમ સમ્મતિતર્કવ્યાખ્યામાં ત્રીજા કાંડમાં શ્રીઅભયદેવસૂરિજીએ અતિરિક્ત કાલદ્રવ્યનું નિરાકરણ કરેલ છે. તેનું પણ અહીં અનુસંધાન કરવું. * પર્યાયસ્વરૂપ કાળ : સંમતિતર્કવૃત્તિકાર (પ્રથમ.) સંમતિતર્કના પ્રથમ કાંડમાં પણ વ્યાખ્યાકાર મહર્ષિએ જણાવેલ છે કે “પદાર્થનો વિશિષ્ટ क To
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy