SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१४ ० कालतत्त्वे दिक्पट-श्वेतपटमतविशेषद्योतनम् ० १५५५ तं हि भगवन्तः परमर्षयः केवलिनो विदन्ति, न तु निशिन्ति, परमनिरुद्धत्वात् (= सूक्ष्मत्वात्)” (त.सू. ૪/૧૬ મા.પુ.૨૬૧) તિા नवरं प्रतिलोकाकाशप्रदेशमेकैकं कालाणुद्रव्यं दिगम्बरा निश्चयकालविधया अभ्युपगच्छन्ति, वयं श्वेताम्बरास्तु नेति विशेषः, परं मन्दतमगतिपरिणतपुद्गलपरमाणुसङ्क्रमणकालस्य समयपरिज्ञानो- रा पायत्वं तूभयमतसम्मतमेव । समयस्याऽविभाज्यत्वमभिप्रेत्य ज्योतिष्करण्डके तन्दुलवैचारिकप्रकीर्णके च “कालो परमनिरुद्धो अविभज्जो ना तं तु जाण समयं तु” (ज्यो.क.१४, त.वै.८२) इत्युक्तम् । तदनुसारेण जीवसमासे चक्रेश्वरसूरिकृते च । सिद्धान्तसारोद्धारे “कालो परमनिरुद्धो अविभागी तं तु जाण समओ त्ति” (जी.स.१०६ + सि.सा.८६) । इत्युक्तम् । एतेन “यावता समयेन विचलितः परमाणुः पूर्वदेशं जह्याद् उत्तरदेशमभिसम्पद्येत स कालः क्षणः” का (यो.सू.भा.३/५२) इति योगसूत्रभाष्ये व्यासवचनमपि व्याख्यातम्, परमाणुविचलनस्य मन्दतमगत्या સમય પસાર થઈ જાય છે. તેથી “આ ઘડો છે' આ પ્રમાણે ઘડાનો નિર્દેશ જેમ થઈ શકે છે તેમ “આ સમય છે' આ મુજબ સમયનો ઉલ્લેખ કરી શકાતો નથી.” આ રીતે મંદતમગતિપરિણત પરમાણુના સંક્રમણકાળ દ્વારા સૂક્ષ્મ સમયની જાણકારી ઉમાસ્વાતિજી મહારાજે દર્શાવેલ છે. તેનાથી કાળ અત્યંત સૂક્ષ્મ તત્ત્વ છે - તેમ શ્વેતાંબર મત મુજબ સિદ્ધ થાય છે. | ( દિગંબર-શ્વેતાંબર મતમાં તફાવત (નવ) અહીં ફક્ત એટલો જ ફરક છે કે દિગંબર જૈનો લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં એક-એક કાલાણુ દ્રવ્ય માને છે. તથા તેને નિશ્ચયકાળ તરીકે તેઓ દર્શાવે છે. પરંતુ શ્વેતાંબર જૈનોના આગમ મુજબ આ વાત માન્ય નથી. આટલો તફાવત સમજવો. બાકી દિગંબરમત અને શ્વેતાંબરમત મુજબ “મન્દતમગતિપરિણત નું પુદ્ગલપરમાણુનો સંક્રમણ કાળ સમયની જાણકારીનો ઉપાય છે' - આ વાત તો સમાન રીતે માન્ય છે. ar સમયની ઓળખાણ થો: (સમા) સમય અવિભાજ્ય છે. આ જ અભિપ્રાયથી જ્યોતિષ્કરંડક અને તંદુલવૈચારિક પ્રકીર્ણક (= તંદુલવેયાલિય પન્ના) ગ્રંથમાં જણાવેલ છે કે “કાળ (= સમય) અત્યંતનિરુદ્ધ = અતિસૂક્ષ્મ છે. આમ તેથી જ તેનો વિભાગ થઈ શકતો નથી. તેવા અત્યંત સૂક્ષ્મ અવિભાજ્ય કાળતત્ત્વને તમે “સમય” તરીકે જાણો.” જીવસમાસમાં તથા ચક્રેશ્વરસૂરિકૃત સિદ્ધાન્તસારોદ્ધારમાં પણ તે મુજબ જ જણાવેલ છે. # યોગસૂત્રભાષ્યની દ્રષ્ટિએ કાળનો પરિચય : (ક્તિન.) યોગસૂત્રભાષ્ય ગ્રંથમાં વ્યાસ ઋષિએ પણ જણાવેલ છે કે “ચલિત = ગતિશીલ થયેલ પરમાણુ જેટલા કાળમાં પોતાના પૂર્વ સ્થળને છોડે અને અવ્યવહિત ઉત્તરવર્તી સ્થાનમાં જાય તેટલો કાળ ક્ષણ કહેવાય છે.” અમે ઉપર જે વાત કરેલી છે તેના દ્વારા વ્યાસવચનની પણ સંગતિ થઈ જાય છે. કારણ કે પરમાણુની ચલન ક્રિયા મંદતમ ગતિથી વિવક્ષિત કરવાથી જૈન દર્શન મુજબ વ્યાસવચન 1. कालः परमनिरुद्धः अविभाज्यः तं तु जानीहि समयः तु। 2. कालः परमनिरुद्धः अविभागी तं तु जानीहि समय इति।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy