SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૨૦ ० वर्तनाव्याख्या 2 १४८३ વર્તનલક્ષણ સર્વ દ્રવ્યહ તણો પજ્જવ, દ્રવ્ય ન કાલ; દ્રવ્ય અનંતની રે દ્રવ્ય અભેદથી, ઉત્તરાધ્યયનઈ રે ભાલ ૧૦/૧૦ (૧૭૧) સમ. કાલ તે પરમાર્થથી દ્રવ્ય નહીં. તો યું ? સર્વદ્રવ્યનો વર્તનાલક્ષણ પર્યાય જ છછે. अधुनाऽवसराऽऽयातं कालं व्याख्यानयति - ‘काल' इति । कालो द्रव्यं न, पर्यायो द्रव्यवर्तनलक्षणः। तत्र द्रव्योपचारेण कालानन्त्योक्तिरुत्तरे।।१०/१०।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - कालः न द्रव्यं (किन्तु) द्रव्यवर्तनलक्षणः पर्यायः। तत्र द्रव्योपचारेण कालानन्त्योक्तिः उत्तरे (= उत्तराध्ययनसूत्रे)।।१०/१०।। कालो हि परमार्थतो न द्रव्यम्, किन्तु द्रव्यवर्तनलक्षणः = सर्वद्रव्याणां वर्त्तनालक्षणः पर्याय एव । स्वयमेव वर्तमानाः भावाः वय॑न्ते यया सा वर्त्तना। तदुक्तम् उत्तराध्ययनवृत्तौ शान्तिसूरिभिः, के कमलसंयमोपाध्यायैः भावविजयवाचकैश्च “वर्त्तन्ते = भवन्ति भावाः तेन तेन रूपेण, तान् प्रति प्रयोजकत्वं गि = વર્તના” (ઉત્ત..૮/૧૦ ) તિા “વર્તતે = નિચ્છિન્નત્વેન નિરન્તર મવતિ રૂતિ વર્ણના” (૩૪.૨૮/ १० दी.) इति उत्तराध्ययनदीपिकावृत्तौ लक्ष्मीवल्लभगणी। सा चोत्पत्त्यादिस्वरूपा। तदुक्तं तत्त्वार्थसूत्रभाष्ये उमास्वातिवाचकपुङ्गवैः “वर्त्तना = उत्पत्तिः स्थितिः अथ गतिः प्रथमसमयाश्रयेत्यर्थः” (त.सू.५/२२ भा.पृ.३४९) અવતરણિકા - ધર્મ-અધર્મ-આકાશ સ્વરૂપ ત્રણ દ્રવ્યનું નિરૂપણ પૂર્ણ થયું. હવે કાળનું પ્રતિપાદન કરવાનો અવસર આવ્યો છે. તેથી ગ્રંથકારશ્રી અવસરસંગતિપ્રાપ્ત કાળની વ્યાખ્યા કરે છે : કાળ તત્ત્વનું નિરૂપણ શ્લોકાર્થ :- કાળ દ્રવ્ય નથી પરંતુ પર્યાય છે. દ્રવ્યની વર્તના સ્વરૂપ પર્યાય એ જ કાળનું લક્ષણ છે. તે પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને “કાળ અનંત છે” – એમ ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ છે.(૧૦/૧૦) કાળ દ્રવ્ય નહિ, પર્યાય છે ? વ્યાખ્યાર્થ :- કાળ ખરેખર પરમાર્થથી દ્રવ્યાત્મક નથી પરંતુ પર્યાયાત્મક છે. સર્વ દ્રવ્યોની વર્તના સ્વરૂપ પર્યાય એ જ કાળ તત્ત્વ છે. સ્વયમેવ વર્તમાન = વર્તી રહેલા = વિદ્યમાનતાને ધારણ કરવા | તત્પર થતા ભાવો જેના દ્વારા વર્તે છે = વિદ્યમાનતાને ધારણ કરે છે તે વર્તના પર્યાય કહેવાય. ઉત્તરાધ્યયનસૂત્રની વૃત્તિમાં શ્રી શાંતિસૂરિજીએ, કમલસંયમ ઉપાધ્યાયજીએ તથા ભાવવિજય ઉપાધ્યાયજીએ વર્તના પર્યાયની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે “તે તે સ્વરૂપે વર્તી રહેલા પદાર્થોને ભાવ કહેવાય. તે તે સ્વરૂપે ભાવો = પદાર્થો થઈ રહેલા છે, વર્તી રહેલા છે. તેના પ્રત્યે જે પ્રયોજક બને તે વર્તના કહેવાય.” ઉત્તરાધ્યયનદીપિકાવૃત્તિમાં શ્રીલક્ષ્મીવલ્લભ ગણીએ જણાવેલ છે કે વર્તે = અનાવચ્છિન્નરૂપે (અખંડરૂપે) નિરંતર હોય - આ પ્રમાણે વર્તન સમજવી.” તે વર્તના ઉત્પત્તિ વગેરે સ્વરૂપ છે. તેથી જ તત્ત્વાર્થસૂત્રભાષ્યમાં વાચકશિરોમણિ ઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે કે “વર્તન એટલે ઉત્પત્તિ, જે પુસ્તકોમાં ‘વર્તણ’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. 1 B(૨) + લી.(૧૩)માં ‘વર્તમાન લક્ષણ પાઠ.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy