SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ [tee ☼ निरन्तरस्थितिहेतुविचारः ૨૦/૭ નિરંતરગતિસ્વભાવÛ દ્રવ્ય ન કીધું જોઈઈં, તો નિરંતર સ્થિતિસ્વભાવ પણિ કિમ કીજઇ ? *જો નિરંતર સ્થિતિહેતુ અધર્મ દ્રવ્ય ન ભાષીઈ = ન કહીઈં તો સ્થિતિનો હેતુ કુણ કહીઈં ?× ननु अधर्मास्तिकायाऽभावप्रयुक्तस्थित्यभावात्मकश्चेदयं गतिभावः तर्हि सर्वदा अलोकेऽधर्मास्तिकायविरहाद् निरन्तरगतिस्वभावशालि द्रव्यं प्रसज्येत । न चागमे अलोके निरन्तरगतिमद्द्रव्यं प्रोक्तमिति चेत् ? १४५६ तर्हि धर्मास्तिकायविरहप्रयुक्तगत्यभावात्मकस्थितिभावाऽभ्युपगमपक्षोऽपि त्यज्यताम्, अलोके नित्यं धर्मास्तिकायविरहेण निरन्तरस्थितिस्वभावशालिद्रव्यापत्तेः । न चागमेऽलोके निरन्तरस्थितिस्वभावं द्रव्यं प्रोक्तम्, युक्तेरुभयत्र तुल्यत्वात् । ततश्च धर्मास्तिकायविरहप्रयुक्तगत्यभावलक्षणस्थितिस्वभावकल्पना नार्हति। अतः स्वतन्त्रस्थितिपर्यायप्रयुक्ता अधर्मास्तिकायद्रव्यगोचरा कल्पना आवश्यकी । यदि च सिद्धादिनिरन्तर स्थितिहेतुरूपेण अधर्मास्तिकायद्रव्यं नाऽभ्युपगम्यते तर्हि कस्य का स्थितिहेतुत्वम् ? न च धर्मास्तिकायविरहस्य स्थितिहेतुतेति वाच्यम्, धर्मास्तिकायस्य समग्रलोकव्यापितया - ગતિ-સ્થિતિમાં પ્રતિબંદિ દલીલ :- (7નુ.) અધર્માસ્તિકાયના અભાવથી પ્રયુક્ત સ્થિતિઅભાવસ્વરૂપ ગતિભાવને માનવાની કલ્પના તમે વિનિગમનાવિરહથી દેખાડી હતી તે માન્ય બની શકે તેમ નથી. કારણ કે જો તેવું માનવામાં આવે તો અલોકાકાશમાં સર્વદા અધર્માસ્તિકાયનો અભાવ હોવાથી નિરન્તર ગતિસ્વભાવવાળા દ્રવ્યને માનવાની આપત્તિ આવશે. પરંતુ આગમમાં તો અલોકાકાશમાં નિરન્તરગતિવાળું કોઈ પણ દ્રવ્ય જણાવેલ નથી. આગમમાં ન જણાવેલી બાબતને માનવી પડે તેવી કલ્પના કરવી વ્યાજબી નથી. સમાધાન :- (દ્દે.) જો આગમવિરુદ્ધ નિરન્તરગતિશીલ દ્રવ્યની અલોકમાં કલ્પના કરવાની આપત્તિથી અધર્માસ્તિકાયવિરહપ્રયુક્ત સ્થિતિઅભાવને ગતિ માની ન શકાય તો ધર્માસ્તિકાયઅભાવપ્રયુક્ત ગતિઅભાવસ્વરૂપ સ્થિતિને પણ કેમ માની શકાય ? કારણ એવું માનવામાં અલોકમાં કાયમ ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી નિરન્તરસ્થિતિસ્વભાવવાળું દ્રવ્ય માનવાની આપત્તિ આવશે. પરંતુ અલોકાકાશમાં નિરન્તરસ્થિતિસ્વભાવવાળું દ્રવ્ય આગમમાં બતાવેલ નથી. તેથી ધર્માસ્તિકાયઅભાવપ્રયુક્ત ગતિઅભાવસ્વરૂપ સ્થિતિને માનવાનો પક્ષ છોડવો જ પડશે. યુક્તિ તો બન્ને પક્ષમાં સમાન છે. આમ ધર્માસ્તિકાયઅભાવપ્રયુક્ત ગતિવિરહસ્વરૂપ સ્થિતિ કે અધર્માસ્તિકાયઅભાવપ્રયુક્ત સ્થિતિવિરહસ્વરૂપ ગતિ આમાંથી એક પણ પક્ષ માન્ય ન કરાય. તેથી ગતિની જેમ સ્થિતિને પણ સ્વતંત્ર પર્યાય માનવી ઉચિત છે. માટે સ્વતંત્રપર્યાયસ્વરૂપ સ્થિતિના નિમિત્તે અધર્માસ્તિકાય દ્રવ્યની કલ્પના જરૂરી છે. છેં સાંતર-નિરંતર સ્થિતિનું કારણ અધર્માસ્તિકાય (વિ.) તથા જો સિદ્ધ ભગવંત વગેરેની નિરંતર સ્થિતિના હેતુ તરીકે અધર્માસ્તિકાય નામના દ્રવ્યને તમે માનતા ન હો તો સ્થિતિનું કારણ કોણ બનશે ? સ્થિતિ એ કાર્ય હોવાથી તેનું કોઈક કારણ તો માનવું જ પડશે. ધર્માસ્તિકાયના અભાવને તો સ્થિતિનો હેતુ કહી શકાતો જ નથી. કેમ કે ધર્માસ્તિકાય - ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૧૩)માંથી લીધો છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy