________________
१०/५ ० नयद्वयसम्मताऽधर्मकार्यतावच्छेदकविमर्शः 0
१४३१ जन्यस्थितित्वस्यैव तत्त्वे लाघवम्।।
इदञ्च नित्यत्वग्राहकनयानुगृहीतव्यवहारनयापेक्षया बोध्यम्, द्रव्यार्थिकस्य ध्रौव्यग्राहितया रत्नप्रभादिस्थितीनां तन्मते नित्यत्वमेव । अत एव ताः प्रति अधर्मास्तिकायस्य कारणत्वं व्यवहर्तुं न युज्यते । नित्यस्थितीनामधर्मास्तिकायकार्यताऽतिक्रान्तत्वेनाऽतिरिक्तवृत्तित्वदोषनिवारणकृते जन्यस्थितित्वस्य कार्यतावच्छेदकत्वं द्रव्यार्थिकानुगृहीतव्यवहारनयानुसारेण सङ्गच्छते एव ।
पर्यायार्थिकनयाऽपेक्षया तु स्थितित्वमेवाऽधर्मास्तिकायकार्यताऽवच्छेदकम्, तन्मते रत्नप्रभापृथिव्यादिस्थितेरपि तत्तत्समयवैशिष्ट्यरूपेण उत्पाद-व्ययशालितया अनित्यत्वादेव। जन्यस्थितित्वस्य कार्यताऽवच्छेदकत्वे तु तन्मते अवच्छेदकशरीरगौरवं व्यर्थविशेषणघटितत्वञ्च प्रसज्येयाताम् । અવચ્છિન્ન કાર્યતાનિરૂપિત કારણતાના આશ્રય તરીકે એક અધર્માસ્તિકાય દ્રવ્ય તથા પુદ્ગલસ્થિતિ–ાવચ્છિન્ન કાર્યતાથી નિરૂપિત કારણતાના આશ્રય તરીકે અન્ય અધર્માસ્તિકાય દ્રવ્ય. આમ બે અધર્માસ્તિકાય દ્રવ્યની કલ્પના કરવાની આપત્તિ આવશે. તેમાં તો અત્યંત ગૌરવ છે. તેના કરતાં અમે બતાવેલ છે તે રીતે જન્યસ્થિતિત્વઅવચ્છિન્ન કાર્યતાથી નિરૂપિત કારણતાના અવચ્છેદક તરીકે અધર્માસ્તિકાયત્વની સિદ્ધિ કરી તેના આશ્રય તરીકે એક અને નિત્ય એવા અધર્માસ્તિકાયદ્રવ્યની સિદ્ધિ કરવી એ જ વ્યાજબી છે. કારણ કે તેવું માનવામાં લાઘવ છે.
* જન્યસ્થિતિત્વ અધર્મકાર્યતાઅવચ્છેદક : વ્યવહારવિશેષની દૃષ્ટિએ જ (ફ.) આ વાત નિયત્વગ્રાહકનયથી અનુગૃહીત વ્યવહારનયની દૃષ્ટિએ સમજવી. કારણ કે દ્રૌવ્યાંશને મુખ્ય કરનાર નય તો રત્નપ્રભા વગેરે સાત પૃથ્વી, સિદ્ધશિલા, વૈમાનિક દેવલોકના વિમાન વગેરેની સ્થિતિને નિત્ય જ માને છે. તેથી જ તેના પ્રત્યે અધર્માસ્તિકાયને કારણ માનવાનો વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. નિત્યસ્થિતિ અધર્માસ્તિકાયના કાર્યક્ષેત્રની બહાર નીકળી જાય છે. તેથી ફક્ત સ્થિતિત્વને, અધર્માસ્તિકાયનું કાર્યતાઅવચ્છેદક માનવામાં આવે તો કાર્યતાથી અતિરિક્ત વૃત્તિત્વ નામનો દોષ લાગુ પડે. તેના નિવારણ માટે અહીં જ સ્થિતિત્વનો અધર્મદ્રવ્યના જન્યતાઅવચ્છેદક તરીકે જે નિર્દેશ નિત્યત્વગ્રાહકનયાનુગૃહીત વ્યવહારનયની દૃષ્ટિએ કરવામાં આવેલ છે તે સંગત જ છે.
સ્થિતિત્વ અધમસ્તિકાયનું કાર્યતાઅવચ્છેદક : પર્યાયાર્થિક દૃષ્ટિએ જ (.) જ્યારે પર્યાયાર્થિકનયની દષ્ટિએ તો સ્થિતિત્વ એ જ અધર્માસ્તિકાયનું કાર્યતાવચ્છેદક છે. કારણ કે તેના મતે રત્નપ્રભા વગેરે સાતેય પૃથ્વી વગેરેની સ્થિતિઓ પણ અનિત્ય જ છે. આનું કારણ એ છે કે તત્ તત્ સમયવૈશિસ્યરૂપે રત્નપ્રભારિસ્થિતિઓના પણ ઉત્પાદ-વ્યય થાય જ છે. વર્તમાન સમયવિશિષ્ટત્વસ્વરૂપે રત્નપ્રભાસ્થિતિ ઉત્પન્ન થાય છે, અતીતસમયવિશિષ્ટવરૂપે તે નષ્ટ થાય છે. તેથી જ સ્થિતિત્વના બદલે સ્થિતિત્વ જ અધર્માસ્તિકાયનું કાર્યતાઅવચ્છેદક બનશે. જન્યસ્થિતિત્વને કાર્યતાઅવચ્છેદક માનવામાં અવચ્છેદકશરીરમાં ગૌરવ થશે તથા “જન્યત્વ' નામનું સ્થિતિનું વિશેષણ પણ વ્યર્થ બનશે. કેમ કે પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ દરેક સ્થિતિ જન્ય જ છે.
શંકા :- ઘટ-પટાદિ અસ્થિર દ્રવ્યોની સ્થિતિ તો અનિત્ય છે જ. જો પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ રત્નપ્રભા