________________
१४२२ • वायुः जलयोनिः ।
૨૦/૪ ए जलबहिर्निष्काशनाऽनन्तरं केनचित् तस्य नद्यां प्रक्षेपे कृते सति स द्रुतं तत्रेतस्ततो गच्छत्येव ।
अथ जलं न मीनस्य गतिं प्रति कारणं किन्तु तस्य जीवनं प्रत्येवेति जलाद् बहिर्निष्काशने - स जलं प्रति गन्तुं यतत एवेति न जलस्य तद्गतिकारणतेति चेत् ?
न, यतः वायोः जलयोनित्वेन तदीयश्वसनतन्त्रप्रक्रियया जलात् पृथक्कृतस्य प्राणवायोरेव मीनजीवनं प्रति कारणता, न तु जलस्य; प्राणवायुशोषणानन्तरं तेन जलस्य त्यागकरणात्, क्वचित् क कार्पादिमत्स्यविशेषाणां जलं विनाऽपि श्वसनसम्भवाच्चेति आधुनिकजैविकविज्ञानप्रसिद्धमेव । स्थले च
मीनः स्पन्दत एव, न तु निश्चयेन गच्छति, गमनव्यापारफलस्य अभीष्टोत्तरदेशसंयोगस्य तत्र રહેલા માછલાને પાણી તરફ જવાની ઈચ્છા ન હોય તેવું કેમ બની શકે ? નદીતટ પર રહેલ માછલાને જલ તરફ ગતિ કરવાની ઈચ્છા હોવાના લીધે જ પાણીની બહાર તેને કાઢ્યા બાદ કોઈક વ્યક્તિ માછલાને તરત નદીમાં મૂકે તો તે માછલું ઝડપથી પાણીમાં આમથી તેમ ગતિ કરે જ છે.
- પૂર્વપક્ષ :- (અથ) પાણી માછલીની ગતિ પ્રત્યે કારણ નથી. પણ માછલીના જીવન પ્રત્યે જ તે કારણ છે. તેથી પાણીની બહાર માછલીને કાઢવામાં આવે તો તે પાણી તરફ જવા માટે પ્રયત્ન કરે જ છે. જો પાણી વિના તે ગતિ ન જ કરી શકતી હોય તો પાણી બહાર તે તરફડીયા શા માટે મારે ? માટે પાણીને મીનગતિનું કારણ માની ન શકાય.
જ પ્રાણવાયુ જ મચજીવનનું કારણ ૪ ઉત્તરપક્ષ :- (૧) ના, તમારી આ દલીલ વ્યાજબી નથી. કારણ કે માછલીનું શ્વસનતંત્ર માણસના શ્વસનતંત્ર કરતાં થોડા જુદા પ્રકારનું હોય છે. માછલીના કંકાલતંત્રની ઝાલરકમાનો ઉપર ઝાલર હોય છે. તેમાંથી પાણી પસાર થવાથી પાણીમાં રહેલો પ્રાણવાયુ (ઓક્સિજન) છૂટો પડે તેવી પ્રક્રિયા થાય છે. હાઈડ્રોજન કરતાં અડધા પ્રમાણમાં પ્રાણવાયુ પાણીમાં હોય છે. H, આ પાણીનું રાસાયણિક બંધારણ છે. વાયુ પાણીની યોનિ = ઉપાદાનકારણ છે – તેવું જૈનાગમસંમત પણ છે. તેથી માછલીના શ્વસનતંત્રની વિશિષ્ટ પ્રક્રિયાના લીધે પાણીમાંથી જે પ્રાણવાયુ છૂટો પડે છે તે જ માછલીના જીવનનું કારણ છે, પાણી નહિ. પાણીમાં રહેલા પ્રાણવાયુનું શોષણ કર્યા પછી તે પાણીને માછલી ઝાલર દ્વારા બહાર કાઢી નાખે છે. તથા ક્યારેક કાર્પ વગેરે વિશેષ પ્રકારની માછલીઓ પાણીની ઉપરની સપાટીની બહાર મોટું કાઢીને ખુલ્લા વાતાવરણમાંથી પણ પ્રાણવાયુ મેળવે છે. પાણીમાં રહેલ પ્રાણવાયુનું પ્રમાણ ઘટતાં બાહ્ય વાતાવરણમાંથી શ્વાસ લેવા માછલી પ્રેરાય છે. આ કારણસર ઘણી વાર માછલીઘરોમાં આવેલી માછલીઓ સપાટીએ આવી શ્વાસ લેતી જોવા મળે છે. આ બાબત આધુનિક જૈવિક વિજ્ઞાનના સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ જ છે. (જુઓ - ગુજરાતી વિશ્વકોષ ભાગ-૧૫ પૃ.૬૦૧) તેથી માછલીના જીવન પ્રત્યે પાણી અન્યથાસિદ્ધ બને છે. પાણી માછલીની ગતિ પ્રત્યે જ કારણ છે. પાણીની બહાર માછલીને રાખવામાં આવે તો માછલી નિશ્ચયથી ગતિ કરતી નથી પણ ફક્ત સ્પંદન કરે છે. ગતિક્રિયાનું ફળ છે ઈષ્ટઉત્તરદેશસંયોગ. તે ત્યાં ગેરહાજર છે. પાણીમાં માછલી જેમ પૂર્વ સ્થાનનો ત્યાગ કરીને નૂતન ઈષ્ટ સ્થળમાં પહોંચે છે, તેમાં પાણીની બહાર જોવા મળતું નથી. તેથી માછલી પાણીની બહાર ગતિ