SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ १०/४ • धर्मद्रव्यस्य गतिपरिणतद्रव्यगतिकारणता 0 १४१३ प्रेर्य गमयति । क्षितिः वा स्वयमेव तिष्ठतो द्रव्यस्य स्थानभूयम् आपनीपद्यते, न पुनः अतिष्ठद् द्रव्यं बलाद् अवनिः अवस्थापयति । व्योम वा अवगाहमानस्य स्वत एव द्रव्यस्य हेतुताम् उपैति अवगाहं प्रति, न पुनः अनवगाहमानम् अवगाहयति स्वावष्टम्भात् । स्वयमेव कृषीवलानां कृष्यारम्भम् अनुतिष्ठतां वर्षम् अपेक्षा कारणं दृष्टम् । न च नृन् अकुर्वतः तान् तदर्थम् आरम्भयद् वर्षवारि प्रतीतम्, प्रावृषि वा नवाम्भोधरध्वनिश्रवणनिमित्तोपाधीयमानगर्दा स्वत एव प्रसूते बलाका, न च अप्रसूमानां तामभिनवजलधरनिनादः । प्रसभं प्रसावयति। प्रतिबुध्य वा पुरुषः प्रतिबोधनिमित्तमवद्याद्विरतिमातिष्ठमानो दृष्टः। न च पुमांसम् । अविरतं विरमयति बलात् प्रतिबोधः। न च गत्युपकारोऽवगाहलक्षणाकाशस्य उपपद्यते । किं तर्हि ? धर्मस्यैवोपकारः स दृष्टः। स्थित्युपकारश्चाधर्मस्य नावगाहलक्षणस्य व्योम्नः” (ष.द.स.४९/पृष्ठ-२६० वृ.) । इति व्यक्तमुक्तं श्रीगुणरत्नसूरिभिः तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयबृहद्वृत्तौ । “निर्वर्तकं कारणं पुनः गतेः तदेव जीवद्रव्यं पुद्गलद्रव्यं वा गतिपरिणामाविष्टम् । स्वभावत एव हि । गतिपरिणतानि द्रव्याणि धर्मास्तिकाय उपगृह्णाति, यथा हि सरित्तडाग-ह्रद-समुद्रादिषु अवगाहित्वे सति અપેક્ષાકારણ બને છે. જરાય હલનચલન ન કરતી એવી માછલીઓને જબરજસ્તીથી ધક્કો દઈને પાણી તેને ચલાવે નહીં. પૃથ્વી સ્વતઃ સ્થિર રહેનાર પદાર્થનું સ્થાન બને છે, તેવા પદાર્થની સ્થિતિમાં નિમિત્ત બને છે. પણ જે પદાર્થને સ્થિર ન રહેવું હોય તે પદાર્થોને પરાણે પકડીને સ્થિર ન રાખે. આકાશ જાતે અવકાશને ઈચ્છતા પદાર્થોને જો કે અવકાશ આપીને ઉપકાર કરે છે પણ ન રહેવાવાળા પદાર્થોને અવકાશ લેવા માટે બાધ્ય નથી બનાવતો. જે રહે તેને અવકાશ આપે, બાકી તટસ્થ રહે. સ્વયં ખેતી કરનાર ખેડૂતોની ખેતીમાં વર્ષા અપેક્ષાકારણ છે પરંતુ જબરજસ્તી કરી ખેતર ખેડવા માટે ખેડૂતના હાથમાં હળ નથી પકડાવી દેતી. ચોમાસા દરમ્યાન આકાશમાં શરૂઆતમાં પડતી નવા વાદળોની ગર્જના સાંભળીને ગર્ભિણી બગલી સ્વયં જ પ્રસૂતિ કરે છે. મેઘની ગર્જના તેની પ્રસૂતિ પ્રત્યે બલાત્ પ્રેરણા નથી કરતી. સંસારની અસારતાના ઉપદેશથી પ્રતિબોધ પામીને પ્રતિજ્ઞાપૂર્વક પાપથી અટકવાની પ્રવૃત્તિને (= વિરતિને) આચરતો માણસ દેખાય છે. ઉપદેશ તેના પાપાચારત્યાગમાં કે સંસારત્યાગમાં નિમિત્ત જરૂરી બને છે. પરંતુ ઉપદેશ કંઈ પુરુષનો હાથ પકડી તેને પરાણે પાપથી છોડાવતો નથી. આ જ રીતે સ્વયં ન ચાલનાર પદાર્થ પર ધર્માસ્તિકાય દ્રવ્ય જોહુકમી કરી તે પદાર્થને ગતિમાન બનવા માટે બાધ્ય નથી કરતું. હા, તે પદાર્થો જો ગતિમાન હોય તો ચોક્કસ મદદ કરે. પદાર્થની ગતિ પ્રત્યે ઉપકારી બનવું તે તો ધર્માસ્તિકાય દ્રવ્યનું જ કાર્ય છે, નહીં કે અવકાશ દેનાર આકાશનું. આ જ રીતે સ્થિતિમાં અપેક્ષાકારણ બનવું તે અધર્માસ્તિકાય દ્રવ્યનું જ કાર્ય છે, નહીં કે અવકાશ દઈ ઉપકૃત કરનાર આકાશનું” – આ પ્રમાણે પૂર્વાચાર્ય શ્રીગુણરત્નસૂરિજી મહારાજે પદર્શનસમુચ્ચય ગ્રંથની તર્કરહસ્યદીપિકા નામની બૃહત્ ટીકામાં સ્પષ્ટપણે જણાવેલ છે. આથી “ગતિક્રિયાનું સહાયક કારણ ધર્માસ્તિકાયદ્રવ્ય છે' - તેવું સિદ્ધ થાય છે. પ્રફ ગતિનું અપેક્ષાકારણ ધર્માસ્તિકાય : સિદ્ધસેનગણી ; (“નિર્વ.) “ગતિક્રિયાનું ઉત્પાદકકારણ તો ગતિપરિણામયુક્ત તે જ જીવ દ્રવ્ય કે પુગલ દ્રવ્ય છે. સ્વભાવથી જ ગતિક્રિયાથી પરિણત થયેલા જીવ અને પુદ્ગલ દ્રવ્યોને ગતિ કરવામાં ધર્માસ્તિકાય દ્રવ્ય ટેકો આપે છે, સહાય કરે છે. જેમ કે નદી-તળાવ-સરોવર-સમુદ્ર વગેરેમાં માછલી રહેલ હોય તથા
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy