________________
१३५८
आत्मनः संसारितया नाशः कार्यः
૬/૨૪
आत्मद्रव्यं संसारिरूपेण विनश्य द्रुतं मुक्तात्मरूपेण परिणमेत् तथैव कर्तव्यम् । तदेव हि परमार्थतो मोक्षमार्गोद्यमफलम्। ‘देव-दानव-मानवादिरूपेण नाशेऽपि आत्मत्वरूपेण वयं ध्रुवा एव' इति विज्ञाय यथा संसारितया अस्मन्नाशो भवेत् तथा यतितव्यमित्युपदेशो लभ्यतेऽत्र । तादृशयत्नबलेन “सर्वकर्मन क्षयादेष सर्वतन्त्रे व्यवस्थितः । ज्ञान-दर्शन-सद्वीर्य-सुखसाम्राज्यलक्षणः । । ” ( वै.क.ल. ९/१०७७) इति वैराग्यकल्पलताव्यावर्णितो मोक्षः सुलभः स्यात् । ।९ / २४ ।।
થવા છતાં પણ આત્મત્વરૂપે આપણે ધ્રુવ જ છીએ' - આવું જાણી સંસારીરૂપે આપણો વિનાશ થાય તેવો સમ્યક્ ઉદ્યમ કરવા કટિબદ્ધ થવાનો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તથાવિધ ઉદ્યમના બળથી વૈરાગ્યકલ્પલતામાં જણાવેલ મોક્ષ સુલભ બને. ત્યાં જણાવેલ છે કે ‘સર્વ દર્શનોમાં રહેલો વર્ણવેલો મોક્ષ કર્મના ક્ષયથી થાય છે. જ્ઞાન, દર્શન, સુંદર શક્તિ તથા સુખના સામ્રાજ્યસ્વરૂપ તે મોક્ષ છે.' (૯/૨૪)
=
લખી રાખો ડાયરીમાં......
વાસના એક અભિશાપ છે.
ઉપાસના અદ્વિતીય વરદાન છે.
વાસનાનો અંત કરુણ હોય છે.
ઉપાસનામાં સર્વત્ર પરમાત્માનું ૠણ હોય છે.
• સ્વાર્થની સોબત વાસનાને વહાલી છે. પરોપકારની નમણી નોબત ઉપાસનાને પ્રિય છે.
• પ્રારંભિક સાધનામાં દલીલના ઘોંચપરોણાની કનડગત હોય છે.
દલીલશૂન્ય ઉપાસનામાં શરણાગતિની અદ્વિતીય મસ્તી હોય છે.
• બુદ્ધિ પોતાની લીટી મોટી કરવાનો નહિ પણ બીજાની લીટી નાની કરવાનો જ પુરુષાર્થ કરે છે. શ્રદ્ધા બીજાની લીટી નાની કરવાનો નહિ પણ પોતાની લીટી મોટી કરવાનો પુરુષાર્થ કરે છે.