________________
* द्रव्यार्थिक-पर्यायार्थिकनयद्वयार्पणया नाशनिरूपणम्
૬/૨૪
પરિણામ કહિયઓ.
એ અભિપ્રાય જોતાં એક રૂપાંતર પરિણામ *અવસ્થિત દ્રવ્યનો* વિનાશ; એક (વલી બીજો પ્રકાર) અર્થાતરગમન વિનાશ - એ (અભિરામ) વિનાશના ૨ ભેદ જાણવા. ઈતિ ૧૫૭ ગાથાર્થ પૂર્ણ. ૯/૨૪॥
तदभिप्रायमीमांसायां प्रथमो द्रव्यास्तिकनयसम्मतः परिणामो हि रूपान्तरपरिणामलक्षणोऽवस्थितद्रव्यस्य विनाशः। द्वितीयश्च पर्यायास्तिकनयसम्मतः परिणामः खलु अर्थान्तरभावगमनलक्षणो विनाशः प्रतिभातीति महोपाध्याययशोविजयाभिप्रायो द्रव्य-गुण- पर्यायरासस्तबके । ग
इत्थञ्च पर्यायार्थिकनये प्रायोगिक - वैखसिको समुदयजनितौ अर्थान्तरगमनलक्षणौ विनाशौ सम्भवतः । म् द्रव्यार्थिकनये तु प्रायोगिक - वैत्रसिकौ समुदयजनितौ समुदायविभागात्मकौ विनाशौ वैस्रसिकश्चैकत्विको विनाशः अपि अवस्थितद्रव्यस्य धर्माऽधर्माऽऽकाशलक्षणस्य रूपान्तरपरिणामलक्षणः सम्भवन्ति । यस्तु पर्यायार्थिकनयसम्मतः अर्थान्तरभावगमनलक्षणो वैत्रसिकः विनाशः स धर्मास्तिकायादौ अवस्थितद्रव्ये न सम्भवति । अतोऽवस्थितद्रव्यस्य रूपान्तरपरिणामलक्षण एव ऐकत्विको वैस्रसिको विनाशो णि द्रव्यार्थिकनयतो धर्मास्तिकायादौ सम्भवतीत्यवधेयम् ।
१३५३
(/ રૂપાંતરપરિણામ દ્રવ્યાર્થિકમાન્ય, અર્થાન્તરગમન પર્યાયાર્થિકસંમત /
(મિ.) ઉપરોક્ત શાસ્ત્રવચનોના અભિપ્રાયની વિચારણા કરતાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના ટબામાં જણાવેલ છે કે “પ્રથમ પરિણામ દ્રવ્યાર્થિકનયને સંમત છે. તે પરિણામ રૂપાન્તરપરિણામ સ્વરૂપ છે. તથા તે જ અવસ્થિત દ્રવ્યનો નાશ છે. (જેમ કે પટનો તંતુરૂપે પરિણામ એ જ પટનાશ. તંતુરૂપે તો પટ અવસ્થિત જ છે.) તથા બીજો પરિણામ પર્યાયાર્થિકનયને સંમત છે. પર્યાયાર્થિકમાન્ય પરિણામ અર્થાન્તરગમનસ્વરૂપ વિનાશ છે આ પ્રમાણે જણાય છે.” વિવિધ નયની દૃષ્ટિએ વિનાશનો વિચાર
=
(કૃત્યગ્ય.) દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ ટબામાં મહોપાધ્યાયજી મહારાજે જે અભિપ્રાય ઉપર મુજબ વિચારેલ છે તેનો ફલિતાર્થ એવો પ્રાપ્ત થાય છે કે પર્યાયાર્થિકનયના મત મુજબ, પ્રાયોગિક અને સ્વાભાવિક બન્ને પ્રકારના સમુદયજનિત વિનાશ અર્થાન્તરગમનસ્વરૂપ સંભવે છે. તથા દ્રવ્યાર્થિકનયના મત મુજબ, પ્રાયોગિક અને સ્વાભાવિક બન્ને પ્રકારના સમુદયજનિત વિનાશ સમુદાયવિભાગાત્મક અવયવસમૂહવિભેદસ્વરૂપ સંભવે છે. તેમજ ઐકત્વિક વૈગ્નસિક નાશ પણ દ્રવ્યાર્થિકનયના મત મુજબ સંભવે છે. આમ દ્રવ્યાર્થિકમતે ત્રિવિધ નાશ સંભવે છે. અવસ્થિત ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યનો ગતિ આદિ દાન -અદાનસ્વરૂપ પરિણામાન્તર એ જ દ્રવ્યાર્થિકનયસંમત ઐકત્વિક વૈગ્નસિક વિનાશ જાણવો. પર્યાયાર્થિકનયથી જે અર્થાન્તરગમનસ્વરૂપ વૈગ્નસિક વિનાશ માન્ય છે, તે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં કદાપિ ન થાય. કેમ કે ધર્માસ્તિકાય આદિ અવસ્થિત દ્રવ્ય હોવાથી તેનો અર્થાન્તરપરિણામ થતો નથી. તેથી દ્રવ્યાસ્તિકનયસંમત અવસ્થિત દ્રવ્યનો રૂપાન્તરપરિણામસ્વરૂપ જ ઐકત્વિક વૈજ્ઞસિક વિનાશ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં થઈ શકે છે. આ વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
* * ચિહ્નઢયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. ...· ચિહ્નહ્લયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
#