________________
१३४० • स्व-परप्रत्ययजन्योत्पादप्ररूपणम् ।
९/२३ कल्प्यते। तद्यथा - द्विविध उत्पादः - (१) स्वनिमित्तः (२) परप्रत्ययश्च । स्वनिमित्तस्तावद् अनन्तानाम् अगुरुलघुगुणानाम् आगमप्रामाण्याद् अभ्युपगम्यमानानां षट्स्थानपतिततया वृद्ध्या हान्या च वर्तमानानां स्वभावाद् एषामुत्पादो व्ययश्च । म परप्रत्ययोऽपि अश्वादेर्गतिस्थित्यवगाहनहेतुत्वात्, क्षणे क्षणे तेषां भेदात् तद्धेतुत्वमपि भिन्नमिति
परप्रत्ययाऽपेक्ष उत्पादो विनाशश्च व्यवह्रियते” (त.रा.वा.५/७/४) इति प्रतिपादितं तदप्यत्रानुसन्धेयम् । શકતી નથી. તેમ છતાં પણ ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યની ઉત્પત્તિની બીજી રીતે કલ્પના કરવામાં આવે છે. તે આ રીતે – ઉત્પત્તિ બે પ્રકારે થાય છે. (૧) સ્વનિમિત્તે અને (૨) પરનિમિત્તે. આમાંથી (૧) સ્વનિમિત્તે ઉત્પત્તિ અગુરુલઘુગુણો વગેરેની સમજવી. આગમપ્રમાણથી અગુરુલઘુ ગુણ પ્રસિદ્ધ છે. જિનઆગમ પ્રમાણ હોવાથી તેના માધ્યમથી જ પ્રસ્તુત અગુરુલઘુ ગુણનો સ્વીકાર થઈ શકે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ વગેરેમાં રહેલા આ અગુરુલઘુ ગુણની વૃદ્ધિ અને હાનિ ષસ્થાનપતિત હોય છે. (૧) અનંતભાગ વૃદ્ધિ, (૨) અસંખ્યભાગ વૃદ્ધિ, (૩) સંખ્યાતભાગ વૃદ્ધિ, (૪) સંખ્યાતગુણ વૃદ્ધિ, (૫) અસંખ્યાતગુણ વૃદ્ધિ, (૬) અનન્તગુણ વૃદ્ધિ. આમ છ પ્રકારે અગુરુલઘુ ગુણની વૃદ્ધિ થતી હોય છે. તથા (1) અનંતભાગ હાનિ, (૨) અસંખ્યભાગ હાનિ, (૩) સંખ્યાતભાગ હાનિ, (૪) સંખ્યાત ગુણ હાનિ, (૫) અસંખ્યાતગુણ હાનિ અને (૬) અનંતગુણ હાનિ - આમ ષસ્થાનપતિત હાનિ પણ અગુરુલઘુગુણમાં થતી હોય છે. આમ છ પ્રકારે વૃદ્ધિ અને છ પ્રકારે હાનિ પામતા અગુરુલઘુ ગુણની વાત જિનાગમમાં જણાવેલ છે. આ રીતે વૃદ્ધિ-હાનિ દ્વારા અગુરુલઘુ ગુણનો જે ઉત્પાદ અને
વ્યય થાય છે તે સ્વભાવથી સમજવો. અર્થાત્ સ્વાભાવિક = વૈગ્નસિક ઉત્પાદ અને વ્યય અગુરુલઘુગુણમાં ( થાય છે. આ સ્વનિમિત્તે થનારા ઉત્પાદ-વ્યય સમજવા. તથા તેના માધ્યમથી ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં પણ ઉત્પાદ-વ્યય છે. આ ઉત્પાદ-વ્યય પણ સ્વનિમિત્તક જાણવા.
આ પરનિમિત્તક ઉત્પત્તિની વિચારણા જ - (ર.) તેમજ (૨) પરનિમિત્તે પણ ઉત્પાદ અને વ્યય થાય છે. અશ્વ વગેરે પરદ્રવ્યની ગતિમાં ધર્માસ્તિકાય દ્રવ્ય કારણ છે, સ્થિતિમાં અધર્માસ્તિકાય કારણ છે, અવગાહનામાં આકાશાસ્તિકાય કારણ છે. પ્રત્યેક ક્ષણે અશ્વ, ગાય, પરમાણુ, કાર્મણ વર્ગણા વગેરે પરદ્રવ્યોમાં ફેરફાર થયા કરે છે. જુદી જુદી ગતિ-સ્થિતિને તથા વિભિન્ન અવગાહનાને પ્રત્યેક પરદ્રવ્ય પરિવર્તનશીલસ્વરૂપ ધારણ કરે છે. પરદ્રવ્યગત ગતિ-સ્થિતિ-અવગાહનાના તફાવતના લીધે જુદી જુદી ગતિ-સ્થિતિ આદિ પ્રત્યેની કારણતા પણ ધર્માસ્તિકાય આદિ ત્રણેય દ્રવ્યમાં બદલાય છે. અમુક કાળે, અમુક ક્ષેત્રમાં, અમુક દ્રવ્યની ગતિ -સ્થિતિ આદિ પ્રત્યે કારણ થવું, ન થવું ઇત્યાદિ સ્વરૂપે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના સ્વરૂપમાં પણ ફેરફાર થાય છે. તેથી વિભિન્ન ગતિ-સ્થિતિ આદિથી પરિણત પરદ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં જે ઉત્પાદ અને વ્યય થાય છે તે પરનિમિત્તક સમજવો. મતલબ કે વિભિન્નકાલીન, વિભિન્નક્ષેત્રગત, વિભિન્નદ્રવ્યસંબંધી ગતિ-સ્થિતિ વગેરે પરિણામથી યુક્ત પરદ્રવ્યનિમિત્તની અપેક્ષાએ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરેમાં ઉત્પાદનો અને વિનાશનો વ્યવહાર થાય છે. આ રીતે ધર્માસ્તિકાય વગેરે ત્રણ દ્રવ્યમાં સ્વનિમિત્તે અને પરનિમિત્તે ઉત્પાદ તથા વ્યય થાય છે.” દિગંબરાચાર્ય અકલંકસ્વામીનું ઉપરોક્ત