SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ १३३० 0 गुणानामुत्पादादित्रितयशालित्वम् । ૧/૨ ध्रौव्यमवश्यमभ्युपेयम् इति वक्ष्यतेऽग्रे (९/२६) विस्तरतः। वर्णादिगुणानामपि साम्प्रतादिपरिणत्या प्रतिसमयम् उत्पाद-व्ययौ गुणपरिणतिविधया च ध्रुवत्वम् । स तदुक्तं नयचक्रसारे देवचन्द्रवाचकैः “प्रतिद्रव्यं स्वकार्यकारणपरिणमनपरावृत्तिगुणप्रवृत्तिरूपा परिणतिः (१) म अनन्ता अतीता, (२) एका वर्तमाना, (३) अन्या अनागता योग्यतारूपाः। ताः वर्तमाना अतीता भवन्ति, अनागता वर्तमाना भवन्ति, शेषा अनागताः कार्ययोग्यताऽऽसन्नतां लभन्ते इत्येवंरूपौ उत्पाद-व्ययौ, गुणत्वेन જ ધૃવત્વ” (ન.ર.સ.પૃ.9૧૬) રૂત્તિ બાવનીયમ્ क इदञ्चात्रावधेयम् - यदुत एकादितन्तुविगमे पटः पटो नोच्यते, तत्र खण्डपटः नूतन उत्पद्यते । णि छिद्रादिदशायां घटो घटत्वेन न कथ्यते, तत्र छिद्रघटो नूतनो जायते। एकादिप्रदेशेनाऽप्यूनो धर्मास्तिकायादिः धर्मास्तिकायादितया न व्यवह्रियते किन्तु धर्मास्तिकायादिदेशतयैव । “एतच्च निश्चयनयदर्शनम् । व्यवहारनयमतं तु - एकदेशेनोनमपि वस्तु वस्त्वेव यथा खण्डोऽपि घटो घट एव, छिन्नकर्णोऽपि છવ્વીસમા શ્લોકની વ્યાખ્યામાં વિસ્તારથી જણાવાશે. ૪ ગુણમાં પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અબાધિત ૪ (વ.) વર્ણ, ગંધ વગેરે ગુણો પણ વર્તમાનકાલીનત્વાદિ સ્વરૂપે પ્રતિસમય ઉત્પાદ-વ્યયને ધારણ કરે છે તથા ગુણપરિણતિરૂપે તે ધ્રુવ છે. તેથી વર્ણાદિ ગુણો પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત જ છે. તેથી જ નયચક્રસાર ગ્રંથમાં શ્રીદેવચન્દ્રજી ઉપાધ્યાયે જણાવેલ છે કે “સર્વ દ્રવ્યમાં પોતાના કાર્યને કરનાર પરિણામ પલટાયે રાખે છે, બદલાયા કરે છે. આ પરિણામપરાવર્તનસ્વરૂપે ગુણની પ્રવૃત્તિ સર્વ દ્રવ્યમાં હોય છે. પ્રસ્તુત ગુણપ્રવૃત્તિરૂપ પરિણતિ અતીતકાળમાં અનંતી થઈ છે. વર્તમાનકાળે એક પરિણતિ હોય છે તથા યોગ્યતાસ્વરૂપે અનાગત = ભવિષ્યકાલીન પરિણતિ અનંત છે. તે વર્તમાન , પરિણતિ અતીત થાય છે. એટલે કે વર્તમાનત્વનો વ્યય, અતીતત્વની ઉત્પત્તિ અને પરિણતિત્વરૂપે પ્રૌવ્ય છે તે ગુણપરિણતિમાં રહે છે. તથા એક અનાગતપરિણતિ પ્રતિસમય વર્તમાન થાય છે. મતલબ કે 3 અનાગતત્વનો વ્યય, વર્તમાનત્વની ઉત્પત્તિ તથા ગુણપરિણતિસ્વરૂપે ધ્રુવતા તે અનાગત ગુણપરિણતિમાં રહે છે. તથા બાકીની અનાગત ગુણપરિણતિમાં રહેલી કાર્યયોગ્યતા દૂર હતી તે નજીકપણાને પ્રાપ્ત કરે છે. અર્થાત્ બાકીની અનંત અનાગત ગુણપરિણતિમાં દૂરવનો વ્યય અને સમીપત્ની ઉત્પત્તિ થાય છે. તથા ગુણપરિણતિસ્વરૂપે પ્રૌવ્ય રહે છે. આ રીતે ગુણમાં ઉત્પાદ-વ્યય તે - તે સ્વરૂપે થાય છે તથા તેમાં ગુણપરિણામસ્વરૂપે = ગુણત્વસ્વરૂપે પ્રૌવ્ય રહે છે. આ અંગે વિજ્ઞ વાચકવર્ગે ઊંડાણથી વિભાવના કરવી. હો નિશ્વય-વ્યવહાર મતભેદવિચારણા છે () અહીં એક વાત ખ્યાલમાં રાખવી કે – એકાદ તંતુ ઓછો થાય તો પણ પટ પટરૂપે કહેવાતો નથી. પણ ત્યાં નવો ખંડપટ ઉત્પન્ન થાય છે. એકાદ કાણું પડી જાય તો પણ ઘટ ઘટસ્વરૂપે માન્ય બનતો નથી. ત્યાં નવો સચ્છિદ્ર ઘટ ઉત્પન્ન થાય છે. એક-બે પ્રદેશ ઓછા હોય તો ય ધર્માસ્તિકાયાદિમાં ધર્માસ્તિકાયાદિ તરીકેનો વ્યવહાર થતો નથી. પરંતુ ત્યાં ધર્માસ્તિકાયાદિદેશ તરીકેનો જ વ્યવહાર થાય છે. “આ નિશ્ચયનયનું મંતવ્ય છે. જ્યારે વ્યવહારનયનું મંતવ્ય તો એવું છે કે એક અંશથી ન્યૂન એવી
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy