SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૨ • नश्यत्समये “नष्टम्" प्रयोगविचारः । १२४५ ઈમ કહેતાં નશ્યત્સમયઈ “ના” એ પ્રયોગ ન હોઇ; જે માઈ તે કાલઈ નાશોત્પત્તિનું અતીતત્વ નથી. ! નૈયારિયાનાં મતા एवञ्च नश्यत्समये = घटनाशस्योत्पत्तिक्षणे ‘घटो नष्टः' इति प्रयोगो न सम्भवति, तदा घटनाशस्योत्पतेः वर्तमानकालीनतया अतीतत्वाऽभावात् । न चाऽत्र नश्धातोरेव नाशप्रतियोगिकोत्पत्तौ लक्षणाऽस्तु, न तु नाशोत्पादयोरुभयोः तत्प्रतिपाद्यता, गौरवादिति वाच्यम्, - આ પ્રમાણે નવ્યર્નયાયિકો કહે છે - “ન નષ્ટ પ્રયોગ અમાન્ય : નવ્ય નૈચારિક જ | (વડ્યુ.) “નશ” ધાતુનો અર્થ નાશ અને ઉત્પત્તિ સ્વીકારી, નાશપ્રતિયોગિક ઉત્પાદમાં અતીત આદિ કાલનો અન્વય માનવાથી “નશ્ય'સમયે = ઘટનાશઉત્પત્તિના સમયે “ઘટો નષ્ટ' આવા પ્રકારનો વાક્યપ્રયોગ થઈ ન શકે. કારણ કે “નશ્ય' માં રહેલ શતૃપ્રત્યય વર્તમાનત્વને જણાવે છે. અર્થાત્ ઘટનાશની ઉત્પત્તિ વર્તમાનકાલીન છે. તથા “નષ્ટ' માં રહેલ નિષ્ઠાપ્રત્યય અતીતત્વને જણાવે છે. અર્થાત્ ઘટનાશની ઉત્પત્તિ અતીતકાલીન છે. આમ ઉપરોક્ત શબ્દપ્રયોગમાં “ન ધાતુ પછી રહેલ નિષ્ઠા પ્રત્યયનો અર્થ અતીતત્વ ત્યારે “ના” થી પ્રતિપાદ્ય વર્તમાનકાલીન ઘટનાશપ્રતિયોગિક ઉત્પાદમાં અવિદ્યમાન છે. તે સમયે ઘટનાશની ઉત્પત્તિ વર્તમાનકાલીન હોવાથી તેમાં અતીતકાલીનત્વ = વિદ્યમાનäસપ્રતિયોગિકાલવૃત્તિત્વ રહી ન શકે. આ વાત સ્પષ્ટ છે. આમ “નશ્યન્ નષ્ટ' - આવા પ્રકારનું નિશ્ચયનયસંમત વાક્ય પણ “ઉત્પઘમાનમ્ ઉત્પન્ન’ વાક્યની જેમ બાધિત અર્થવાળું હોવાથી અપ્રમાણભૂત બનશે. તેથી તેવો વાક્યપ્રયોગ કરી ન શકાય. આ પ્રમાણે નવ્યર્નયાયિકોનું કથન નિશ્ચયનયની સામે ઉપસ્થિત થાય છે. છે “નમ્' ધાતુની નાશોત્પત્તિમાં લક્ષણાઃ શંકા છે શંકા :- (ર ગાડત્ર.) પ્રસ્તુતમાં “નશુ' ધાતુના નાશ અને ઉત્પત્તિ - આ બે અર્થ માનવાને બદલે (અર્થાત્ બે અર્થમાં “નશ ધાતુની પ્રતિપાદ્યતા = શક્તિ માનવાને બદલે) “નશ' ધાતુનો અર્થ ફક્ત નાશ માની (અર્થાત્ “નશ” ધાતુની શક્તિ “નાશ” અર્થમાં માની) ઉપરોક્ત સ્થળે “ન: આવા વાક્યપ્રયોગની સંગતિ માટે “નશ’ ધાતુની નાશપ્રતિયોગિક ઉત્પત્તિમાં લક્ષણા કરવી વ્યાજબી છે. કારણ કે “ર” ધાતુના બે અર્થ માનવામાં ગૌરવ છે. જ્યારે “નશ ધાતુની નાશ અર્થમાં શક્તિ માનવામાં લાઘવ છે. તથા નૈયાયિકમતે નાશનો નાશ થતો ન હોવાથી નાશમાં અતીતકાલનો અન્વયે બાધિત થવાના લીધે “ઘટો નષ્ટ:', વગેરે સ્થળે “નશ’ ધાતુની નાશપ્રતિયોગિક ઉત્પત્તિમાં લક્ષણા કરવી વ્યાજબી છે. શક્યાર્થનો બાધ હોય ત્યાં લક્ષણા કરીને પ્રસિદ્ધ વાક્યની પ્રમાણભૂતતાને ટકાવવાની વાત વિદ્વાનોને માન્ય જ છે. પરંતુ અમુક સ્થળે ધાતુનો શક્યાર્થ બાધિત થવાથી તમામ સ્થળે અન્ય અર્થને જ શક્યાર્થ તરીકે સ્વીકારવો કઈ રીતે ઉચિત બને? અન્યથા “યાં ઘોષ' - વાક્યપ્રયોગના અનુરોધથી “ગંગા” પદની વિશિષ્ટ જળપ્રવાહને બદલે “ગંગાતટ' અર્થમાં શક્તિ માનવાની આપત્તિ આવશે. 0 કો.(૧૦)માં “નાશ્યોત્પત્તિનું પાઠ.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy