SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ९/ ११ ० क्रियमाणं कृतम्' इति सिद्धान्तविमर्श: 0 १२३३ तत्रैवाऽग्रे श्रीशीलाङ्काचार्येण “लोको घटार्थाः क्रिया मृत्खननाद्या घट एवोपचरति, तासां च क्रियाणां क्रियाकाल-निष्ठाकालयोरेककालत्वात् क्रियमाणमेव कृतं भवति। दृश्यते चायं व्यवहारो लोके, तद्यथा - अद्यैव प देवदत्ते निर्गते ‘कान्यकुब्जं देवदत्तो गत' इति व्यपदेशः (लोकोक्त्या), तथा दारुणि छिद्यमाने 'प्रस्थकोऽयं' (इति) व्यपदेशः” (सू.कृ.१/१३/निर्यु.१२५/पृ.२३७A) इत्युक्त्या ‘क्रियमाणं कृतमिति यदुक्तं तत् स्थूलव्यवहारनयानुसारेण उपचारतो विज्ञेयम् । ____“कज्जमाणं नियमेण कयं” (वि.आ.भा.२३२०) इति विशेषावश्यकभाष्ये यदुक्तं तद् अशुद्धर्जुसूत्रा- शे भिधाननिश्चयनयानुसारेण अवसेयम्, अतीतकालनिर्देशात् । शुद्धर्जुसूत्रस्तु ‘क्रियमाणं सदि'त्येव मन्यते। श्रीमलयगिरिसूरिभिः प्रज्ञापनावृत्तौ “ऋजुसूत्रश्च क्रियमाणं कृतम्, अभ्यवह्रियमाणम् अभ्यवहृतम्, परिणम्यमाणं । परिणतम् अभ्युपगच्छति” (प्र.२८/१/३०७/पृ.५०९) इत्युक्त्या अशुद्धर्जुसूत्रमतं दर्शितम् । यच्च भगवतीसूत्रवृत्ती अभयदेवसूरिभिः “परिणमन्तीति हि यदुच्यते तत्परिणामसद्भावे, नान्यथा, का “ચિનાપાં વૃત' નિયમ અંગે નચમતભેદપ્રદર્શન છે. | (તત્ર) સૂયગડાંગસૂત્રનિર્યુક્તિની ઉપરોક્ત ગાથાની વ્યાખ્યામાં આગળ ઉપર શ્રીશીલાંકાચાર્યજીએ જણાવેલ છે કે “માટી ખોદવી વગેરે ક્રિયાઓ ઘટ માટે કરવામાં આવે છે. તેથી તે તમામ ક્રિયાઓનો ઘડામાં લોકો ઉપચાર કરે છે. તે તમામ ક્રિયાઓનો પ્રારંભકાળ અને સમાપ્તિકાળ એક હોવાથી કરાઈ રહેલું થઈ જ ગયું છે. લોકોમાં આવો વ્યવહાર પણ દેખાય છે કે (૧) આજે જ દેવદત્ત (મથુરાથી) કનોજ તરફ જવા નીકળે ત્યારે દેવદત્ત કનોજ ગયો' - એમ વ્યવહાર થાય છે. તથા (૨) પ્રસ્થક બનાવવા માટે લાકડું છેદાતું હોય ત્યારે લાકડાને ઉદ્દેશીને લોકો “આ પ્રસ્થક છે' - આમ બોલે છે.” અહીં તેઓશ્રીએ ‘ચિમાં કૃતમ્ - આમ જણાવેલ છે, તે સ્થૂલવ્યવહારનય મુજબ ઉપચારથી સમજવું. (“%) તથા “ક્રિયમાં નિયમેન કૃતમ્' - આ પ્રમાણે વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જે જણાવેલ છે, તે અશુદ્ધ ઋજુસૂત્ર નામના નિશ્ચયનય અનુસારે જાણવું. કારણ કે અતીતકાળનો ત્યાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. શુદ્ધ ઋજુસૂત્ર તો અતીત-અનાગત કાળને માનતો જ નથી. તેથી શુદ્ધ ઋજુસૂત્ર “શિયમાં સત્' આટલું જ માનશે. અશુદ્ધ ઋજુસૂત્રનયનો મત જણાવવાના આશયથી જ પ્રજ્ઞાપના સૂત્રવૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિજીએ જણાવેલ છે કે “ઋજુસૂત્રનય એવું માને છે કે – (૧) જે વસ્તુ કરાઈ રહેલી હોય તે થઈ ગઈ છે. (૨) જે વસ્તુ ખવાઈ રહેલી હોય તે ખવાઈ ગઈ છે. (૩) જે ચીજ પરિણમી રહેલી હોય તે વસ્તુ પરિણમી ગઈ છે.” છે ભગવતીસૂત્રવૃત્તિના પ્રબંધની સ્પષ્ટતા છે (ચવ્ય.) ભગવતીસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીએ ઋજુસૂત્રમત જણાવતાં એવું નિરૂપણ કરેલ છે કે “પુદ્ગલાદિ દ્રવ્યો પરિણમે છે - આ મુજબ જે કહેવાય છે તે મુદ્દગલાદિમાં પરિણામ હોય તો જ સંગત બને. બાકી નહિ. જો પરિણામશૂન્યને ઉદેશીને “આ પરિણમે છે' - એવું કહી શકાતું હોય તો વંધ્યાપુત્ર પરિણમે છે’ - ઈત્યાદિ કહેવાની આપત્તિ આવશે. તથા પરિણામ હાજર હોય તો જ “આ 1. ચિમનું નિયમન વૃતમ્
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy