________________
૧/૧ ० उत्पादाद्यनुवेधः ।
१२११ एतावता दध्यादेः यः आद्यपरिणतिविशेषलक्षण उत्पादः स क्षीरविनाशकालसमकालीनः गोरसद्रव्यध्रौव्यानुविद्धश्चेति फलितम् ।
"ननु च कथं क्षीरविनाशसमय एव दध्युत्पादः ? तथाहि - उत्पाद-विनाशौ भावाऽभावरूपो वस्तुधर्मों वर्त्तते । न च धर्मो धर्मिणमन्तरेण भवितुमर्हति । अत एकस्मिन्नेव क्षणे तद्धर्मिणोः दधि-क्षीरयोः सत्ता ? अवाप्नोति। एतच्च दृष्टेष्टबाधितमिति, __न एष दोषः। यस्य हि वादिनः क्षणमात्रं वस्तु तस्याऽयं दोषः। यस्य तु पूर्वोत्तरक्षणानुगतम् अन्वयि द्रव्यम् अस्ति तस्याऽयं दोष एव न भवति। तथाहि - तत्परिणामिद्रव्यमेकस्मिन्नेव क्षणे एकेन स्वभावेन પ્રમાણે પણ પ્રત્યેક વસ્તુમાં સપ્તભંગીની યોજના કરવી. યથાયોગ્ય રીતે પ્રસ્તુત સપ્તભંગીની સિદ્ધિ કરવાની પ્રક્રિયાને પણ નયની અને પ્રમાણની અપેક્ષાએ પ્રસ્તુતમાં જોડવી. સત્ત્વ-અસત્ત્વની સપ્તભંગીની તથા એત્વ-અનેકત્વની સપ્તભંગીની પ્રક્રિયાની જેમ પ્રસ્તુત સપ્તભંગીને સાધવાની પ્રક્રિયા નયની અને પ્રમાણની અપેક્ષાએ સંગત કરવી.” આ પ્રમાણે દિગંબર આચાર્ય વિદ્યાનંદસ્વામીએ આપ્તમીમાંસાના “પયોવ્રતો ન ધ્યત્તિ..” ઈત્યાદિ શ્લોકની અષ્ટસહસ્ત્રી ગ્રંથમાં જે વ્યાખ્યા કરેલ છે તેનો સંક્ષેપમાં નિર્દેશ જાણવો.
તો સપ્તભંગીનો અતિદેશ : સ્પષ્ટતા :- પ્રસ્તુતમાં નય અને પ્રમાણ દ્વારા સપ્તભંગીને સાધવાની વાતનો ઉલ્લેખ વિદ્યાનંદસ્વામીએ કરેલ છે, તેને ચોથી શાખાના ચૌદમા શ્લોકમાં અમે વિસ્તારથી સમજાવેલ છે. તેથી ફરીથી અહીં તેની છણાવટ અમે કરતા નથી. જિજ્ઞાસુ વાચકવર્ગે ત્યાંથી પ્રસ્તુત બાબતને ઉપસ્થિત કરવી.
વ્યમિશ્રિત સમકાલીન ઉત્પાદ-વ્યય . (ત્તા.) ઉપરોક્ત વિચારવિમર્શથી આટલું નક્કી થાય છે કે દહીં વસ્તુનો જે સૌપ્રથમ પરિણામવિશેષસ્વરૂપ ઉત્પાદ છે તે દૂધવિનાશકાલને સમકાલીન છે અને ગોરસદ્રવ્યના પ્રૌવ્યથી અનુવિદ્ધ છે.
શંકા :- (“ના.) દૂધનો જે સમયે નાશ થાય છે તે જ સમયે દહીં કઈ રીતે ઉત્પન્ન થઈ શકે ? ન જ થઈ શકે. તે આ રીતે – ઉત્પાદ ભાવસ્વરૂપ છે અને વિનાશ અભાવસ્વરૂપ છે. તે બન્ને વસ્તુના ગુણધર્મ જ છે. તથા ધર્મ ક્યારેય ધર્મ વિના ન હોય. તેથી એક જ ક્ષણે દહીંઉત્પાદ અને દૂધવિનાશ હાજર હોય તો તેના આશ્રયભૂત દહીં અને દૂધ બન્નેની હાજરી એકીસાથે માનવી પડશે. પરંતુ આ તો પ્રત્યક્ષ પ્રમાણથી વિરુદ્ધ છે તથા શાસ્ત્રથી બાધિત છે. તેથી દહીંજન્મ અને દૂધનાશ સમકાલીન ન હોઈ શકે.
ઉત્પાદ-વ્યય સમકાલીન છે સમાધાન :- (7) જૈનમતમાં આ દોષ લાગુ નહિ પડે. તમે જે દોષ દેખાડો છો તે સર્વ વસ્તુને ક્ષણિક માનનાર બૌદ્ધને લાગુ પડશે. કેમ કે ઉત્પાદ-વ્યયને સમકાલીન માનવા છતાં તેના આધારભૂત કોઈ પણ દ્રવ્યનો તે સ્વીકાર કરતો નથી. (આ વાત આગળ વધુ સ્પષ્ટ થશે. જુઓ શાખા-૧૧/શ્લોક૮) પરંતુ અમે તો અનેકાન્તવાદી છીએ. તેથી પૂર્વોત્તર ક્ષણમાં અનુગત એવું દ્રવ્ય અમારા મતે માન્ય છે. તેથી ઉપરોક્ત દોષ લાગુ પડતો નથી. તે આ રીતે – દૂધ-દહીં પરિણામને ધારણ કરનાર ગોરસ દ્રવ્ય જે ક્ષણે એક સ્વભાવથી ઉત્પન્ન થાય છે તે જ ક્ષણે બીજા સ્વભાવથી નાશ પામે છે. કારણ કે વસ્તુ અનંતધર્માત્મક છે. કહેવાનો આશય એ છે કે અનેકાન્તવાદમાં વસ્તુમાં અનંતા સ્વભાવો |