________________
११९६ ० 'किं स्यात् सा चित्रता...' कारिकाया: मीमांसा ० ९/७ ___“किं स्यात् सा चित्रता...” (प्र.वा.२/२१०) इत्यादिरूपेण दर्शिता प्रमाणवार्तिककारिका सौत्रान्तिकस्य योगाचारस्य माध्यमिकस्य वा मतमाश्रित्य धर्मकीर्तिना उच्यमाना यथा न घटाकोटिमाटीकते तथा विस्तरतः अकलङ्कस्वामिना सिद्धिविनिश्चयस्वोपज्ञवृत्तौ (सि.वि.१/९, १/१२, १/१४, १/१५, १/२८, ६/२०,
૧/૨, ૦૨/૧૨ પૃ.) તિમ્ | સતિતવૃત્તો (સ.ત.9/ર/વું.કૃ.૨૪૬), ચારિત્નારે (ચા.ર.૭/૧૬ २ पृ.१८९), स्याद्वादकल्पलतायाञ्चाऽपि तन्निराकरणम् उपलभ्यते । अधिकं बुभुत्सुभिः ते ग्रन्था विलोकनीयाः। - अतिविस्तरभयादिह नोच्यते ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'ज्ञानाद्वैत-शून्यवादयोः अप्रामाणिकयोः नाऽङ्गीकार्यता किन्तु स्याद्वादस्यैव, प्रमाणमूलत्वाद्' इति कथनाभिप्रायस्त्वेवं पर्यवस्यति यदुत निष्प्रमाणं निष्प्रयोजनं
# “હિં થાત.' કારિકાની સમીક્ષાનો અતિદેશ જ (“વિ.) આ જ શ્લોકના વિવરણમાં પૂર્વે “વિ રચાત્...” ઈત્યાદિરૂપે પ્રમાણવાર્તિક ગ્રંથની જે કારિકા દર્શાવેલી હતી, તે કારિકા ધર્મકીર્તિ નામના બૌદ્ધાચાર્યે ચાહે (૧) સૌત્રાન્તિક નામના બૌદ્ધપ્રસ્થાનના મતને આશ્રયીને જણાવી હોય કે ચાહે (૨) યોગાચાર નામના બૌદ્ધસંપ્રદાયના જ્ઞાનાદ્વૈતવાદને આશ્રયીને બતાવી હોય કે ચાહે (૩) માધ્યમિક નામના બૌદ્ધશાખાના શુન્યવાદને આશ્રયીને દર્શાવી હોય પણ ત્રણેય રીતે, ત્રણેય મત મુજબ તે ધર્મકીર્તિની કારિકા બિલકુલ સંગત થતી નથી. આ કારિકા જે રીતે સંગત નથી થતી તે રીતે અકલંકસ્વામીએ સિદ્ધિવિનિશ્ચયસ્વોપજ્ઞવૃત્તિમાં અલગ-અલગ આઠ સ્થળે વિસ્તારથી જણાવેલ છે. તદુપરાંત, સંમતિતર્કવ્યાખ્યા, સ્યાદ્વાદરત્નાકર તથા સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથમાં પણ ઉપરોક્ત ધર્મકીર્તિકારિકાનું નિરાકરણ ઉપલબ્ધ થાય છે. આ અંગે અધિક જાણકારી મેળવવા ઈચ્છતા વિદ્વાને તે ગ્રંથોનું ઊંડાણથી અવલોકન કરવું. તે બધી છણાવટ અહીં કરવામાં આવે તો દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા ગ્રંથનું કદ ઘણું વધી જાય. તે માટે અહીં તેની છણાવટ કરી નથી. તે સ્પષ્ટતા :- ધર્મકીર્તિએ પ્રમાણવાર્તિક ગ્રંથમાં ક્યાંક વૈભાષિક મતનું, ક્યાંક સૌત્રાન્તિક મતનું, ક્યાંક યોગાચારમતનું તો ક્યાંક માધ્યમિકમતનું અનુસરણ કરેલ હોવાથી ધર્મકીર્તિ પોતે શુદ્ધ વૈભાષિક હતા કે સૌત્રાન્તિક કે યોગાચાર કે માધ્યમિક ? આ સમસ્યાનું સાચું સમાધાન હજુ સુધી બૌદ્ધ વિદ્વાનોને પણ મળેલ નથી. જે હોય તે. પણ દિગંબર જૈન અકલંકસ્વામીએ સૌત્રાન્તિક વગેરેના મતને આશ્રયીને ‘ક્તિ ચા..કારિકાનું જે જે રીતે અર્થઘટન સંભવી શકે તે વિચારી, જુદી-જુદી રીતે સિદ્ધિવિનિશ્ચયસ્વોપજ્ઞવ્યાખ્યામાં જુદા-જુદા આઠ સ્થળે એક જ કારિકાનું વિસ્તારથી નિરાકરણ કરેલ છે. તે દાદ માગી લે તેવું છે. બે ભાગમાં છપાયેલ સિદ્ધિવિનિશ્ચય ગ્રંથને જોવા દ્વારા જ તેનો રસાસ્વાદ માણવા જેવો છે.
વિતંડાવાદને વિદાય આપીએ જે આધ્યાત્મિક ઉપનય - “જ્ઞાનાદ્વૈતવાદ કે શુન્યવાદ અપ્રામાણિક હોવાથી તેનો સ્વીકાર થઈ શકે તેમ નથી. પરંતુ પ્રામાણિક એવો સ્યાદ્વાદ જ સ્વીકર્તવ્ય છે' - આવું જણાવવાની પાછળ આશય એ છે કે જે વસ્તુ નિષ્ઠયોજન હોય, નિખ્રમાણ હોય, નિરર્થક હોય તેનો સ્વીકાર કરવાની માથાકૂટમાં ઉતર્યા વિના જે વસ્તુ પ્રમાણયુક્ત, પ્રયોજનયુક્ત, પરમાર્થયુક્ત જણાય તેનો અત્યંત આદરપૂર્વક સ્વીકાર