________________
૧/૭ ० चित्रज्ञानवत् चित्रार्थोऽनपलपनीय: 0
११८५ नील-पीताद्याकाराणामपि नीलाकारत्व-पीताकारत्वादिना मिथो विरोधात् । ततश्च विरोधदोषाद् बाह्यार्थापलापे ज्ञानापलापापत्तिः दुर्वारैव ज्ञानाद्वैतवादिनः।
न चानेकाकारकरम्बितविज्ञानाऽनभ्युपगमे नील-पीत-धवलाद्यवगाहिनः सार्वलौकिकस्य अत एव । पारमार्थिकस्य चित्रज्ञानस्याऽनुपपत्तेः न नील-पीतादिज्ञानाकाराणां मिथो विरोध इति वाच्यम्,
यतः “सार्वलौकिकानुभवस्वारस्येन चित्रज्ञानाभ्युपगमे चित्राऽर्थोऽप्यनिवारितप्रसर एव, ग्राह्य-ग्राहकभेदस्य सत्यस्य प्रतिभासादिति” (शा.वा.स. ५/१२/पृ.४३) व्यक्तं स्याद्वादकल्पलतायाम् ।
नील-पीताद्याकाराणाम् अभ्रान्तप्रतीत्या तथाविधबाह्यार्थोऽपि कारणविधया स्वीकार्य एव ।। જ્ઞાન નીલાકારક છે, તે પીતાદિઆકારક બની ન શકે. તેથી એક જ્ઞાનમાં નીલ-પીતાદિ અનેક વિરોધી આકારનો સમાવેશ થઈ ન શકે. જો નીલ-પીતાદિ અનેક વિરોધી આકારનો એક જ જ્ઞાનમાં સમાવેશ થઈ જાય તો નીલાકારક જ્ઞાન જ પીતાદિઆકારક બનવાથી તે જ્ઞાન પણ મિથ્યા બની જાય. આમ વિરોધના લીધે જો તમે જ્ઞાનાદ્વૈતવાદી ઘટ-પટાદિ બાહ્ય અર્થાકારને મિથ્યા માનતા હો તો વિરોધ દોષના લીધે જ નીલ-પીત આદિ અનેક વિવિધ આકારવાળા એક જ્ઞાનને પણ મિથ્યા માનવાની આપત્તિ તમારે દુર્વાર બનશે. ટૂંકમાં, બાહ્ય અર્થનો અપલાપ કરવામાં જ્ઞાનનો પણ અપલાપ દુર્વાર બનશે.
B નીલ-પીતાકાર વચ્ચે વિરોધપરિહારનો પ્રયાસ જ બૌદ્ધ :- (ન ચા.) નીલ, પીત વગેરે અનેક આકારથી યુક્ત એવા એક જ્ઞાનનો સ્વીકાર કરવામાં ન આવે તો નીલ, પીત, શ્વેત વગેરે આકારનું અવગાહન કરનાર જ્ઞાન અસંગત થઈ જશે. પરંતુ સર્વ લોકોને નીલ, પીત વગેરે અનેક આકારનું અવગાહન કરનારા જ્ઞાનનો અનુભવ તો થાય જ છે. તેથી તે જ્ઞાન પારમાર્થિક = વાસ્તવિક જ માનવું પડે. તે જ્ઞાન સત્ય હોવાથી તેનો સ્વીકાર કરવો જરૂરી છે. તથા તે ચિત્રાકાર જ્ઞાનની સંગતિ માટે જ્ઞાનમાં નીલ, પીત વગેરે અનેક આકારનો સ્વીકાર કરવો પણ જરૂરી છે. તેથી નીલ, પીત વગેરે જ્ઞાનાકારમાં પરસ્પર વિરોધ અમે માનતા નથી. તેથી નીલ, પીત આદિ અનેક અવિરુદ્ધ આકારવાળા જ્ઞાનને મિથ્યા માનવાની જરૂર નથી.
પદાર્થ અનેકાન્તસ્વરૂપ ઃ જેન ( જૈન :- (ક.) જો સર્વ લોકોના અનુભવમાં સ્વરસ રાખીને તેના આધારે તમે ચિત્રાકારવાળા = વિવિધ આકારવાળા = વિવિધ સ્વભાવવાળા જ્ઞાનનો સ્વીકાર કરતા હો તો સર્વ લોકોના અનુભવમાં
સ્વરસ રાખીને તમારે ચિત્રસ્વભાવવાળો = વિવિધ સ્વભાવવાળો બાહ્ય પદાર્થ પણ સ્વીકારવો જ જોઈએ. ચિત્રજ્ઞાનને માનીને તમારે ચિત્રસ્વભાવવાળા અર્થનો સ્વીકાર અટકાવી શકાય તેમ નથી. બાહ્ય પદાર્થમાં ચિત્રાત્મકતાનો = અનેકાંતરૂપતાનો સ્વીકાર અનિવાર્ય હોવાનું કારણ એ છે કે ગ્રાહ્ય (=ઘટાદિ બાહ્ય શેય પદાર્થો અને ગ્રાહક (= જ્ઞાન) વચ્ચે ભેદ સત્યરૂપે જણાય છે. તેથી ઘટાદિગ્રાહક જ્ઞાનથી ભિન્ન એવા ગ્રાહ્ય પદાર્થની સિદ્ધિ થાય છે. તથા “વિત્રરૂપવાનું ઘટઃ ઈત્યાકારક સત્યજ્ઞાનથી ગ્રાહ્ય બાહ્ય પદાર્થમાં ચિત્રરૂપતા = અનેકાંતાત્મકતા પણ સિદ્ધ થાય છે. આ બાબત સ્યાદ્વાદકલ્પલતામાં સ્પષ્ટપણે જણાવેલ છે.
વિશદ કાર્યથી કારણસિદ્ધિ આવકાર્ય છે (નીત્ત.) જ્ઞાનમાં નીલ, પીત વગેરે આકારોની અભ્રાન્ત પ્રતીતિ થાય છે. કાદાચિત્ક હોવાથી તે