________________
૧/૬
० कार्यगतं भूतिभावत्वं कृत्स्नकारणस्वभावाऽधीनम् ० ११७९ ____ व्यवस्थापितश्चायमर्थः “यतः स्वभावतो जातमेकं नान्यत् ततो भवेत्। कृत्स्नं प्रतीत्य तं भूतिभावत्वात् तत्स्वरूपवद् ।।” (अ.ज.प.भाग-१/पृ.४९) इत्यादिना श्रीहरिभद्रसूरिभिः अनेकान्तजयपताकायाम् । का प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अनेकप्रबुद्धसंस्कारादिलक्षणकार्योत्पत्तिः उपादानस्य अनेक
વિવિધપ્રતીતિનિમિત્તતા અનેકસ્વભાવસાધક ૪ સ્પષ્ટતા :- પ્રતીતિગત વૈવિધ્ય વસ્તુસ્વભાવગત વૈવિધ્યના નિમિત્તે છે. જો વસ્તુસ્વભાવમાં વૈવિધ્ય ન હોય તો તેના નિમિત્તે થનારી પ્રતીતિમાં વૈવિધ્ય આવી ન શકે. પરંતુ પ્રતીતિવૈવિધ્ય તો પ્રસિદ્ધ જ છે. તેથી વિવિધ પ્રતીતિ પ્રત્યે નિમિત્ત બનનાર બાહ્ય વસ્તુમાં સર્વથા એકસ્વભાવ માનવામાં આવે તો વિવિધ પ્રતીતિની અન્યથા અનુપપત્તિના લીધે બાહ્યવસ્તુગત સર્વથા એકસ્વભાવનો સ્વીકાર વિરોધગ્રસ્ત બનશે. |
અનેકાન્તજયપતાકાવચનવિમર્શ (વ્યવસ્થા.) ઉપરોક્ત તથ્યને શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે અનેકાંતજયપતાકા ગ્રંથમાં પ્રમાણથી વ્યવસ્થાપિત કરેલ છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે “બૌદ્ધમતમાં જે સ્વભાવથી જે કારણ એક કાર્યનું જનક થાય છે, તે સ્વભાવથી તે કારણે અન્ય કાર્યનું ઉત્પાદક બનતું નથી. કારણ કે કાર્યનું ભૂતિભાવત્વ = ઉત્પત્તિધર્મકત્વ = ઉત્પત્તિસ્વભાવતુ સંપૂર્ણ કારણસ્વભાવને આધીન હોય છે. અર્થાત્ કારણગત સંપૂર્ણ સ્વભાવને આશ્રયીને ઉત્પન્ન થવાનો કાર્યસ્વભાવ હોય છે. કારણ કે જે કાર્ય જે કારણથી ઉત્પન્ન થાય છે, તે કાર્યની ઉત્પત્તિમાં તે કારણે સમગ્રરૂપે જોડાઈ જાય છે. ફલતઃ કારણ એક કાર્યની ઉત્પત્તિમાં સમગ્રરૂપે જોડાઈ જવાને લીધે તે કારણથી અન્ય કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. જેમ કે જે મૃતપિંડમાંથી ઘડો ઉત્પન્ન થાય તે મૃતપિંડ સંપૂર્ણરૂપે તે ઘડાની ઉત્પત્તિમાં જોડાઈ જાય છે. તેથી તે ઘડાની ઉત્પત્તિ કરવામાં વિનિયુક્ત મૃતપિંડમાંથી માટીનો ચૂલો, માટીનાં રમકડાં, વગેરે અન્ય મૃતપાત્રોની ઉત્પત્તિ થઈ શકતી નથી. અધિકૃત ઘટકાર્યનું સ્વરૂપ જેમ સંપૂર્ણ સ્વકારણસ્વભાવને સાપેક્ષ હોય છે, તેમ સર્વ કાર્ય સંપૂર્ણ સ્વકારણસ્વભાવને આધીન હોય છે.”
આ કાર્યોત્પત્તિમાં કારણસ્વભાવનો સંપૂર્ણ વિનિયોગ છે. સ્પષ્ટતા :- શ્રીહરિભદ્રસૂરિજી મહારાજના ઉપરોક્ત વચનથી એટલું ફલિત થાય છે કે કાર્યોત્પત્તિમાં કારણસ્વભાવનો સંપૂર્ણતયા વિનિયોગ થતો હોવાથી જો સુવર્ણ આદિ દ્રવ્ય સ્વરૂપ નિમિત્તકારણનો સર્વથા એક સ્વભાવ માનવામાં આવે તો શોક, હર્ષ આદિ વિભિન્ન વિલક્ષણ કાર્યની ઉત્પત્તિ સુવર્ણ આદિ દ્રવ્ય દ્વારા થઈ નહિ શકે. કેમ કે તમે સુવર્ણ આદિ દ્રવ્યનો સ્વભાવ સર્વથા એક માનો છો. તથા તે સ્વભાવનો સંપૂર્ણતયા વિનિયોગ શોકને ઉત્પન્ન કરવામાં થઈ ચૂકેલો હોય તો હર્ષ કે માધ્યચ્ય સ્વરૂપ અન્યવિધ કાર્યની ઉત્પત્તિ એકાંતતઃ એક સ્વભાવને ધારણ કરનારા સુવર્ણ આદિ દ્રવ્ય દ્વારા કઈ રીતે થઈ શકે ? પરંતુ હકીકત એ છે કે શોક, હર્ષ, માધ્યચ્ય સ્વરૂપ પરસ્પર વિલક્ષણ ત્રણ કાર્ય તો ઉત્પન્ન થાય જ છે. તેથી તેની સંગતિ કરવા માટે એક જ સુવર્ણ દ્રવ્યને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ ત્રણ સ્વભાવવાળું માનવું જરૂરી છે. તેથી એક દ્રવ્યમાં ઉત્પાદ આદિ ત્રિતયાત્મકતા સિદ્ધ થાય છે. આથી જ “પ્રત્યેક વસ્તુ એકાનેકસ્વભાવવાળી છે' - તેવું ફલિત થાય છે.
જ આપણા પતનમાં આપણો વિકૃત સ્વભાવ જવાબદાર છે. આધ્યાત્મિક ઉપનય - પ્રબુદ્ધ વિવિધ સંસ્કાર વગેરે સ્વરૂપ અનેક કાર્યની ઉત્પત્તિ સૂચિત કરે