________________
૧/૬
* अनेककार्यजनकैकशक्तितः स्याद्वादसिद्धिः
११७५
अथ सुवर्णादिद्रव्ये नैककार्यजननशक्तिः स्वीक्रियते किन्तु नानाकार्यजनिका एकैव शक्तिरिति प न हर्ष-शोकादिनानाविलक्षणप्रतीतिलक्षणमनस्कारकार्योत्पादाऽयोग एकस्मादपि सुवर्णादिद्रव्यादिति नैकस्योत्पाद-व्यय-ध्रौव्यात्मकत्वमिति चेत् ?
न, अनेककार्यजननैकशक्तिशब्द एव कारणगतैकत्वाऽनेकत्वस्वभावप्रतिपादकं स्याद्वादमुपदर्शयतीति सर्वथा कारणाऽभेदप्रतिपादनमसङ्गतमेव इति प्रागुक्तमेव ( ९ / ५ ) किं विस्मर्यते भवता ? एकानेकस्वभावे च वस्तुनि न किञ्चिद् दूषणमुत्पश्यामः ।
“न हि शोकवासनानिमित्तस्वभावत्वमेव प्रमोदादिवासनानिमित्तस्वभावत्वमिति व्ययोत्पादादिशक्तिभेदात्, र्ण મુજબ મનસ્કાર એટલે ઉપયોગ સમજવો. ‘પ્રબુદ્ધ સંસ્કાર’ શબ્દ તેનો અત્યંત નિકટવર્તી જાણવો. :- (અથ.) સુવર્ણ વગેરે દ્રવ્યમાં ફક્ત એક કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ અમે સ્વીકારતા નથી. પરંતુ અનેક કાર્યને ઉત્પન્ન કરનારી એક જ શક્તિને અમે સ્વીકારીએ છીએ. તેથી સુવર્ણ વગેરે દ્રવ્ય એક હોવા છતાં પણ તેનાથી હર્ષ-શોક આદિ અનેક વિલક્ષણ પ્રતીતિસ્વરૂપ મનસ્કારકાર્યની ઉત્પત્તિ થવામાં કોઈ વાંધો આવશે નહિ. તેથી સુવર્ણ આદિ દ્રવ્યને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક માનવાની આવશ્યકતા નથી.
સ્યાદ્વાદની સાર્વત્રિકતા
=
જૈન :- (ન,અનેજ.) તમારી ઉપરોક્ત વાત બીજી રીતે સ્યાદ્વાદનું જ પ્રદર્શન કરે છે. કારણ કે “અનેક કાર્યને ઉત્પન્ન કરનારી એક શક્તિ' આ શબ્દ જ કારણમાં એકત્વસ્વભાવને અને અનેકત્વસ્વભાવને જણાવનાર એવા સ્યાદ્વાદને દર્શાવે છે. જો કારણમાં સર્વથા ઐક્ય હોય, એકાંતે એક જ સ્વભાવ હોય તો એક શક્તિ અનેક કાર્ય કઈ રીતે કરી શકે ? તેથી હર્ષ-શોકાદિ કાર્યને ઉત્પન્ન કરનાર કારણમાં સર્વથા ઐક્યનું અભેદનું પ્રતિપાદન કરવું તે અસંગત જ છે. આ વાત તો હમણાં જ પૂર્વે પાંચમા શ્લોકના વિવરણમાં જણાવી ગયા છીએ. તેને તમે કેમ ભૂલી જાવ છો? વધુ જો સુવર્ણ આદિ વસ્તુને એકાનેકસ્વભાવથી યુક્ત માનવામાં આવે તો કોઈ પણ પ્રકારનું દૂષણ અમને જણાતું નથી. મતલબ કે વસ્તુને એકાંતે એકસ્વભાવવાળી માનીને તેના દ્વારા અનેક વિલક્ષણ કાર્યોની ઉત્પત્તિ માનવામાં જે દોષ આવે છે તે દોષ ‘વસ્તુને એકાનેકસ્વભાવવિશિષ્ટ માનીને વિભિન્ન સ્વભાવ દ્વારા વિભિન્ન કાર્યોને તે વસ્તુ ઉત્પન્ન કરે છે' - આવું માનવામાં આવતો નથી.
-
1) શોકાદિજનકસંસ્કારનિમિત્ત જુદા-જુદા એં
(“ન દિ.) અહીં એક વાત ધ્યાનમાં રાખવા યોગ્ય એ છે કે “જે સુવર્ણ આદિ દ્રવ્ય શોકવાસનાનું શોકજનક સંસ્કારનું તથા પ્રમોદઆદિવિષયક સંસ્કારનું નિમિત્ત બને છે, તે પણ એક સ્વભાવથી નહિ, પરંતુ વિભિન્ન સ્વભાવથી બને છે. મતલબ કે સુવર્ણ આદિ દ્રવ્યમાં જે સ્વભાવ શોકજનક સંસ્કારનું નિમિત્ત છે, તે જ સ્વભાવ પ્રમોદાદિજનક સંસ્કારનું નિમિત્ત નથી. પરંતુ તે સ્વભાવ વિભિન્ન છે. આ સ્વભાવભેદ વ્યય-ઉત્પાદ આદિ શક્તિભેદને આધીન છે. આશય એ છે કે સુવર્ણ આદિ દ્રવ્યમાં વિનાશ અને ઉત્પાદ બન્નેની શક્તિ રહેલી છે. વિનાશશક્તિથી સુવર્ણઆદિ દ્રવ્ય વિનાશસ્વભાવને પ્રાપ્ત કરે
=
*