SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ७२६ . द्रव्य-क्षेत्राद्यनुवेधेन आरोपविचारः । शास्त्रविहितत्वमित्याशयः। इदञ्चात्रावधेयम् - काले कालान्तर-कालान्तरीयपर्यायाऽऽरोपकरणेन या त्रिविध उपचारः अत्रोपदर्शितः तस्य उपलक्षणत्वाद् द्रव्ये अतीतपर्यायोपचारोऽपि भूतनैगमसम्मतः द्रष्टव्यः, काले इव द्रव्येऽपि कालान्तरीयपर्यायारोपस्य शिष्टलोकेऽविगानेनोपलब्धेः। तथाहि - ‘कुत्र मम घटः ?' इति पर्यनुयोगे सति घटान्वेषका लोका घटभङ्गोत्तरकालीनकपालाद्यवस्थापन्नमृत्तिकाद्रव्यं दृष्ट्वा श 'अत्राऽयं भवदीयो घटः' इति प्रत्युत्तरयन्तीति दृश्यत एव । वर्तमानकालीनमृद्रव्येऽतीतघटपर्यायारोक पणेन भूतकालीनार्थप्रतिपादकत्वादस्य व्यवहारस्य भूतनैगमनयेऽन्तर्भावो न्याय्यः। इत्थं द्रव्य-क्षेत्र --काल-भावानुवेधेन अतीतारोपणं भूतनैगमनये यथाशास्त्रं प्रसिद्धलोकव्यवहारानुसारतो भावनीयम् । इदमप्यत्राऽवधेयम् - यदुतोपचारः निमित्ते प्रयोजने च सति सम्मतः, नान्यथा । अतः साम्प्रतं प्रसङ्गतो निमित्तानि यथाशास्त्रं दर्शयामः। तथाहि - सक्षेपतः चत्वारि उपचारनिमित्तानि। तदुक्तं वैयाकरणमहाभाष्ये पतञ्जलिना “चतुर्भिः प्रकारैस्तस्मिन् स इत्येतद् भवति - तात्स्थ्यात्, ताद्धात्, કલ્યાણકતિથિનો ઉપચાર માન્ય હોવાથી જ આ તપ શાસ્ત્રવિહિત છે. આ મુજબ અહીં અભિપ્રાય છે. મક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અનુવેધથી વિવિધ ઉપચાર છે (ફડ્યા.) અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે કાલમાં કાલાન્તરનો અને કાલાન્તરીય પર્યાયનો આરોપ કરીને ભૂતનૈગમનમાં ત્રણ પ્રકારે જે ઉપચાર દેખાડેલ છે તે ઉપલક્ષણ છે, તે પ્રકારાન્તરનું સૂચક છે. તેથી દ્રવ્યમાં અતીત પર્યાયનો ઉપચાર = આરોપ પણ ભૂતનૈગમનયને માન્ય છે - તેમ સમજવું. આનું કારણ એ છે કે કાળની જેમ દ્રવ્યમાં પણ કાલાન્તરીય પર્યાયનો આરોપ નિર્વિવાદરૂપે શિષ્ટ લોકોમાં જોવા મળે છે. તે આ રીતે - પોતાનો ઘડો શોધનાર માણસ લોકોને પ્રશ્ન પૂછે છે કે “મારો ઘડો ક્યાં છે ? તો ઘડાની તપાસ કરનારા લોકો ઘડો ભાંગી ગયા પછી કપાલ અવસ્થામાં રહેલ માટી દ્રવ્યને જોઈને “આ અહીં રહ્યો આપનો ઘડો' - આ પ્રમાણે જવાબ આપે છે. આ મુજબ વ્યવહારમાં તે જોવા મળે જ છે. અહીં વર્તમાનકાલીન માટીદ્રવ્યમાં ભૂતકાલીન ઘટપર્યાયનો આરોપ કરવા દ્વારા ભૂતકાલીન અર્થનું પ્રતિપાદન થતું હોવાથી આ વ્યવહારનો પ્રસ્તુત ભૂતનૈગમનયમાં સમાવેશ થવો છે ન્યાયસંગત જ છે. આ રીતે પ્રસિદ્ધ લોકવ્યવહારને અનુસરીને શાસ્ત્ર મુજબ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સંવેધ કરીને અતીતના આરોપની ભૂતનૈગમમાં ઊંડાણથી વિચારણા પ્રાજ્ઞ પુરુષોએ કરવી. ૦ આરોપના ચાર નિમિત્ત ઃ પતંજલિ છે. (ઢમ9) પ્રસ્તુતમાં એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે ઉપચારનું નિમિત્ત હોય અને ઉપચાર કરવાનું કોઈ પ્રયોજન હોય તો જ તે ઉપચાર શાસ્ત્રકારોને માન્ય છે. તેથી હવે પ્રાસંગિક રીતે ઉપચારના નિમિત્તોને શાસ્ત્ર મુજબ અમે દેખાડીએ છીએ. તે આ રીતે - સંક્ષેપથી વિચારીએ તો ઉપચાર = આરોપ કરવાના નિમિત્તો ચાર છે. આ બાબતને જણાવતા પતંજલિ ઋષિએ વૈયાકરણમહાભાષ્યમાં કહેલ છે કે “ચાર પ્રકારે એક પદાર્થમાં બીજા પદાર્થનો ઉપચાર થાય છે. તાણ્ય, તાદ્ધર્મ, તત્સામીપ્ય, તત્સાહચર્ય - આ ચાર નિમિત્તથી ઉપચાર થાય છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy