SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ . द्वितीयपर्यायार्थिकनामविमर्शः । असम्भवाच्च । यथा चैतत् तथा व्यावर्णितमस्माभिः द्वात्रिंशिकावृत्तौ नयलतायां (द्वा.द्वा. ४/७-८-९) . विस्तरतः। जिज्ञासुभिः अधिकं ततो विज्ञेयम् । इदमेवाऽभिप्रेत्य प्रज्ञापनायां '“तत्थ सिद्धा..... सासयमणागयद्धं कालं चिट्ठति” (प्र.पद ३६/सू.३४९/ रा पृ.६०८) इत्युक्तम् । प्रवाहाऽपेक्षया उभयकोटिनित्यत्वेऽपि प्रतिस्वमुत्तरकोटिनित्यत्वं सिद्धेषु विज्ञेयम् । म सिद्धपर्यायस्योपलक्षणत्वात् केवलिपर्यायस्याऽपि राजपर्यायतुल्यता दृश्या। तदुक्तं सम्मतितकें । “रायसरिसो उ केवलिपज्जाओ” (स.त. २/४१/पृ.६२४) इति । सदेहदशायां केवलिपर्यायस्य विदेहदशायां च सिद्धपर्यायस्य राजपर्यायतुल्यता भावनीयेत्यभिप्रायः। ___ यद्यपि आलापपद्धति-नयचक्र-कार्तिकेयानुप्रेक्षावृत्ति-द्रव्यस्वभावप्रकाशाऽनेकान्तव्यवस्था-सप्तभङ्गी-णि नयप्रदीपप्रकरणेषु द्वितीयपर्यायार्थिके 'शुद्धे'ति विशेषणं नास्ति तथापि द्रव्य-गुण-पर्यायरासस्तबकसत्क- का षट्त्रिंशत्प्राचीनहस्तादर्शादौ तत्त्वनिर्णयप्रासादे च तदुपलब्धेः तथैवेहोक्तमस्माभिः। शुद्धक्षायिकभाव-અનંતસ્વરૂપે નિત્ય. કારણ કે અનાદિ-અનંતકાળની સ્થિતિ મુક્તાત્મામાં તો જ સંભવે જો આત્મા સર્વથા નિત્ય મુક્ત હોય. પરંતુ સર્વથા નિત્ય મુક્ત આત્માનો તો જૈનદર્શનમાં સ્વીકાર જ કરવામાં નથી આવ્યો. તથા તેવું સંભવિત પણ નથી. આ બાબતનું વિસ્તારથી વર્ણન અમે દ્વાર્નાિશિકાપ્રકરણની નયલતા નામની વ્યાખ્યામાં કરેલ છે. જિજ્ઞાસુવર્ગે આ બાબતમાં અધિક જાણકારી ત્યાંથી મેળવી લેવી. સિદ્ધ ભગવંતો શાશ્વત ઃ શ્યામાચાર્યજી જ (.) આ જ અભિપ્રાયથી શ્યામાચાર્યજીએ પન્નવણાસૂત્રમાં જણાવેલ છે કે “લોકાન્ત રહેલા સિદ્ધ ભગવંતો.... શાશ્વત કાળ સુધી સમસ્તભવિષ્યકાળપર્યન્ત સ્થિર રહે છે.” પ્રવાહની અપેક્ષાએ સિદ્ધોમાં ઉભયકોટિસાપેક્ષ (= ભૂત-ભાવી ઉભય કાળની અપેક્ષાએ) નિત્યતા હોવા છતાં પણ વ્યક્તિગત એક -એક સિદ્ધોમાં ઉત્તરકોટિસાપેક્ષ (= કેવળ ભાવી કાળની અપેક્ષાએ) નિત્યતા જાણવી. ૪ કેવલિપર્યાય પર્યાયોમાં રાજા ૪ (સિદ્ધ) “સિદ્ધપર્યાય પર્યાયોના રાજા સમાન છે' - આ પ્રમાણે જે કહેલ છે તે ઉપલક્ષણ છે. તેથી કેવલિપર્યાય પણ પર્યાયોના રાજા સમાન સમજી લેવો. સમ્મતિતર્કમાં આ અંગે જણાવેલ છે કે શું કેવલિપર્યાય રાજપર્યાય જેવો છે. મતલબ કે સદેહદશામાં મુખ્ય પર્યાય તરીકે કેવલિપર્યાય આદરણીય છે અને વિદેહદશામાં સિદ્ધપર્યાય રાજપર્યાય તરીકે માન્ય છે, ગ્રાહ્ય છે, આદરણીય છે. 1 / પાઠભેદ વિચારણા / (૧) જો કે આલાપપદ્ધતિ, નયચક્ર, કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિ, દ્રવ્યસ્વભાવપ્રકાશ, અનેકાંતવ્યવસ્થા અને સપ્તભંગીનયપ્રદીપ પ્રકરણ ગ્રંથમાં પ્રસ્તુત બીજા પર્યાયાર્થિકનયના વિશેષણ તરીકે “શુદ્ધ' એવું પદ નથી, છતાં પણ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અને તેના ટબાની પ્રાચીન ૩૬ હસ્તપ્રતોમાં તથા અર્વાચીન મુદ્રિત પુસ્તકોમાં તેમજ તત્ત્વનિર્ણયપ્રાસાદમાં (પૃ.૭૧૯) બીજા પર્યાયાર્થિકનયના વિશેષણ તરીકે “શુદ્ધ એવું પદ ઉપલબ્ધ થાય છે. તથા પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ ગ્રંથ તેને અનુસરનારો હોવાથી બીજા 1. તત્ર સિદ્ધા..... શાશ્વતમ મનાતાદ્ધ નિં તિષ્ઠત્તિો 2. રનિશ તુ ફેવત્રિપર્યાય
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy