SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ८/२३ • व्यवहारनयोपयोगोपदर्शनम् । १०९५ ___ (४) न जातुचिद् नयान्तराऽभिप्रायनिरपेक्षतया कस्मिंश्चिद् एकनयमते निर्भरः कार्यः, मिथ्यात्वापत्तेः। (५) शुभाऽशुभपर्यायाणां प्रायशः राग-द्वेषोत्पादकतया परित्यागेन शुद्धपर्यायावलम्बितया । भाव्यम्। (६) परतप्तिं विमुच्य स्वात्मैव सर्वत्र सर्वदा प्राधान्येन अवलम्बनीयः । पराश्रितव्यवहारोपयोगे । सावधानतया भाव्यम् । (७) सर्वजीवेषु अशुद्धस्वरूपोपेक्षणेन शुद्धात्मद्रव्यं निरूपणीयम् । (૮) યથાશ િવપરહિતપરતયા માવ્યમ્ | इत्थं निरुक्तव्यवहारनयविषयाष्टकमाध्यात्मिकदृष्ट्या अन्वय-व्यतिरेकमुखेन उपयुज्य, विशुद्धपुण्यमुपचित्याऽविलम्बेनाऽविघ्नं “निर्मलाऽऽनन्दशुद्धम्, अव्याबाधम्, अपुनरावृत्ति, महितम्, अनन्तज्ञान का -दर्शनपूर्णम्, परमाऽऽह्वयम्, अमूर्ताऽसङ्ग-निरामयं निर्वाणनगरं निराबाधं" (ज्ञा.सा.उपसंहार-१६/ज्ञा.म. पृ.४१९) ज्ञानमञ्जर्यां देवचन्द्रवाचकेन दर्शितम् अभिसर्पति आत्मार्थी ।।८/२३ ।। પ્રયત્નશીલ રહેવું. (૪) ક્યારેય પણ અન્ય નયથી નિરપેક્ષ બનીને કોઈ પણ એક નયના અભિપ્રાયમાં મુસ્તાક બનવું ન જોઈએ. (૫) શુભપર્યાય રાગજનક છે તથા અશુભપર્યાય દ્વેષજનક છે. મોટા ભાગે આવું જ બનતું હોય છે. તેથી શુભ-અશુભ બન્ને પ્રકારના પર્યાયોને છોડીને શુદ્ધપર્યાય-સિદ્ધત્વપર્યાયનું નિરંતર અવલંબન કરવું જોઈએ. પર્યાયાશ્રિત વ્યવહારનયનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ. (૬) પારકી પંચાત છોડીને સર્વત્ર સર્વદા મુખ્યતયા પોતાના આત્માનું જ અવલંબન લેવું જોઈએ. પરાશ્રિત વ્યવહારના ઉપયોગમાં સાધકે સાવધ રહેવું. (૭) સર્વ જીવોમાં અશુદ્ધસ્વરૂપની ઉપેક્ષા કરીને શુદ્ધ આત્મસ્વરૂપનું નિરીક્ષણ કરવું. (૮) શક્તિ છુપાવ્યા વિના સ્વ-પરહિતમાં તત્પર બનવું. જ વિશુદ્ધ પુણ્યનો સંચય આદરણીય છે (ત્યં) ટૂંકમાં, પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં દર્શાવેલ વ્યવહારનયના આઠ વિષયોનો આ રીતે અન્વયવ્યતિરેકમુખે આધ્યાત્મિક દૃષ્ટિથી ઉપયોગ કરવામાં આવે તો આત્માર્થી સાધક વિશુદ્ધ પુણ્યસંચય કરી ઝડપથી નિર્વિઘ્નપણે, દેવચન્દ્રજી ઉપાધ્યાયે જ્ઞાનસારની જ્ઞાનમંજરી ટીકામાં દેખાડેલ, નિર્વાણનગર તરફ આગળ વધે છે. ત્યાં નિર્વાણનગરનું વર્ણન કરતાં જણાવેલ છે કે “(૧) નિર્મળ આનંદથી વિશુદ્ધ, (૨) પીડારહિત, (૩) જ્યાંથી કોઈએ રવાના થવું ન પડે, (૪) દેવેન્દ્રાદિથી પૂજિત-વંદિત, (૫) અનન્ત જ્ઞાન-દર્શનથી પૂર્ણ, (૬) “પરમે' જેનું નામ છે, (૭) અમૂર્ત, (૮) અસંગ, (૯) નિરોગી અને (૧૦) નિરાધાધ-નિર્વાઘાત એવું નિર્વાણનગર છે.” (ટા૨૩)
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy