SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ * व्यवहारनये लोकनिश्चयानुसारिता ८/२३ “अतिदूरात् सामीप्याद् इन्द्रियघाताद् मनोऽनवस्थानात् । सौक्ष्म्याद् व्यवधानाद् अभिभवात् સમાનામિહારા— ।।” (सा.का.७ + ज.क.ल. २/५ ) इति ईश्वरकृष्णकृता साङ्ख्यकारिका रत्ननन्दिकृता च जल्पकल्पलताकारिकाऽप्यत्र स्मर्तव्या अनुपलब्धिहेतुप्रतिपादिका । प्रकृतमुच्यते सत्स्वपि बहुषु वर्ण- गन्ध-रस - स्पर्शेषु यो यत्र जनपदस्य ग्राह्यः तमेव तत्र व्यवहारनयो मन्यते प्ररूपयति च, सतोऽपि शेषान् वर्णादीन् मुञ्चति, लोकनिश्चयार्थं तस्य प्रवृत्तेः । न हि लोकाऽग्राह्यार्थप्रतिपादने लौकिकानां तन्निश्चयः सम्भवति । अत एव विशेषावश्यकभाष्ये 1“भमराइपंचवण्णाइं निच्छए जत्थ वा जणवयस्स । अत्थे विणिच्छओ सो विणिच्छयत्थो त्ति सो गेज्झो । । तं चिय गमेइ संते वि सेसए मुयए । संववहारपरतया ववहारो लोगमिच्छंतो ।।” (વિ.સા.મા.૨૨૨૦/૨૧) રૂત્યુત્તમ્। પ્રવચનસારોદ્વારવૃત્ત (૧.૮૪૭) શ્રીસિદ્ધસેનસૂરેરપ્પયમેવાત્રાભિપ્રાયઃ । 9. १०८४ कु 105 24 बहु - (“અતિ.) ‘(૧) અતિદૂર, (૨) અતિ સામીપ્ય, (૩) ઈન્દ્રિયઘાત, (૪) મનની અસ્થિરતા, (૫) સૂક્ષ્મતા, (૬) વ્યવધાન (=આવરણ), (૭) અભિભવ અને (૮) સમાનાભિહારના (=સાજાત્યના) લીધે વસ્તુ જણાતી નથી’ - આ રીતે અનુપલબ્ધિહેતુદર્શક ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યાકારિકાને તથા રત્નમંદિરચિત જલ્પકલ્પલતાની કારિકાને પણ અહીં યાદ કરવી. * વ્યવહારનય ઉત્કટગુણગ્રાહી * (પ્રત.) હવે પ્રસ્તુત વાત કરીએ. વસ્તુમાં અનેક વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોવા છતાં જે વસ્તુમાં જે વર્ણ આદિ લોકો દ્વારા જાણી શકાય, તે જ વર્ણ આદિને તે વસ્તુમાં વ્યવહારનય માને છે અને દર્શાવે છે. અન્યવિધ વર્ણ, ગંધાદિ તે વસ્તુમાં હોવા છતાં પણ વ્યવહારનય તેનો ત્યાગ (= ઉપેક્ષા) કરે છે. કારણ કે વ્યવહારનય લોકોને વસ્તુનો નિશ્ચય કરાવવા માટે પ્રવર્તે છે. લોકો જેને જાણી ન શકે તેવા અર્થની પ્રરૂપણા કરવામાં આવે તો સામાન્ય લોકોને તેવા અર્થનો નિશ્ચય ન થઈ શકે. તેથી વ્યવહારનય તેની ઉપેક્ષા કરે છે. આ જ કારણસર વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “ભમરા વગેરે જે પદાર્થો નિશ્ચયથી પાંચ વર્ણ વગેરેથી યુક્ત હોવા છતાં પણ સામાન્ય લોકોને જે વર્ણ આદિ અર્થનો ભમરા વગેરે પદાર્થમાં નિર્ણય થાય તે જ વર્ણાદિ વ્યવહારનયથી ગ્રાહ્ય = માન્ય છે. કારણ કે લોકગ્રાહ્ય વસ્તુનો વિશેષ પ્રકારે નિર્ણય કરાવવો તે વ્યવહારનયનું પ્રયોજન છે. જે વસ્તુમાં વર્ણ, ગંધ આદિ પ્રચુર પ્રમાણમાં હોય તેને જ વ્યવહારનય જણાવે છે. વસ્તુમાં અન્ય વર્ણ, ગંધ આદિ ગુણધર્મો હોવા છતાં પણ તેને વ્યવહારનય છોડી દે છે. કારણ કે વ્યવહારનય લોકના વ્યવહારનું સમર્થન કરવામાં તત્પર હોવાથી લોકોના અભિપ્રાયને માન્ય કરે છે.” પ્રવચનસારોદ્વારવ્યાખ્યામાં (ગાથા-૮૪૭) શ્રીસિદ્ધસેનસૂરિનો પણ ‘ભમરો કાળો છે’ આ બાબતમાં નિશ્ચય અને વ્યવહાર નયથી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણ જેવો જ અભિપ્રાય છે. 1. भ्रमरादिपञ्चवर्णादौ निश्चये यत्र वा जनपदस्य । अर्थे विनिश्चयः स विनिश्चयार्थ इति स ग्राह्यः । । 2. बहुतरक इति च तमेव गमयति सतोऽपि शेषकान् मुञ्चति । संव्यवहारपरतया व्यवहारो लोकमिच्छन् ।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy