SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ १०८२ ० न्यग्भूतस्य अनुपलब्धिः । ८/२३ “लोगव्यवहारपरो ववहारो भणइ ‘कालओ भमरो'। परमत्थपरो मण्णइ णिच्छइओ ‘पंचवण्णो' त्ति ।।" (વિ.આ..રૂ૫૮૬) રૂતિ નિરૂપિત श्रीहेमचन्द्रसूरिकृता तद्वृत्तिस्त्वेवम् “लोकव्यवहाराभ्युपगमपरो नयो व्यवहारनय उच्यते । स च कालवर्णस्यैवोत्कटत्वेन लोके व्यवह्रियमाणत्वाद् भणति = प्रतिपादयति ‘कालको भ्रमर' इति । परमार्थपरस्तु = पारमार्थिकार्थवादी नैश्चयिको = निश्चयनय उच्यते । स पुनर्मन्यते ‘पञ्चवर्णो भ्रमरः' बादरस्कन्धत्वेन तच्छरीरस्य पञ्चवर्णपुद्गलैर्निष्पन्नत्वात् शुक्लादीनाञ्च न्यग्भूतत्वेनाऽनुपलक्षणाद्” (वि.आ.भा.३५८९वृ.) इति । यथा (१) अतिदूराद् मेरु-स्वर्गादिः, (२) अतिसामीप्याद् नेत्रपक्ष्मादिः, (३) अतिसौक्ष्मात् परमाण्वादिः, (४) मनोऽनवस्थानाद् मूढचित्तैः घटादिः, (५) इन्द्रियाऽपाटवाद् बधिरादिभिः शब्दादिः, વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે કે “લોકવ્યવહારમાં તત્પર એવો વ્યવહારનય કહે છે કે “ભમરો કાળો છે.” પરમાર્થમાં તત્પર નૈઋયિકનય ભમરાને પાંચ વર્ણવાળો માને છે.” (શ્રીદેમ.) મલધારી હેમચંદ્રસૂરિ મહારાજે ઉપરોક્ત ગાથાની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે લોકવ્યવહારમાં પ્રચલિત માન્યતાનો સ્વીકાર કરવામાં જે નય તત્પર હોય તે વ્યવહારનય કહેવાય છે. ભમરામાં કાળો વર્ણ ઉત્કટ હોવાથી સામાન્ય લોકો ભમરામાં તેનો જ વ્યવહાર કરે છે. વ્યવહારનય લોકાનુયાયી હોવાથી ભમરો કાળો છે' - આવું પ્રતિપાદન કરે છે. પારમાર્થિક વિષયને જણાવનાર નય તો નિશ્ચયનય કહેવાય છે. નિશ્ચયનય માને છે કે “ભમરો પાંચ વર્ણવાળો છે.” આવું માનવાનું કારણ એ છે કે જૈનદર્શન મુજબ ભમરાનું શરીર બાદર (= સ્કૂલ) પુદ્ગલસ્કન્ધસ્વરૂપ છે. તથા જે જે પુદ્ગલસ્કન્ધો બાદર હોય છે, તે તે પુદ્ગલસ્કંધો લાલ, પીળો, નીલો, શ્યામ અને શ્વેત - આ પાંચ વર્ણવાળા જ પુદ્ગલોથી નિષ્પન્ન થાય છે. આમ બાદર પુદ્ગલસ્કન્ધ સ્વરૂપ ભમરાનું શરીર પંચવર્ણયુક્ત પુદ્ગલોથી ઉત્પન્ન થયેલ હોવાના લીધે પાંચ વર્ણવાળું છે. આ પ્રમાણે નિશ્ચયનય પ્રતિપાદન કરે છે. ભમરાનું શરીર પરમાર્થથી પાંચ રૂપવાળું હોવા છતાં પણ આપણને ભમરાના શરીરમાં કાળું રૂપ દેખાય છે. સફેદ વગેરે રૂપ દેખાતા નથી. આનું કારણ એ છે કે ભમરાના શરીરમાં શ્યામ વર્ણ ઉત્કટ છે અને બાકીના શુક્લ વગેરે ચાર વર્ણ અનુત્કટ છે.” * અનુપલવિના ૨૧ કારણો ? (યથા.) (૧) અતિદૂર હોવાના લીધે મેરુપર્વત, સ્વર્ગ વગેરે દેખાતા નથી. પરંતુ તેનો મતલબ એ નથી કે મેરુ વગેરે નથી. (૨) અતિસમીપ હોવાના લીધે આંખની પાંપણ, આંખનો મેલ વગેરે આંખેથી દેખાતા નથી. (૩) અતિસૂક્ષ્મ હોવાથી પરમાણુ વગેરે દેખાતા નથી. (૪) મન ઠેકાણે ન હોવાથી મૂઢમનવાળા લોકોને ઘટાદિ પદાર્થો ખ્યાલમાં આવતા નથી. (૫) ઈન્દ્રિય નબળી હોવાથી બહેરા વગેરે માણસોને શબ્દ વગેરે સંભળાતા નથી. 1. लोकव्यवहारपरो व्यवहारो भणति 'कालको भ्रमरः'। परमार्थपरो मन्यते नैश्चयिकः ‘पञ्चवर्ण' इति।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy