SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/૨૨ ० मुमुक्षुप्रवृत्ति-परिणतिप्रकाशनम् . १०७३ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - तीव्रमुमुक्षान्वित आत्मार्थी नानाजनमध्ये अकामतोऽपि लोकप्रसिद्धवस्तुव्यवहारं करोति। न हि ‘मे देहः, गृहम्, कुटुम्बम्' इत्यादिव्यवहारकरणे मुमुक्षोः लेशतोऽपि आदरः समस्ति तथापि तथाव्यवहारः क्वचित् कर्तव्यतामापद्यते । एतादृशव्यवहारनिमज्जनतः । मोक्ष-शुद्धात्मतत्त्वाविर्भावलक्ष्याऽविस्मरणकृते मुमुक्षुः तत्त्वग्राहकनिश्चयनयमत्यादरेण गृह्णाति। न इत्थं जनसमवाये कर्तव्यताऽऽपन्नप्रवृत्तिं व्यवहारनयतः प्रयोजनभूतां मत्वा निश्चयनयत उपादेयभूतं । परमात्मतत्त्वमाविर्भावयितुमनवरतमन्तःकरणे स यतत एव । इत्थमेव तीव्रमुमुक्षा ग्रन्थिभेद-घातिकर्मच्छेदौ । कृत्वा तं परमनिजधाम प्रापयति । “व्यवहार-निश्चयौ यः प्रबुध्य तत्त्वेन भवति मध्यस्थः। प्राप्नोति के देशनायाः स एव फलमविकलं शिष्यः” (पु.सि.८) इत्येवं पुरुषार्थसिद्धयुपायकारिका संस्मर्तव्याऽत्र । णि तादृशमध्यस्थताबलेन “समस्तद्वन्द्ववर्जितमव्याबाधं सिद्धपरमात्मसुखं” (मा.प.३१८) मार्गपरिशुद्धिवृत्तौ कुलचन्द्रसूरिभिः दर्शितं शीघ्रं लभते मुनिः ।।८/२१ ।। >; જ્ઞાનની વિવિધ વિષરિતા વિલક્ષણ છે ; સ્પષ્ટતા :- નૈયાયિકમતે “ટ-ઘટત્વ-સમવાય' આ પ્રકારે જે નિર્વિકલ્પ જ્ઞાન ઈન્દ્રિયાર્થસકિર્ષથી ઉત્પન્ન થાય છે તેમાં (૧) પ્રકારિતા, (૨) વિશેષ્યિતા કે (૩) સંસર્ગિતા નામની વિષયિતા રહેતી નથી. જ્યારે “કાં ઘટ” આવા સવિકલ્પ જ્ઞાનમાં તે ત્રિવિધ વિષયિતા રહે છે. જેમ તૈયાયિક મતે સવિકલ્પ જ્ઞાનની ત્રિવિધ વિષયિતા પરસ્પર ભિન્ન છે', તેમ જૈનમતે “નિશ્ચય-વ્યવહારનયની વિષયિતા પરસ્પર ભિન્ન છે.' નિશ્ચયનય = એક્સ-રે મશીન. તથા વ્યવહારનય = કેમેરો. બન્નેનું કાર્યક્ષેત્ર સાવ જુદું. આમ બન્ને નયની વિષયિતામાં રહેલ ભેદ અનુભવસિદ્ધ હોવાથી અપલાપ કરવા યોગ્ય નથી. મુમુક્ષુ બાહ્ય વ્યવહારમાં ઉદાસીન, નિશ્ચચમાં સુલીન શ્રી આધ્યાત્મિક ઉપનય :- મોક્ષરૂપી પરમ તત્ત્વને પોતાનામાં પ્રગટ કરવાની તીવ્ર ઝંખના (=મુમુક્ષા) ધરાવનાર મુમુક્ષુ પણ લોકોની વચ્ચે અને સમાજની વચ્ચે રહે છે. તેથી લોકવ્યવહારમાં પ્રસિદ્ધ એવી વસ્તુનો ? વ્યવહાર કરવો ઈચ્છનીય ન હોય તો પણ તેના માટે અનિવાર્ય બની જાય છે. “મારું શરીર, ઘર, પરિવાર..” ઈત્યાદિ વ્યવહાર કરવામાં મુમુક્ષુને મુદલે રસ હોતો નથી. તેમ છતાં તેવો લોકસંમત વ્યવહાર તેને અનિવાર્યપણે ક્યારેક કરવો પડતો હોય છે. આ પ્રકારના લૌકિક વ્યવહારમાં ગળાડૂબ બનીને મોક્ષતત્ત્વને, શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવાનું લક્ષ્ય ચૂકી ન જવાય તે માટે, “અહ-મમ' આવા ઘંટીના બે પડ વચ્ચે પીસાઈ ન જવાય તે માટે તત્ત્વગ્રાહી નિશ્ચયનય રૂપી ખીલાને તે વળગી રહે છે. (ત્યં.) આમ ક્વચિત જનસમાજમાં કરવી પડતી પ્રવૃત્તિને વ્યવહારનયથી પ્રયોજનભૂત માની નિશ્ચયસંમત પરમ ઉપાદેય પરમાત્મતત્ત્વના પ્રગટીકરણનો પુરુષાર્થ અવિરતપણે તેના અંતઃકરણમાં પ્રવર્તતો હોય છે. તો જ તીવ્ર મુમુક્ષા ગ્રંથિભેદ અને ઘાતિકર્મછેદ કરાવી તેને નિજ ધામમાં પહોંચાડે છે અને ત્યાં સદા સ્થિર કરે છે. પુરુષાર્થસિદ્ધિઉપાયમાં જણાવેલ છે કે “જે વ્યવહારનયને અને નિશ્ચયનયને વસ્તુસ્વરૂપ વડે યથાર્થપણે જાણીને નિશ્ચય-વ્યવહારનયના પક્ષપાતથી રહિત થાય છે, તે જ શિષ્ય ઉપદેશના સંપૂર્ણ ફળને પામે છે. તેવી મધ્યસ્થતાના બળથી મુનિ માર્ગ પરિશુદ્ધિવ્યાખ્યામાં શ્રીકુલચંદ્રસૂરિજીએ દર્શાવેલ, રાગ -દ્વેષાદિ સમસ્ત દ્વન્દ્રોથી શૂન્ય, અવ્યાબાધ એવા સિદ્ધ પરમાત્માના સુખને ઝડપથી મેળવે છે. (૨૧)
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy