________________
८/१६
१०२८
• देवसेनमतसमीक्षा ए द्यष्टकाऽन्यतमनयविषयभिन्नविषयकत्वं नैगमे स्वरूपतः न सिध्यति ।
एवं (३) 'नैगमः सङ्ग्रहाद्यष्टनयाऽन्यः सङ्ग्रहाद्यष्टकाऽन्यतमनयविषयभिन्नविषयकत्वाद्' इति अनुमानस्य 'नैगमः न सङ्ग्रहाद्यष्टनयाऽन्यः सङ्ग्रहाद्यष्टकाऽन्यतमविषयविषयकत्वाद्' इत्यनेन
सत्प्रतिपक्षितत्वम्, नैगमस्य द्रव्यार्थिकत्वानतिक्रमात् । ततश्च नैव नवधा नयविभागस्य न्याय्यत्वमिति श स्थितम्, अन्यथा ‘धर्माधर्माकाश-जीव-पुद्गल-काल-घट-पटा द्रव्याणी'त्यपि द्रव्यविभागः स्वीकर्तव्यः स्यात् । व्यर्थश्च तादृशविभागः, निष्प्रयोजनत्वात् । નથી. નૈગમનય દ્રવ્યાર્થિકનયવિષયવિષયક જ છે. માટે સંગ્રહાદિ સાત નયના વિષયથી ભિન્ન વિષયનું નૈગમ અવગાહન કરતો હોવા છતાં તેમાં સંગ્રહાદિઅષ્ટકઅ તમનયવિષયભિન્નવિષયકત્વ સ્વરૂપ હેતુ રહેતો નથી. આમ પક્ષમાં હેતુ ન રહેવાથી સ્વરૂપઅસિદ્ધિ નામનો દોષ દેવસેનમતમાં દુર્વાર બનશે.
(૩) તેમજ “નૈગમન સંગ્રહાદિ આઠ નયથી સ્વતંત્ર છે. કારણ કે સંગ્રહાદિ આઠમાંથી કોઈ પણ એક નયના વિષયથી અન્ય એવા વિષયનું અવગાહન કરે છે' - આવા દેવસેનસંમત અનુમાનપ્રયોગની સામે એવો અનુમાનપ્રયોગ પણ થઈ શકે છે કે “નૈગમન સંગ્રહાદિ આઠ નયોથી સ્વતંત્ર નથી. કારણ કે સંગ્રહાદિ આઠ નયમાંથી કોઈ એક નયના વિષયને જ નૈગમ પોતાનો વિષય બનાવે છે.” આમ સાધ્યાભાવસાધક અન્ય હેતુ મળવાથી દેવસેનસંમત અનુમાનપ્રયોગ સત્પતિપક્ષ નામના દોષથી કલંક્તિ થાય છે. તેથી નવ પ્રકારે નયનો વિભાગ કોઈ પણ રીતે ન્યાયસંગત નથી – આટલું નક્કી થાય છે. જો આવું માનવામાં ન આવે (અર્થાત્ વિભાજ્યતાઅવચ્છેદક ધર્મો પરસ્પરસમાનાધિકરણ હોય તેમ છતાં પણ વિભાગવાક્ય પ્રમાણભૂત હોય - તેવું માનવામાં આવે અથવા હેતુકોટિમાં અનપેક્ષિત ભેદોનો = નિરર્થક પ્રકારોનો પ્રવેશ માન્ય કરવામાં આવે, તો “ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવ, પુદ્ગલ, કાલ, ઘટ, પટ દ્રવ્યો છે' - આ પ્રમાણે દ્રવ્યવિભાગવાક્યને પણ પ્રમાણભૂત માનીને તે પ્રમાણે પણ આઠ દ્રવ્યનો સ્વીકાર કરવો પડશે. પરંતુ તેવો દ્રવ્યવિભાગ વ્યર્થ છે. કારણ કે તેવો વિભાગ બતાવવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી.
છે અસંકીર્ણ ધર્મ વિભાજ્યતાઅવચ્છેદક બને છે સ્પષ્ટતા :- વસ્તુનો વિભાગ કરવા પાછળ આશય “તે વસ્તુના કેટલા પ્રકાર પડે છે?' તે દર્શાવવાનો હોય છે. તેથી વિભાજ્ય વસ્તુમાં રહેલા પરસ્પર અસંકીર્ણ ગુણધર્મ શોધી, તેને વિભાજ્યતાઅવચ્છેદક બનાવીને તે વસ્તુનો વિભાગ દર્શાવવામાં આવે છે. દા.ત. ‘દ્રવ્યના પ્રકાર કેટલા હોય છે ?' આ જિજ્ઞાસાના શમન માટે “ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, જીવ અને પુદ્ગલ દ્રવ્ય છે' - આ પ્રમાણે દ્રવ્યવિભાગ જણાવવામાં આવે છે. ધર્માસ્તિકાયત્વ જે દ્રવ્યમાં રહે છે ત્યાં અધર્માસ્તિકાયત્વ વગેરે ચાર ગુણધર્મો નથી રહેતા તથા જ્યાં અધર્માસ્તિકાયત રહે છે ત્યાં ધર્માસ્તિકાયત્વ આદિ ધર્મચતુષ્ક ગેરહાજર હોય છે. આમ ધર્માસ્તિકાયત્વ વગેરે પાંચેય ધર્મો પરસ્પર અસંકીર્ણ = અસમાનાધિકરણ = વ્યધિકરણ હોવાથી ‘દ્રવ્ય પાંચ પ્રકારના છે - તેવો વિભાગ દર્શાવવામાં દોષ રહેતો નથી. પરસ્પર સમાનાધિકરણ ધર્મોને જો વિભાજ્યતાઅવચ્છેદક માની શકાતા હોય તો ધર્માસ્તિકાયત્વ, અધર્માસ્તિકાયત, આકાશત્વ, જીવત્વ, પુદ્ગલત્વ, કાલવ, ઘટવ, પટવને વિભાજ્યતાઅવચ્છેદક ગુણધર્મ બનાવીને