SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१५ 0 जयधवलासंवादेन देवसेनमतसमीक्षा 0 १०१५ वस्तुतः द्रव्यास्तिक-पर्यायास्तिकाऽतिरिक्तनयविधया नैगमाद्यस्तित्वं दिगम्बराणामप्यनभिमतम् निर्विषयत्वात् । इदमेवाऽभिप्रेत्य दिगम्बरवीरसेनाचार्येण कषायप्राभृतस्य जयधवलावृत्तौ “उभयनयविषयीकृतविधि-प्रतिषेधधर्मव्यतिरिक्तत्रिकालगोचरानन्तधर्माऽनुपलम्भात्, उपलम्भे वा द्रव्य-पर्यायार्थिकनयाभ्यां व्यतिरिक्तस्य तृतीयस्य नयस्याऽस्तित्वमासजेत् । न चैवम्, निर्विषयस्य तस्याऽस्तित्वविरोधाद्” (क.प्रा.भाग-१/ म गा.१४ ज.ध.पृ.१८५) इत्युक्तम् । ततश्च नवनयविभागाऽभ्युपगमे देवसेनस्य अपसिद्धान्तोऽपि दुर्वारः । થાત્ | अकलङ्काचार्येणाऽपि सिद्धिविनिश्चये “तत्र मूलनयौ द्रव्य-पर्यायार्थगोचरौ” (सि.वि.१०/४/ भाग-२/ क पृ.६६७) इत्युक्त्या नैगमादिसप्तनयप्रकृतिविधया द्रव्यार्थिक-पर्यायार्थिकयोः प्रदर्शनात् तद्विरोधोऽपि र्णि नवविधमूलनयप्रदर्शकस्य देवसेनस्य दुर्निवारः स्यादित्यवधेयम्। ___श्रीशीलाङ्काचार्येण तु सूत्रकृताङ्गसूत्रवृत्तौ “साम्प्रतं नयाः। ते च नैगमादयः सप्त । नैगमस्य सामान्य દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકથી નૈગમાદિ વતંત્ર નથી , (વસ્તુ) વાસ્તવમાં તો દ્રવ્યાસ્તિકથી અને પર્યાયાસ્તિકથી અતિરિક્ત નયસ્વરૂપે નૈગમ વગેરેનું અસ્તિત્વ દિગંબરોને પણ માન્ય નથી. કારણ કે દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિકભિન્ન નયનો વિષય જ વિશ્વમાં ગેરહાજર છે. આ જ અભિપ્રાયથી દિગંબરાચાર્ય વીરસેનજીએ કષાયપ્રાભૃતની જયધવલા વ્યાખ્યામાં જણાવેલ છે કે “દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક - આ બે નય દ્વારા વિષય તરીકે કરાયેલ વિધિરૂપ અને નિષેધરૂપ ગુણધર્મોને છોડીને તેનાથી ભિન્ન બીજા ત્રિકાલવર્તી અનન્ત ગુણધર્મો મળતા નથી. મતલબ કે વસ્તુમાં જેટલા પણ ગુણધર્મો મળે છે, તે કાં તો વિધિરૂપ છે કાં તો નિષેધાત્મક છે. વિધિ-પ્રતિષેધથી બહિર્ભત કોઈ પણ ગુણધર્મ ક્યાંય પણ નથી. વિધિસ્વરૂપ ગુણધર્મને દ્રવ્યાસ્તિકનય ગ્રહણ કરે છે. નિષેધાત્મક ગુણધર્મને પર્યાયાસ્તિકનય ગ્રહણ કરે છે. જો વિધિરૂપ તથા નિષેધરૂપ ગુણધર્મોથી ભિન્ન અન્યવિધ ગુણધર્મોની હાજરીને વસ્તુમાં માનવામાં આવે તો દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિકથી ભિન્ન ત્રીજા સ્વતંત્રનયનું પણ અસ્તિત્વ માનવું પડે. પરંતુ એવું તો છે નહિ. કારણ કે વિષય વિના ત્રીજા સ્વતંત્ર નયનું અસ્તિત્વ માનવામાં વિરોધ આવે.” તેથી દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક – આ બન્નેથી ભિન્નરૂપે નૈગમાદિ નયોનો મૂળનયવિભાગમાં ૨ ઉલ્લેખ કરવાથી દેવસેનજીને અપસિદ્ધાન્ત દોષ દુર્વાર બનશે. છે દેવસેનમતમાં વિરોધાદિ દોષ છે (મ.) તે જ રીતે સિદ્ધિવિનિશ્ચય ગ્રંથમાં અકલંક નામના દિગંબરાચાર્યએ પણ ‘દ્રવ્યાર્થ -પર્યાયાર્થિકવિષયક બે મૂલનય છે' - આવું કહેવા દ્વારા નૈગમાદિ સાત નયોની પ્રકૃતિસ્વરૂપે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય જણાવેલ છે. તેથી નવ મૂલનયવાદી દેવસેનજીને અકલંકાચાર્ય સાથે પણ વિરોધ તથા અપસિદ્ધાન્ત દોષ દુર્વાર બનશે. [ સાત નયોનો સમવતાર : શીલાંકાચાર્ય 3 (શ્રીશીના.) શ્રીશીલાંકાચાર્યે તો સૂયગડાંગસૂત્રવૃત્તિમાં નૈગમ વગેરે નયાનો સૌથી છેલ્લે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયમાં સમવતાર કરેલો છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે “હવે નયોનો અવસર
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy