SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१५ * वसतिदृष्टान्तविमर्शः ભરતક્ષેત્રે, તદક્ષિાર્થે, પાટલિપુત્રે, લેવવત્તગૃહે, તન્મધ્યગૃહે વાવસેવા इह प्रतिभेदं पूर्वापेक्षया उत्तरत्र शुद्धिसत्त्वेऽपि उपचाराश्रयणाद् अशुद्धिरप्यनाविला । अतिशुद्धनैगमस्तु ‘वसन् वसति' इत्याह । व्यवहारेऽप्ययमेवानुसरणीयः पन्थाः । હો “सङ्ग्रहस्तु संस्तारकारूढ एव वसति' इत्यभ्युपैति, अन्यत्र हि वासार्थ एव तस्य न घटते । न चायं प्रागवदुपचारमप्याश्रयते” (न.र. पृ.७० ) इत्यादिकं नयरहस्ये व्यक्तम् । આ પ્રશ્નના સમાધાન માટે અનેક પ્રકારના ઉત્તરો પ્રાપ્ત થાય છે. કોઈ કહે કે દેવદત્ત લોકમાં વસે છે.' આ જવાબ આપવા છતાં ‘લોકના કયા વિભાગમાં દેવદત્ત રહે છે ?' તેવી જિજ્ઞાસા ઉભી જ છે. તેને ટાળવા લોકરૂપ આધારમાં કંઈક સંકોચ કરી જવાબ મળે છે કે ‘દેવદત્ત તિર્યંગ્લોકમાં રહે છે.’ આગળનું સમાધાન જે સામાન્ય નૈગમના અભિપ્રાયથી આપેલ તેની અપેક્ષાએ પછીના નૈગમવિશેષમાં વિશુદ્ધિ વધારે છે. કારણ કે સંકુચિત આધારમાં આ નયનો અભિપ્રાય રહેલો છે. પરંતુ હજુ ઉત્તરોત્તર થતી જિજ્ઞાસાની નિવૃત્તિ માટે ઉત્તરોત્તર વિશુદ્ધ એવા વિશેષનૈગમના અભિપ્રાયે દેવદત્ત જંબૂદ્વીપમાં રહે છે’, ‘ભરતક્ષેત્રમાં રહે છે’, ‘દક્ષિણાર્ધ ભરતમાં રહે છે’, ‘પાટલિપુત્રમાં રહે છે’, ‘દેવદત્તના ઘરમાં રહે છે', ‘દેવદત્તના ઘરના વચલા ઓરડામાં રહે છે' વગેરે અલગ અલગ જવાબો અધિક સંકુચિત આધારતાને સ્પષ્ટપણે બતાડીને જિજ્ઞાસુને સંતોષ પમાડે છે. 7) તર-તમભાવથી શુદ્ધિ-અશુદ્ધિવિચાર ) (૬.) આ દરેક નૈગવિશેષના અભિપ્રાયોમાં પૂર્વ-પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તરમાં વિશુદ્ધિ વધુ હોવા છતાં દરેકમાં ઉપચારનો આશ્રય લેવો પડતો હોવાથી અવિશુદ્ધિ પણ અવ્યાહતપણે રહે છે. એકના ધર્મનો બીજામાં આરોપ કરવો એ જ ઉપચાર છે. વાસ્તવમાં દેવદત્તઆધારતા દેવદત્તપ્રતિયોગિકસંયોગાનુયોગિતા તરૂપે પરિણત એક ગૃહમધ્યક્ષેત્રમાં છે. આવી આધારતા કંઈ લોક, મધ્યલોક, જંબુદ્વીપ વગેરેમાં સંભવિત નથી. પણ લોક વગેરેમાં ગૃહમધ્યભાગના ધર્મનો ગૃહમધ્યભાગત્વનો આરોપ ઉપરોક્ત દરેક જવાબમાં હોવાથી ઉપરના જવાબો અવિશુદ્ધ છે. १००७ = = = (તિ.) તેમજ અતિશુદ્ધ નૈગમની અપેક્ષાએ તો ‘દેવદત્ત ઘરના વચલા ઓરડામાં છે’ આવો જવાબ પણ અવિશુદ્ધ છે. કારણ કે જે સમયે ઘરના મધ્યભાગમાં દેવદત્ત વસવાટનો અનુભવ કરે તે જ સમયે મધ્યભાગમાં દેવદત્તની આધારતાને અતિશુદ્ધ નૈગમનય સ્વીકારે છે. જ્યારે પ્રસ્તુતમાં (= પૂર્વતન નૈગમના મંતવ્યમાં) તો નિવાસાનુભવકાલીન મધ્યગૃહત્વનો મધ્યમગૃહમાં આરોપ કરવા સ્વરૂપ ઉપચાર છે. આથી અતિશુદ્ધનૈગમનયાનુસારે તો ‘વસન્વતિ’ ‘નિવાસના સમયે મધ્યગૃહમાં દેવદત્ત રહે છે' આવો જવાબ ઉપચારરહિત હોવાથી માન્ય છે. તેમજ વ્યવહારનયના ભેદોમાં પણ નૈગમનયાનુસારે જ પૂર્વ પૂર્વ ભેદની અપેક્ષાએ ઉત્તરોત્તર ભેદમાં રહેલ વિશુદ્ધિનો ઉત્કર્ષ જાણવો. - સંગ્રહનયમાં ઉપચાર અમાન્ય (“સત્પ્ર.) સંગ્રહનય તો ઘરમાં રહેલ પલંગ પર દેવદત્ત સમયે બેઠેલો હોય, તે જ સમયે દેવદત્ત માટે ‘વસતિ' શબ્દનો પ્રયોગ સ્વીકારે છે. જ્યારે દેવદત્ત પલંગ પર નથી બેઠેલો, ત્યારે તેવા દેવદત્તને વિષે ‘વાસ' શબ્દનો અર્થ જ નથી ઘટી શકતો. ‘વાસ’ શબ્દનો અર્થ આધારતા છે. ગૃહનિષ્ઠ
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy