________________
८/१५ . प्रस्थकोदाहरणविचारः .
१००५ (७) न चैवं देश-प्रदेशौ एवम्भूतनयस्य मते इति देश-प्रदेशकल्पनारहितमखण्डमेव वस्तु स्वीकर्तव्यमिति सप्तानां नैगमादिनयानां प्रदेशोदाहरणे विषयभेदो द्रष्टव्यः'। ___न केवलं प्रदेशोदाहरणे प्रस्थकोदाहरणेऽपि नैगममतं सङ्ग्रहादन्यद् । तथाहि - प्रस्थकः मगधदेशप्रसिद्धो धान्यमानविशेषः। तदर्थं वनगमन-दारुच्छेदन-तक्षणोत्किरण-लेखन-प्रस्थकपर्यायाविક્ષમાશ્રમણે કહ્યું છે કે “દેશી = સ્કંધ = ધર્માસ્તિકાયાદિ એ જ દેશ છે. મતલબ કે સ્કંધાત્મક ધર્માસ્તિકાયાદિથી ભિન્ન = સ્વતન્ત્ર વસ્તુરૂપે દેશ સમભિરૂઢને માન્ય નથી.
(૭) એવંભૂતનય કહે છે કે “દેશ અને પ્રદેશ છે જ નહિ. તેથી દેશની કે પ્રદેશની કલ્પનાથી રહિત અખંડ વસ્તુ જ સ્વીકારવી જોઈએ? – આ પ્રમાણે પ્રદેશ દૃષ્ટાંતમાં નૈગમાદિ સાતેય નયોના મંતવ્ય જુદા પડે છે. (વાચકવર્ગને ખ્યાલ હશે કે પૂર્વે ચોથી શાખાના તેરમા શ્લોકમાં પ્રસ્થકાદિ દૃષ્ટાન્ન આપણે સમજી ગયા છીએ. તથા આ જ શાખાના ૧૮ મા શ્લોકમાં પુનઃ પ્રદેશ આદિ ત્રણેય ઉદાહરણની વિચારણા કરશું. તે વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.)
* પ્રસ્થક દૃષ્ટાંતમાં નૈગમનચનું મંતવ્ય ( વેવ.) ફક્ત પ્રદેશ ઉદાહરણમાં જ નૈગમનયનું મંતવ્ય સંગ્રહનય કરતાં જુદું પડે છે - તેવું નથી. પ્રસ્થક ઉદાહરણમાં પણ નૈગમનયનું મંતવ્ય સંગ્રહનય કરતાં જુદું પડી જાય છે. તે આ રીતે સમજવું. મગધ દેશમાં પૂર્વકાળમાં અનાજને માપવાનું એક પ્રકારનું ચોક્કસ સાધન પ્રસ્થક' તરીકે ઓળખાતું હતું.
(૧) તે પ્રસ્થક માટે લાકડું લેવા સુથાર વનમાં જાય, ત્યારે કોઈ તેને પૂછે કે “તમે શું કરો છો ?” – તો તે જવાબ આપે છે કે “પ્રસ્થક લેવા જાઉં છું.”
(૨) પ્રસ્થક માટે લાકડાને કાપવાની-છેદવાની પ્રવૃત્તિ તે સુથાર કરે ત્યારે તેને પૂછવામાં આવે છે કે “તમે શું કરો છો ?' - તો તે કહે છે કે “પ્રસ્થક બનાવું છું.'
(૩) જ્યારે સુથાર પ્રસ્થક માટે જંગલમાંથી લાવેલ લાકડામાં તક્ષણ ક્રિયા = છોલવાની ક્રિયા કરે તે સમયે પૂછવામાં આવે કે “તમે શું કરો છો ?' - ત્યારે પણ તે જવાબ આપે છે કે “પ્રસ્થક કરું છું.”
(૪) પ્રસ્થક્યોગ્ય લાકડામાંથી વચ્ચેનો ભાગ ઉમેરવામાં આવે, અનાજ ભરવા યોગ્ય પોલાણ કરવામાં આવે તેને ઉત્કિરણ કહેવામાં આવે છે. ઉત્કિરણ કરતા સુથારને કોઈ પૂછે કે “તમે શું કરો છો ?' ત્યારે તે કહે છે કે “પ્રસ્થક કરું છું.”---
(૫) ઉકિરણ ક્રિયા પછી ચોક્કસ પ્રમાણમાં ઓછું નહિ કે વધારે નહિ તે રીતે અનાજ ભરાય તે માટે તે પોલાણવાળા ભાગમાંથી ઓછી-વત્તી જગ્યા દૂર કરીને તેને માપસર કરવામાં આવે તે ક્રિયાને લેખન' કહેવામાં આવે છે.) લેખન ક્રિયા બાદ પ્રસ્થક આકાર તૈયાર થઈ જાય છે. “લેખન’ ક્રિયા ચાલી રહેલી હોય ત્યારે પૂછવામાં આવે કે “તમે શું કરો છો ?' તો જવાબ મળે છે કે “પ્રસ્થક કરું છું.”
(૬) લેખનક્રિયા બાદ તે કાષ્ઠખંડમાં પ્રસ્થક પર્યાય પ્રગટ થાય છે. અમુક ચોક્કસ પ્રકારના માપ કરતાં ઓછું કે વધારે અનાજ ન આવે તે પ્રકારે તૈયાર થયેલ તે કાષ્ઠપાત્રને પ્રસ્થક' કહેવામાં આવે