________________
९७० ० तार्किकमते उद्देश्य-विधेयभावसमर्थनम् ।
८/१३ ___तदा द्रव्यावश्यकपदं द्रव्यावश्यकत्वेन व्यवहर्तव्यपरं विवरणपरतया वैतद् योजनीयमिति न कश्चिद् - दोष इत्यालोचयामः” (नयो.का.१८ वृ.) इति नयामृततरङ्गिण्यभिधानायां नयोपदेशवृत्तौ यशोविजयवाचकेन्द्राः एव वदन्ति।
अयमत्राशयः - यथा 'घटमानय' इत्युक्ते ‘घट इति किम् ?' इति पर्यनुयोगे सति 'कुम्भः घटः' इत्युत्तरेण ‘घटपदं घटत्वेन व्यवहर्त्तव्यपरमि'त्यवगम्य 'कुम्भो घटत्वेन व्यवहर्तव्यः' इति शाब्दबोधो जायते तथा ‘एकोऽनुपयुक्त एकं द्रव्यावश्यकमि'त्युक्ते 'द्रव्यावश्यकपदं द्रव्यावश्यकत्वेन નથી. તેથી અનુપયોગરૂપ દ્રવ્યાંશની વિવક્ષા કરવાથી ઉદેશ્ય-વિધેયભાવ સંગત ન થાય. (‘રામ રાજા છે' - આવું બોલાય. કારણ કે રામને ઉદેશીને રાજાપણાનું વિધાન કરવામાં આવે છે. અહીં “રામ” અને “રાજા' શબ્દના અર્થમાં ફરક હોવાથી ઉપરોક્ત રીતે ઉદેશ્ય - વિધેયભાવ સંભવી શકે છે. પરંતુ રામ કોણ છે ?' - આ પ્રશ્નના જવાબરૂપે “રામ રામ છે' - આવું ન બોલાય. કારણ કે રામને ઉદેશીને રામનું જ વિધાન ઉપરોક્ત વાક્યમાં કરવામાં આવે છે કે જે શક્ય નથી. કેમ કે “રામ” અને “રામ” શબ્દના અર્થમાં તો કોઈ જ ફરક નથી. જે બે શબ્દના અર્થમાં ફરક હોય તથા ઉદ્દેશ્યતાઅવચ્છેદક અને વિધેય બન્નેનું સામાન્યાધિકરણ્ય સંભવિત હોય ત્યાં જ ઉદ્દેશ્ય-વિધેયભાવ સંભવી શકે.)”
# તાર્કિકમતનું સમર્થન ઃ નાયોપદેશવૃત્તિ ૪ (તા.) “જો આ પ્રમાણે તાર્કિકમતમાં આપત્તિ આપવામાં આવે તો દ્રવ્યઆવશ્યક તરીકે જેનો વ્યવહાર થાય છે તે પદાર્થનો વાચક દ્રવ્ય આવશ્યક’ શબ્દ છે - તેવી રીતે, તાર્કિક મતાનુસાર, અર્થસંગતિ કરવી. અથવા ‘દ્રવ્ય આવશ્યક' શબ્દ વિવરણ કરવામાં તત્પર છે - તે રીતે તાર્કિકમતથી યોજના
કરવી. તેથી ઋજુસૂત્રનયને પર્યાયાર્થિક માનવામાં કે અનુયોગદ્વારસૂત્રનું સમર્થન કરવામાં કોઈ પણ ( દોષ નહિ આવે. એવું અમે વિચારીએ છીએ.” આ પ્રમાણે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જ નયોપદેશ ગ્રંથની નયામૃતતરંગિણી નામની સ્વોપજ્ઞ વૃત્તિમાં જણાવેલ છે.
ઉદ્દેશ્ય-વિધેયભાવની વિચારણા . (સયન.) અહીં મહોપાધ્યાયજી મહારાજનો આશય એ છે કે ઘટ અને કુંભ શબ્દનો અર્થ એક જ છે. તેથી “કુંભ ઘટ છે' - આ પ્રમાણે કુંભત્વને ઉદેશીને ઘટનું વિધાન થઈ શકતું નથી. તેમ છતાં કોઈ માણસ કુંભને ઘડો કહેવાય તેવું સમજતો ન હોય ત્યારે “ઘડો લાવ'- આ પ્રમાણે તેને કહેવામાં આવે ત્યારે તે પ્રશ્ન કરે છે કે “ઘડો એટલે શું?” ત્યારે સામેની વ્યક્તિ બાહોશ હોવાથી સમજી જાય છે કે “કુંભને ઘડો કહેવાય' - તેવું આ માણસ સમજતો નથી. તેથી કુંભથી પરિચિત એવા તે માણસને સામેની વ્યક્તિ કહે છે કે “કુંભ એ ઘડો છે. અહીં કુંભને ઉદેશીને ઘટત્વનું વિધાન કરવામાં આવે છે. યદ્યપિ કુંભ અને ઘટ શબ્દના અર્થમાં કોઈ ફરક નથી. તેમ છતાં ઉપરોક્ત સ્થળે ઉદેશ્ય-વિધેયભાવ સહુ કોઈને સંમત છે. પરંતુ “કુંભત્વ અને ઘટત્વ એક હોવાથી ઉદેશ્યતાઅવચ્છેદક અને વિધેય વચ્ચે કોઈ તફાવત ન રહેવાથી ઉદેશ્ય-વિધેયભાવ કઈ રીતે સંગત થઈ શકે ?” આ પ્રશ્નનું સમાધાન એ છે કે ઉપરોક્ત સ્થળે “ઘટ’ પદ ઘટ તરીકે જેનો વ્યવહાર થાય તેને બતાવવામાં તત્પર છે. મતલબ કે “કુંભ એ ઘડો છે' - આ પ્રકારે જે જવાબ આપવામાં આવેલ છે, તેનું અર્થઘટન એવું થાય છે