________________
९६६ 0 श्रीजिनभद्रगणिमतद्योतनम् ।
८/१३ તે કહેતાં, એ સૂત્ર કિમ મિલઈ ?
तत्राऽऽद्यं द्रव्यांशं पर्यायास्तिकनयो न मन्यते, पर्यायातिरिक्ताऽऽधारस्य तन्मते कल्पितत्वात् ।
नाऽपि द्वितीयम्, तन्मते पूर्वाऽपरपरिणामयोः विनष्टाऽनुत्पन्नत्वेनाऽसत्त्वात्, पूर्वापरपरिणामसाधारणवस्तुनोऽसत्त्वात्।
नाऽपि तृतीयम्, तन्मते सर्वेषां पर्यायाणां स्वलक्षणत्वेन सादृश्यस्यैवाऽसत्त्वात् । ततश्च ऋजुसूत्रस्य 7 पर्यायास्तिकनयत्वे त्रिविधान्यतरद्रव्यांशाऽग्राहकत्वेन द्रव्यावश्यकप्रतिपादकत्वमेव न स्यात् । ततश्चोक्तम् क अनुयोगद्वारसूत्रवचनं कथं सङ्गच्छेत ? तस्माद् ऋजुसूत्रः द्रव्यार्थिकनयतया वक्तव्यः । न चैवमनुयोगद्वारसूत्रविरोधपरिहारेऽपि पूर्वं (६/१३) क्षणिकपर्यायवादी सूक्ष्मणुसूत्रः कियत्का
પર્યાયાર્થિકનસમાં દ્રવ્યાંશ અસ્વીકાર્ય (ાત્રા.) ઉપરોક્ત ત્રણ પ્રકારના દ્રવ્યાંશમાંથી વર્તમાનપર્યાયઆધાર સ્વરૂપ પ્રથમ પ્રકારના દ્રવ્યાંશને પર્યાયાસ્તિક માનતો નથી. કારણ કે તેના મતે પર્યાયથી અતિરિક્ત આધાર વાસ્તવિક નથી, કલ્પિત છે.
(નાગરિ.) તથા ઊર્ધ્વતાસામાન્ય સ્વરૂપ બીજા પ્રકારના દ્રવ્યાંશને પણ પર્યાયાર્થિક માનતો નથી. કારણ કે ઊર્ધ્વતા સામાન્ય તો પૂર્વાપર પરિણામમાં અનુગત મૃત્તિકા આદિ દ્રવ્યસ્વરૂપ છે. તથા પર્યાયાર્થિકના મતે પૂર્વપરિણામ = પૂર્વકાલીન પર્યાય વિનષ્ટ હોવાથી વર્તમાનમાં હાજર નથી. તથા અપરપરિણામ = ભવિષ્યકાલીન પર્યાય અનુત્પન્ન હોવાથી વર્તમાનમાં હાજર નથી. તેથી પૂર્વાપરપરિણામમાં અનુગત એવું દ્રવ્ય (=વસ્તુ), પર્યાયાર્થિકનયના મતે સંભવતું નથી. તેથી બીજા પ્રકારનો દ્રવ્યાંશ પણ પર્યાયાર્થિક માન્ય નથી.
(.) ત્રીજા પ્રકારના દ્રવ્યાંશને પણ પર્યાયાર્થિક સ્વીકારતો નથી. ત્રીજા પ્રકારનો દ્રવ્યાંશ તિર્યસામાન્ય છે. તથા તિર્યસામાન્ય સાદડ્યુઅસ્તિત્વ સ્વરૂપ છે. પર્યાયાર્થિકના મતે તમામ પર્યાયો સ્વલક્ષણસ્વરૂપ = પરસ્પર અત્યંત વિલક્ષણ = વિશેષાત્મક જ હોય છે. કોઈ પણ બે પર્યાય સરખા હોતા નથી. તેથી પર્યાયાર્થિકના મતે સાદૃશ્ય = તુલ્યપરિણામ જ અસત્ છે. તેથી સાદૃશ્યઅસ્તિત્વ સ્વરૂપ તિર્યસામાન્ય નામના ત્રીજા દ્રવ્યાંશને પણ પર્યાયાર્થિક માનતો નથી. આ ત્રણ પ્રકારના દ્રવ્યાંશ સિવાય ચોથા પ્રકારે દ્રવ્યાંશ સંભવતો નથી. તેથી ઋજુસૂત્ર જો પર્યાયાર્થિક હોય તો ઉપરોક્ત ત્રણ પ્રકારના દ્રવ્યાંશમાંથી એક પણ પ્રકારના દ્રવ્યાંશને તે સ્વીકારશે નહિ. કેમ કે પર્યાયાસ્તિક પદાર્થગત કોઈ પણ પ્રકારના દ્રવ્યાંશને માનવા તૈયાર નથી. તેથી ઋજુસૂત્ર જો પર્યાયાર્થિક હોય તો તે દ્રવ્યાંશગ્રાહક ન હોવાથી દ્રવ્ય આવશ્યકનું પ્રતિપાદન કરી નહિ શકે. તથા તેવું માનવામાં આવે તો “ઋજુસૂત્રના મતે એક અનુપયુક્ત સામાયિક આદિ આવશ્યક એટલે એક દ્રવ્યઆવશ્યક” – આવું પ્રતિપાદન કરનાર અનુયોગદ્વારસૂત્ર કઈ રીતે સંગત થશે ? તેની સાથે વિરોધ ન આવે તે માટે ઋજુસૂત્રને દ્રવ્યાર્થિક કહેવો જરૂરી છે.
શંકા :- (ર ) ઋજુસૂત્રને દ્રવ્યાર્થિક કહેવા દ્વારા અનુયોગદ્વારસૂત્ર સાથે વિરોધનો પરિહાર ભલે થઈ જાય. પરંતુ પૂર્વે છઠ્ઠી શાખાના ૧૩ મા શ્લોકમાં જે વાત કહેલી તેની સાથે તમારે વિરોધ આવશે. ત્યાં જણાવેલ છે કે “ક્ષણિક પર્યાયને માને-બોલે તે સૂક્ષ્મ ઋજુસૂત્રનય. તથા અલ્પ કાળ સુધી રહેનાર