________________
મારવા મ
☼ देवसेनस्य चतुर्दशमूलनयापत्तिः
८/१०
.
तदुक्तं तत्त्वार्थराजवार्त्तिके अकलङ्काचार्येण अपि " धर्मान्तरविवक्षाप्रापितप्राधान्यम् અર્પિતમ્ । अनेकात्मकस्य वस्तुनः प्रयोजनवशाद् यस्य कस्यचिद् धर्मस्य विवक्षया प्रापितप्राधान्यम् अर्थरूपम् अर्पितम् उपनीतमिति यावत् (त. रा. वा. ५ / ३२ / १) । तद्विपरीतम् अनर्पितम् । प्रयोजनाभावात् सतोऽपि अविवक्षा भवति इति उपसर्जनीभूतम् = अनर्पितमित्युच्यते” (त. रा.वा. ५/३२/२) इति । तत्त्वार्थश्रुतसागरीवृत्त्यादावपि (५ / ३२) अयमेव आशय प्रकटीकृतः । ततश्च द्रव्यार्थ - पर्यायार्थयोः नैगमादिनयेभ्यः पार्थक्येन निरूपणे अर्पितानर्पितनयावपि तेभ्यः पृथगेव निरूपणीयौ स्याताम् ।
उपलक्षणाद् अर्थनय-व्यञ्जननयावपि चतुर्थशाखायां त्रयोदशश्लोकव्याख्यायाम् “एवं सत्तवियप्पो” (स.त.१/४९) इत्यादिरूपेण सम्मतितर्कसंवादोपदर्शितौ मूलनयविभागे द्रव्यार्थिक-पर्यायर्थिकनयवत् पार्थक्येन * દિગંબરમત મુજબ અર્પિત-અનર્પિતવિચાર
(તલુŕ.) માત્ર શ્વેતાંબરમત મુજબ જ નહિ, પરંતુ દિગંબરમત અનુસાર પણ ‘અર્પિતત્વ અને અનર્પિતત્વ જ્ઞેય પદાર્થના ગુણધર્મ છે' - તેવું સિદ્ધ થાય છે. તેથી જ તત્ત્વાર્થરાજવાર્તિક ગ્રંથમાં દિગંબર આચાર્ય અકલંકસ્વામીએ પણ જણાવેલ છે કે “વસ્તુમાં રહેલા અન્ય ગુણધર્મોની વિવક્ષા દ્વારા જે વસ્તુસ્વરૂપ પ્રાધાન્યને પ્રાપ્ત કરે છે તે અર્પિત કહેવાય છે. કહેવાનો મતલબ એ છે કે વસ્તુ અનેકાંત સ્વરૂપ છે. અનેકધર્માત્મક એવી વસ્તુમાં રહેલા જે કોઈ ગુણધર્મોની વિશેષપ્રકારના પ્રયોજનના લીધે વિવક્ષા કરવામાં આવે ત્યારે તેવી વિવક્ષાથી વસ્તુનું જે સ્વરૂપ મુખ્યતાને ધારણ કરે છે, તે વસ્તુસ્વરૂપ અર્પિત ઉપનીત કહેવાય છે. તથા તેનાથી વિપરીત એવું જે વસ્તુસ્વરૂપ હોય તે અનર્પિત કહેવાય છે. મતલબ કે વસ્તુમાં અનેક ધર્મો રહેલા હોવા છતાં પણ જે ગુણધર્મને દર્શાવવાનું વક્તાને પ્રયોજન ન હોય તે ગુણધર્મ વસ્તુમાં રહેલો હોવા છતાં પણ વક્તા તેની વિવક્ષા કરતા નથી. તેથી અવિવક્ષિત ધર્માત્મક વસ્તુસ્વરૂપ ગૌણ બની જાય છે. તેથી વસ્તુનું તેવું સ્વરૂપ અનર્પિત કહેવાય છે.” શ્રુતસાગર નામના દિગંબરાચાર્યએ તત્ત્વાર્થસૂત્રની જે વૃત્તિ બનાવી છે તે તત્ત્વાર્થશ્રુતસાગરી વ્યાખ્યા તરીકે પ્રસિદ્ધ છે. તત્ત્વાર્થની શ્લોકવાર્તિક વગેરે અન્ય દિગંબર વ્યાખ્યાઓ પણ જાણીતી છે. તેમાં પણ ઉપર મુજબનો જ આશય પ્રગટ કરવામાં આવેલ છે. આ રીતે દિગંબરમત મુજબ પણ અર્પિતત્વ અને અનર્પિતત્વ શેય પદાર્થમાં રહે છે - તેમ સિદ્ધ થાય છે. તેથી નૈગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય જુદાં છે - તેવું નિરૂપણ કરવામાં આવે તો નૈગમ આદિ નયો કરતાં અર્પિતનય અને અનર્પિતનય પણ જુદાં જ છે' - તેવું નિરૂપણ કરવું જરૂરી બની જાય છે.
છે ચૌદ નયની આપત્તિ છ
९४६
=
=
=
(૩૫.) અહીં સ્વતંત્ર મૂળનય તરીકે અર્પિત અને અનર્પિત નયનો ઉલ્લેખ કરવાની જે આપત્તિ આપેલ છે, તે તો ઉપલક્ષણ છે. તેથી નૈગમ આદિ નયો કરતાં ભિન્ન અર્થનય અને વ્યંજનનય (=શબ્દનય) પણ સ્વતંત્રરૂપે મૂળનય તરીકે દર્શાવવા જરૂરી બની જશે. ચોથી શાખાના તેરમા શ્લોકમાં સંમતિતર્કગ્રંથની ‘ત્ત્વ સવિયો’(સં.ત.૧૫૪૯) ગાથાના સંવાદ દ્વારા સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર નામના ત્રણ અર્થનય તથા શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નામના ત્રણ વ્યંજનનય = શબ્દનય છે' - આ પ્રમાણે જે જણાવેલ છે,