________________
८९८० मिश्रोपचरिताऽसद्भूतव्यवहारोपयोग: सावधानतया कार्य: ० ७/१८ - यदाकदाचित् शिरोवेदना प्रादुर्भवेत्, यथाकथञ्चिद् उदरशूलं पीडयेत्, यथेच्छं कर-पादादयः अस्मान् ' बाधेरन्, यत्रक्वचित् हृदयमुपरमेत् । इत्थमस्मदीयदेहाऽङ्गादिष्वपि स्वकीयस्वामित्वविरहे कुतः वप्र ૧ -નીર-રાચ-રાષ્ટ્રષ્યિસ્મHTધપત્ય સન્મવેત્ ? स इदं यथावस्थितरूपेण चेतसिकृत्य प्रयोजनविशेषसत्त्वे एव ‘मदीयो देशः, मदीयं राज्यमि'त्यादय र्श औपचारिकव्यवहाराः तुष-व्रीहिन्यायभावितान्तःकरणतया कार्याः, अन्यथा ममत्वावर्तनिमज्जनतो - मिथ्यात्वघोराऽन्धकारगहनदीर्घभवाटवीभ्रमणं नैवाऽसुलभमित्यवधेयम् । तादृशोपचाराऽनाश्रयणे तु
“अणंतनाणं, अणंतदसणं, अणंतसम्मत्तं, अणंतो आणंदो, अणंतं च विरीयं च त्ति पंचाणंतगं” (दी.क.पृ.१५) " इति अपापाबृहत्कल्पाऽपराऽभिधाने दीपोत्सवकल्पे श्रीजिनप्रभसूरिणा दर्शिता सिद्धगुणसम्पत् सुलभा
ચાત્ II૭/૧૮ાા. નથી. ગમે ત્યારે માથું દુઃખે, ગમે તે રીતે પેટમાં શૂળ ઉપડે, ગમે ત્યારે મનસ્વીપણે હાથ-પગ તૂટે, ગમે ત્યાં હૃદય બંધ પડી જાય. જો આ રીતે આપણાં શરીર ઉપર પણ આપણું સ્વામિત્વ ન હોય તો ગઢ, નગર, રાજ્ય કે રાષ્ટ્ર ઉપર આપણું વર્ચસ્વ કઈ રીતે હોઈ શકે ?
૪ ફોતરા છોડો, ધાન્ય સ્વીકારો છે (રૂદ્ર) આ બાબતને બરોબર ખ્યાલમાં રાખીને વિશેષ પ્રકારનું પ્રયોજન હોય તો જ “મારો દેશ, ! મારું રાજ્ય વગેરે ઔપચારિક વ્યવહાર કરવો. તે પણ તુષ-વ્રીહિન્યાયથી અંતઃકરણને ભાવિત કરીને કરવો. જેમ ઘઉં અને ફોતરા મિશ્ર હોય ત્યારે ડાહ્યો માણસ ફોતરા છોડીને ઘઉંને અલગ તારવી લે છે. ફોતરાને છૂટા પાડીને ઘઉં લેવા શક્ય ન હોય ત્યારે ફોતરાથી મિશ્રિત ઘઉંને ડાહ્યો માણસ કદાચ સંયોગવિશેષમાં ખરીદે તો પણ ઘઉંની કિંમત જેટલી ફોતરાની કિંમત તેના મગજમાં હોતી નથી. તે કદાપિ ઘઉં તુલ્ય મૂલ્યાંકન ફોતરાનું કરતો નથી. ખરીદી પછી ઘઉંમાંથી ફોતરાને દૂર કરવાની ક્રિયામાં તે લાગી જાય છે. તેમ ફોતરા જેવા દેશ-રાજ્ય-શરીર સાથે ઘઉં તુલ્ય આત્માનો સંબંધ વિચારી આત્મજ્ઞાની અનિવાર્ય પરિસ્થિતિમાં ઉપરોક્ત વ્યવહાર સાવધાનીથી કરતા હોય છે. અન્યથા મમત્વના વમળમાં અટવાઈને, મિથ્યાત્વના ઘોર અંધકારમાં ફસાઈને દીર્ઘ ભવાટવીમાં ભૂલા પડતાં વાર લાગે નહિ. આ બાબતની આત્માર્થી જીવે કાળજી રાખવી. તેવા ઉપચારોનો રુચિપૂર્વક આશ્રય કરવામાં ન આવે તો દીપોત્સવકલ્પમાં દર્શાવેલ સિદ્ધોની ગુણસંપત્તિ સુલભ થાય. શ્રીજિનપ્રભસૂરિજીએ રચેલ દીપોત્સવકલ્પનું બીજું નામ અપાપાબૃહત્કલ્પ છે. ત્યાં જણાવેલ છે કે “(૧) અનંત જ્ઞાન, (૨) અનંત દર્શન, (૩) અનંત સમ્યક્ત, (૪) અનંત આનંદ અને (૫) અનંત શક્તિ - આ પાંચેય સિદ્ધો પાસે અનંત હોય છે.” (૭/૧૮)
1. अनन्तज्ञानम्, अनन्तदर्शनम्, अनन्तसम्यक्त्वम्, अनन्त आनन्दः, अनन्तं च वीर्यञ्चेति पञ्चाऽनन्तकम्।