________________
* वीतरागज्ञाने वीतरागपरिणतिः
७ /१५
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ज्ञान-दर्शनात्मक उपयोगः यदा यं पदार्थं स्वविषयीकरोति तदा स तत्स्वरूपः सम्पद्यते, यथा जीवज्ञाने सति ज्ञानं जीवस्वरूपं भवति, वीतरागज्ञाने सति ज्ञानं रा वीतरागस्वरूपं भवति, रागिज्ञाने च सति ज्ञानं रागिस्वरूपं भवति । तथा यत्स्वरूपं ज्ञानं भवति म् आत्माऽपि तत्स्वरूपेणैव परिणमति । कलत्र-पुत्रादिगोचरप्रियपरिचयकरणे हि तद्वियोगादिपीडा ध्रुवा | इदमभिप्रेत्य त्रिषष्टिशलाकापुरुषचरित्रे श्रीसुपार्श्वनाथदेशनायां “सम्बन्धानात्मनो जन्तुर्यावतः कुरुते प्रियान् । तावन्तो हृदये तस्य जायन्ते शोकशङ्कवः । । ” (त्रि.श.च.३/५/१०३) इत्युक्तम् । ततश्च राग-द्वेषादिरूपेण क स्वात्मानम् अपरिणमय्य वीतरागतया परिणमनमिच्छता आत्मार्थिना काञ्चन - कामिनी- कामवासना र्णि -कीर्त्ति-कायादिगोचरप्रियत्वप्रकारकज्ञाननिमग्नतामपहाय देव- गुर्वादितत्त्वत्रय - ज्ञानादिरत्नत्रयबोधका सम्प्राप्तयेऽहर्निशमादरेण यतितव्यमिति हितोपदेशो ध्वन्यतेऽत्र । तदनुसरणेन च “ कल्याणरूपः परमो - ડવવર્ષ:” (અ.ત.૨/૩૬) કૃતિ. અધ્યાત્મતત્ત્વાનોજો મોક્ષઃ પ્રત્યાક્ષત્રઃ સ્વાત્।।૭/૧||
ST
DE
प
3
८८०
→ જ્ઞેય-જ્ઞાન-જ્ઞાતાનો સંબંધ સમજીએ કે
આધ્યાત્મિક ઉપનય :- જ્ઞાન-દર્શનસ્વરૂપ ઉપયોગ જે સમયે જે પદાર્થનું અવગાહન કરે છે તે સમયે તે ઉપયોગ તે સ્વરૂપે બની જાય છે. જેમ કે જીવનું જ્ઞાન થાય તો જ્ઞાન જીવસ્વરૂપ બને, વીતરાગનું જ્ઞાન થાય તો જ્ઞાન વીતરાગસ્વરૂપ બને, રાગીનું જ્ઞાન કરવામાં આવે તો જ્ઞાન રાગીસ્વરૂપ બને છે. તથા જે સ્વરૂપે જ્ઞાન પરિણમે છે, તે સ્વરૂપે જીવ પણ પરિણમે છે. પત્ની, પુત્ર વગેરેનો સુ પ્રિયસ્વરૂપે પરિચય કરવામાં આવે તો તેના વિયોગમાં માનસિક આઘાત-પ્રત્યાઘાતાદિ પીડા નિશ્ચિત સમજવી. આ જ અભિપ્રાયથી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં શ્રીહેમચન્દ્રસૂરિજીએ શ્રીસુપાર્શ્વનાથ પ્રભુની | દેશનાને જણાવવાના અવસરે કહેલ છે કે જીવ જેટલા પોતાના સંબંધોને પ્રિય કરે છે, તેટલા શોકના શૂળ તેના હૃદયમાં પેદા થાય છે.' તેથી પોતાના આત્માનું રાગ-દ્વેષાદિરૂપે પરિણમન કર્યા વિના સ્વયં વીતરાગસ્વરૂપે પરિણમી જવા માટે ઝંખનારા સાધકે કંચન-કામિની-કામવાસના-કીર્તિ-કાયા વગેરે સંબંધી પ્રિયપણાની બુદ્ધિમાં ઊંડા ઉતરવાને બદલે પંચપરમેષ્ઠીની, દેવ-ગુરુ આદિ તત્ત્વત્રયની અને જ્ઞાનાદિરત્નત્રયની હાર્દિક જાણકારી મેળવવા માટે રાત-દિવસ અહોભાવપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ - તેવો હિતકારી ઉપદેશ અહીં ધ્વનિત થાય છે. તે ઉપદેશને અનુસરવાથી અધ્યાત્મતત્ત્વાલોક ગ્રંથમાં ન્યાયવિજયજીએ દર્શાવેલ કલ્યાણસ્વરૂપ પરમ મુક્તિ નજીક આવે. (૭/૧૫)
લખી રાખો ડાયરીમાં......જ
•
બુદ્ધિ પાપનો ઉદય ન થાય તેની સાવધાની રાખે છે.
શ્રદ્ધા પાપનો બંધ ન થાય તેની તકેદારી રાખે છે.
બુદ્ધિને શરીરના નિરીક્ષણની અભિલાષા છે.
શ્રદ્ધાને આત્માના પરીક્ષણની અને સંશોધનની ઝંખના છે.