________________
८२५
• 'आत्मनो ज्ञानम्' इति वाक्यविमर्श: 2 सद्भूतत्वमवसेयम् । न ह्यत्राऽन्यद्रव्येऽपरद्रव्यगुणः आरोप्यते, येन द्रव्यान्तरसंयोगोऽत्राऽपेक्ष्येत, प केवलज्ञान-मतिज्ञानादीनामात्मन एव गुणत्वात् ।।
तदुक्तं भगवतीसूत्रे '“कतिविहे णं भंते ! नाणे पन्नत्ते ? गोयमा ! पंचविहे नाणे पन्नत्ते, तं जहा- - મળવોદિયનાળે, સુયનાળે, સોદિનાને, મા૫ર્ક્સવનાને, વત્તના(મ.પૂ.શ. ૮ ૩.૨ સૂત્ર-રૂ૭૮) તિા ' पञ्चविधज्ञानस्यात्मगुणतया न तन्निरूपणार्थमन्यद्रव्योल्लेखावश्यकतेत्याशयः।
'आत्मनो ज्ञानमिति वाक्यं तु गुण-गुणिभेदविषयकत्वेन शुद्धाशुद्धत्वनिरपेक्षसद्भूतव्यवहारोपनयतया अवगन्तव्यम्।
न चान्यतरस्मिन्नसमावेशाद् विभागन्यूनताऽऽपत्तिरिति वाच्यम्, ક્રમશઃ શુદ્ધ અને અશુદ્ધ વ્યવહાર એક જ આત્મદ્રવ્યમાં પ્રવૃત્ત થાય છે. એક દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણને આરોપિત કરીને તેને બતાવવાનું કાર્ય પ્રસ્તુત વ્યવહાર કરતો નથી. કેવલજ્ઞાન કે મતિજ્ઞાન વગેરેને બતાવવા માટે પ્રસ્તુત વ્યવહાર અન્ય દ્રવ્યના સંયોગની અપેક્ષા રાખતો નથી. કેમ કે કેવલજ્ઞાન અને મતિજ્ઞાનાદિ આત્માના જ ગુણો છે, જડ દ્રવ્યના નહિ. તેથી આત્મભિન્ન દ્રવ્યના ઉલ્લેખપૂર્વક કેવલજ્ઞાન કે મતિજ્ઞાનાદિ ગુણોનો ઉપન્યાસ કરવાની આવશ્યકતા પ્રસ્તુતમાં રહેતી નથી. આથી આ વ્યવહાર સભૂત સમજવો.
(દુ) ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરસ્વરૂપે કહેલ છે કે “હે ભગવંત ! જ્ઞાન કેટલા પ્રકારના બતાવેલા છે? હે ગૌતમ! જ્ઞાન પાંચ પ્રકારના બતાવેલા છે. તે આ રીતે (૧) આભિનિબોધિક (= મતિ) જ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન.' મતલબ કે જ્ઞાન આત્માનો ગુણ છે તથા તે પાંચ પ્રકારે છે. તેથી તેના નિરૂપણ માટે આત્મભિન્ન અન્ય દ્રવ્યનો ઉલ્લેખ કરવાની આવશ્યકતા રહેતી નથી.
પ્રમ:- “કેવલજ્ઞાન આત્માનો ગુણ છે' - આ વાક્ય શુદ્ધ સભૂતવ્યવહાર છે. “મતિજ્ઞાનાદિ આત્માના તો ગુણ છે' - આ વચન અશુદ્ધ સભૂતવ્યવહાર છે. આ સમજાય છે. પરંતુ “જ્ઞાન આત્માનો ગુણ છે”આ વાક્ય કયા વ્યવહારરૂપે સમજવું ? કારણ કે અહીં ગુણની શુદ્ધિનો કે અશુદ્ધિનો ઉલ્લેખ નથી. એ
૪ “જ્ઞાન આત્માનો ગુણ” વાક્યવિચાર પ્રત્યુતર (‘નાત્મનો.) :- “જ્ઞાન આત્માનો ગુણ છે' - આવું વાક્ય શુદ્ધત્વથી કે અશુદ્ધત્વથી નિરપેક્ષ એવા સભૂત વ્યવહાર સામાન્ય તરીકે સમજવું. કેમ કે તેના વિષયભૂત જ્ઞાનમાં શુદ્ધત્વનો કે અશુદ્ધત્વનો નિર્દેશ કરવામાં આવેલ નથી. પરંતુ ગુણ-ગુણીના ભેદને તે પોતાનો વિષય બનાવે છે. આ વાક્યમાં ભેદબોધક છઠ્ઠી વિભક્તિનો નિર્દેશ કરવામાં આવેલ છે. તેથી તે વાક્યને સભૂત વ્યવહાર સામાન્ય તરીકે ઓળખવામાં કોઈ બાધ જણાતો નથી.
શંકા :- (વા.) જીવના ભેદ બતાવ્યા પછી કોઈ જીવનો તે વિભાગમાં સમાવેશ ન થઈ શકે તો જેમ તે જીવવિભાગ ન્યૂનતાદોષવાળો કહેવાય. તેમ પ્રસ્તુતમાં સદ્ભુત વ્યવહાર ઉપનયના બે પ્રકાર દર્શાવ્યા
1. कतिविधानि भदन्त ! ज्ञानानि प्रज्ञप्तानि ? गौतम! पञ्चविधानि ज्ञानानि प्रज्ञप्तानि, तद् यथा - आभिनिबोधिकज्ञानम्, श्रुतज्ञानम्, अवधिज्ञानम्, मनापर्यवज्ञानम्, केवलज्ञानम् ।