________________
८०४० चरमनयाऽनङ्गीकारे संशय-विपर्ययादिप्रसङ्गः २ ६ /१५ राजशब्दवाच्यक्रियाऽनाविष्टत्वात् । तथापि तस्य राजत्वे भिक्षुकादीनामपि राजत्वं स्यात्, अविशेषात् ।
तदुक्तं विशेषावश्यकभाष्ये “एवं जह सद्दत्थो संतो भूओ तदन्नहाऽभूओ। तेणेवंभूयनओ सद्दत्थपरो विसेसेणं ।।” * (વિ.કા.મા.૨૨૧૩) તિા
__ अयमस्याभिप्रायः - यदि राजनक्रियाविकलोऽपि राजा स्यात् तर्हि (१) राजशब्दे समुच्चारिते शे किमनेन राजनक्रियाऽऽविष्टोऽर्थोऽभिहितः यदुत भिक्षुकादिः ? इति संशयः प्रसज्येत । (२) यद्वा - भिक्षुकादिस्तेनाऽभिहितो न राजा इति विपर्ययः स्यात् । (३) तथा 'भिक्षुः' इत्युक्ते राजनि ‘राजा'
इत्युक्ते च भिक्षुके प्रत्ययात् पदार्थानामेकत्वम्, (४) साङ्कर्यं वा भवेत् । ततः शब्दाभिधेयक्रियाऽऽविष्टमेव वस्तु तच्छब्दाभिधेयतया सदित्यभ्युपगन्तव्यम् । કારણ કે “રાજા' શબ્દથી જણાવાતી ક્રિયા ત્યારે તેનામાં નથી. જો છત્ર, ચામર વગેરે વિભૂતિથી જે વ્યક્તિ શોભતી ન હોય તેને પણ રાજા કહેવામાં આવે તો ભિખારી વગેરે પણ રાજા થઈ જશે. કારણ કે તે પણ છત્ર, ચામર વગેરે વિભૂતિની શોભાથી રહિત છે. વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “પર્વ = જે પ્રમાણે શબ્દનો વાચ્યાર્થ ભૂત = હાજર હોય તે પ્રમાણે તે શબ્દના વાચ્યાર્થરૂપે વસ્તુ સત્ કહેવાય. અન્યથા અસત્ કહેવાય. આવી માન્યતા અંતિમ નય ધરાવે છે. તેથી તેને એવંભૂતનય કહેવાય છે. આ રીતે એવંભૂતનય શબ્દવાઓ ક્રિયાને વસ્તુમાં જોવા માટે વિશેષરૂપે તત્પર છે.”
હS એભૂતમતમાં ચાર દોષનો ત્યાગ 69. (નિ.) એવંભૂતનયનો અભિપ્રાય એવો છે કે છત્ર, ચામર આદિ નિમિત્તક શોભા સ્વરૂપ રાજન - ક્રિયાથી રહિત વ્યક્તિ પણ જો રાજા તરીકે માન્ય હોય તો અમુક વ્યક્તિને ઉદેશીને રાજા શબ્દનો છે પ્રયોગ કરવામાં આવે ત્યારે (૧) શ્રોતાને એવો સંશય પડશે કે “આ વક્તા રાજન ક્રિયાથી યુક્ત લ્લા એવા પદાર્થને કહે છે (જણાવે છે) કે તેવી ક્રિયાથી શૂન્ય ભિખારી વગેરેને ?' કારણ કે “રાજન ક્રિયાથી
રહિત વ્યક્તિને પણ રાજા તરીકે ઓળખાવી શકાય' - આવુ તમારું મંતવ્ય છે. (૨) અથવા તો ‘વક્તાએ સ ભિખારીને જણાવેલ છે, રાજાને નહિ- આ પ્રમાણે વિપર્યય = ગેરસમજ શ્રોતાને થઈ શકે છે. કારણ કે “રાજનક્રિયાશૂન્ય વ્યક્તિને રાજા તરીકે ઓળખાવી શકાય' - આવો તમારો અભિગમ શ્રોતાને ખબર છે. (૩) અથવા તો “ભિક્ષુ' શબ્દ કહેવામાં આવશે ત્યારે રાજાની બુદ્ધિ અને “રાજા' કહેવામાં આવશે ત્યારે ભિખારીની બુદ્ધિ થવાથી “રાજા' શબ્દનો અર્થ અને “ભિખારી' શબ્દનો અર્થ એક = અભિન્ન થવાની આપત્તિ આવશે. (૪) અથવા તે બન્ને શબ્દના અર્થ પરસ્પર સંકીર્ણ થવાની આપત્તિ આવશે. કારણ કે “રાજન ક્રિયાથી યુક્ત હોય કે ન હોય તેવી અવસ્થામાં પણ (શ્રેણિક, કૃષ્ણ, રામચંદ્રજી વગેરે) વ્યક્તિને રાજા તરીકે ઓળખાવી શકાય' - આવો તમારો અભિપ્રાય શ્રોતાને ખ્યાલમાં છે. મતલબ કે રાજન ક્રિયા વિનાની વ્યક્તિને પણ જો રાજા કહી શકાય તો રાજા અને ભિખારીમાં ફરક શું પડે ? તે બન્ને એક જ થઈ જશે. અથવા રાજાનું સ્વરૂપ ભિખારીમાં પણ રહેવું જોઈએ. તેવું બને તો રાજાનું અને ભિખારીનું સ્વરૂપ સંકીર્ણ જ બની જાય. આમ ઉપરોક્ત ચાર દોષ આવવાના કારણે, તે તે 1. एवं यथा शब्दार्थः सन् भूतः तदन्यथाऽभूतः। तेनैवम्भूतनयः शब्दार्थपरो विशेषेण ।।