________________
क्षमाश्रमण-मुनि-दान्तादिपदार्थपरिणमनोद्यम आवश्यकः
૬/૪
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम्- 'जिनवाणीं शृणोमीत्यहं श्रावकः सञ्जातः । श्रावकत्वादेव चाऽहं देशविरतः श्रमणोपासकः पञ्चमगुणस्थानकवर्ती च सञ्जातः' इत्येवं न जातु मन्तव्यमिति प समभिरूढनय उपदिशति । यो जिनवाणीं शृणोति स श्रावकः, श्रावकाणुव्रतानि धारयति स रा देशविरतिधरः, श्रमणान् उपास्ते स श्रमणोपासकः । इत्थं ज्ञानगर्भितप्रवृत्त्या अप्रत्याख्यानावरणकषायक्षयोपशमे सञ्जाते स पञ्चमगुणस्थानकवर्ती इति व्यपदिश्यते इति समभिरूढनयमतमवगम्य
८०२
म
र्श सद्गृहस्थैः केवलां जिनवाणीं श्रुत्वा नोपरन्तव्यम्, अपि तु देशविरत-श्रमणोपासकादिशब्दवाच्यार्थता
सम्पत्तये यतितव्यमादरेण ।
不可
एवमेव दीक्षाग्रहणमात्रेण 'अहं दीक्षित' इति कृत्वा 'अहं क्षमाश्रमण - मुनि-दान्त-यति-महात्म णि -योगि-निर्ग्रन्थाऽनगार- वाचंयमादितया संवृतः' इति न मन्तव्यं दीक्षितैः किन्तु क्षमा- मौन - हृषिकदमनादिगुणपरिप्राप्तिपरायणतया भवितव्यम् । एतादृशसमभिरूढनयोपदेशग्रहणतः “तनुकरणादिविरहितं तच्चाऽचिन्त्यगुणसमुदयं सूक्ष्मम् । त्रैलोक्यमस्तकस्थं निवृत्तजन्मादिसङ्कलेशम् ।।” ( षो. प्र. १५/१३) इति षोडशकप्रकरणे श्रीहरिभद्रसूरिव्यावर्णितं मोक्षं शीघ्रं दीक्षितो लभते । । ६ /१४ ।।
શ્રીશીલાંકાચાર્યજીએ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં અંતે જે જણાવેલ છે તેનું અહીં વાચકવર્ગે અનુસંધાન કરવું. * સમભિરૂઢનયનો આધ્યાત્મિક ઉપદેશ
આધ્યાત્મિક ઉપનય :- ‘હું જિનવાણી સાંભળું છું. માટે શ્રાવક છું. તથા શ્રાવક હોવાથી જ હું દેશવિરતિધર, શ્રમણોપાસક, પંચમગુણસ્થાનવર્તી થઈ ગયો' - આવું માનવાની કદાપિ ભૂલ ન કરવી. આવો બોધપાઠ સમભિરૂઢનય આપે છે. જિનવાણી સાંભળે તેને શ્રાવક કહેવાય. શ્રાવકના અણુવ્રત આદિ સ્વીકારે તેને દેશવિરતિધર કહેવાય. સાધુ ભગવંતોની ઉપાસના કરે તે શ્રમણોપાસક કહેવાય. આમ જ્ઞાનગર્ભિત સાધના કરતાં કરતાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ક્ષયોપશમ થતાં પાંચમા ગુણસ્થાનકે પહોંચે તેને પંચમગુણસ્થાનકવર્તી કહેવાય. તેથી માત્ર જિનવાણી સાંભળીને અટકી ન જવું. પણ દેશવિરતિધર વગેરે શબ્દના વાચ્યાર્થરૂપે પરિણમવા માટે પણ સક્રિય રહેવું જોઈએ.
..
(a.) આ જ રીતે સાધુ ભગવંતોએ પણ સમજી લેવું કે ‘મેં દીક્ષા લીધી. માટે હું દીક્ષિત થયો. પરંતુ એટલા માત્રથી જ હું ક્ષમાશ્રમણ, મુનિ, દાંત, યતિ, મહાત્મા, યોગી, નિર્ધન્થ, અણગાર, વાચેંયમ, સંયત, ષષ્ઠ-સપ્તમગુણસ્થાનવર્તી બની નથી ગયો. ક્ષમાશ્રમણ વગેરે શબ્દના વાચ્યાર્થસ્વરૂપે પરિણમવા માટે મારે ક્ષમા, મૌન, ઈન્દ્રિયદમન વગેરે ગુણોને આત્મસાત્ કરવાનો દૃઢ પ્રયત્ન કરવો જરૂરી છે’
આવો સમભિરૂઢનયનો ઉપદેશ જે ગ્રહણ કરે, તે ઝડપથી મોક્ષે પહોંચે. ષોડશકપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિજીએ મોક્ષના સ્વરૂપને જણાવતાં કહેલ છે કે ‘તે મુક્તાત્મસ્વરૂપ શરીર-ઈન્દ્રિયાદિરહિત, અચિંત્યગુણસમુદાયાત્મક, સૂક્ષ્મ, ત્રૈલોક્યમસ્તકભાગવર્તી જન્માદિસંક્લેશશૂન્ય હોય છે.' (૬/૧૪)
=