________________
* व्यवहारे विषयविभागपूर्वकप्रतिपादनमुचितम्
૬/૨
वस्तुतः अशुद्धाऽनेकद्रव्याभ्युपगमाद् नैगम-व्यवहारौ अशुद्धद्रव्यार्थिकतया ज्ञेयौ, सङ्ग्रहश्च प शुद्धद्रव्यार्थिकतया ज्ञेयः, शुद्धाऽखण्डद्रव्याभ्युपगमपरत्वात् । इदमभिप्रेत्य अनुयोगद्वारवृत्तौ श्रीहेमचन्द्रसूरिभिः “ द्रव्यास्तिकोऽपि सामान्यतो द्विविधः (૧) વિશુદ્ધ:, (૨) વિશુદ્ધશ્વ। તત્ર નૈામ-વ્યવહારરૂપોऽविशुद्धः, सङ्ग्रहरूपस्तु विशुद्धः” (अनु.यो.सू.९७ वृ.) इत्युक्तम् । ततश्च नवधा मूलनयकल्पना न म युक्ता । अधिकन्तु अष्टमशाखायां (८ / ९-१७) देवसेनमतसमीक्षायां वक्ष्यामः ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - प्रसिद्धलोकव्यवहारसमर्थनानुकूलजीवद्रव्यादिविभागदर्शकव्यवहारनयाभिप्रायमवगम्य यथा परैः स्पष्टम् अवबुध्येत तथा विषयविभागपूर्वं सर्वत्र वक्तव्यम् । दुर्गमाऽस्पष्टसन्दिग्धौघकथनं तु स्पष्टतयाऽनवगमतः अन्यान् सङ्क्लेशावर्त्ते निमज्जयति, यथावस्थितरीत्या णि अन्यैः कार्याऽसम्पादनाच्चाऽस्मान् अपि सङ्क्लेशावर्त्ते निमज्जयति । अत एतादृशं न वक्तव्यम्। यद् का यत्र यदा यावत् स्पष्टतया कथयितुमर्हति तत् तत्र तदा तावत् स्पष्टतया वक्तव्यमिति व्यवहारनयोपदेशः। तदनुसरणेन स्व-परसङ्क्लेशाऽनुत्पादाद् व्यवहारनयसम्मतः प्रयत्नसाध्यः सकलकर्मक्षयलक्षणो मोक्षः द्वात्रिंशिकाप्रकरणोक्तः (द्वा.प्र. ३१/२०) नयलतायां च व्यावर्णितः अञ्जसा लभ्येत ।।६/ १२ ।।
७७८
દેવસેનમતસમીક્ષા
(વસ્તુ.) વાસ્તવમાં તો નૈગમ અને વ્યવહાર અશુદ્ધ-અનેક દ્રવ્યને સ્વીકારતા હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપે જાણવા. તથા શુદ્ધ-અખંડ દ્રવ્યને સ્વીકારવામાં તત્પર હોવાથી સંગ્રહને શુદ્ધદ્રવ્યાર્થિક તરીકે જાણવો. આ જ અભિપ્રાયથી શ્રીહેમચંદ્રસૂરિજીએ અનુયોગદ્વારવૃત્તિમાં જણાવેલ છે કે ‘દ્રવ્યાસ્તિક પણ સામાન્યથી બે પ્રકારે છે. (૧) અવિશુદ્ધ અને (૨) વિશુદ્ધ. તેમાં નૈગમ-વ્યવહારસ્વરૂપ દ્રવ્યાર્થિક અવિશુદ્ધ છે. તથા સંગ્રહસ્વરૂપ દ્રવ્યાર્થિક તો વિશુદ્ધ છે.' તેથી મૂળનયના નવ ભેદની કલ્પના યોગ્ય નથી. આ અંગે વિશેષ બાબત અમે આઠમી શાખામાં દેવસેનમતની સમીક્ષાના અવસરે જણાવશું. * સ્પષ્ટ વક્તા બનો
સ્
al
આધ્યાત્મિક ઉપનય :- વ્યવહારનય પ્રસિદ્ધ લોકવ્યવહારના સમર્થન માટે જીવદ્રવ્ય વગેરેના વિભાગ દર્શાવે છે. આ બાબત આધ્યાત્મિક જગતમાં એ રીતે ઉપયોગી છે કે આપણે પણ સામેની વ્યક્તિ આપણી વાતને સ્પષ્ટપણે સમજી શકે તે રીતે વિષયવિભાગપૂર્વક વ્યવહારમાં પ્રતિપાદન કરવું જોઈએ. સામેની વ્યક્તિને સમજાય નહિ તે પ્રમાણે ગોળ-ગોળ રીતે અસ્પષ્ટપણે, મોઘમ કહેવું ઉચિત ન કહેવાય. કારણ કે તેનાથી સામેની વ્યક્તિને સમજણ ન પડવાથી સંક્લેશ થાય છે. દા.ત. ‘તમે બધા જમશો કે નહિ ?' આ પ્રશ્નના ઉત્તરમાં ‘અમે જમીએ તો જમીએ, બાકી નક્કી નહિ' આમ બોલવાથી સામેની વ્યક્તિને વ્યામોહ-સંક્લેશાદિ થાય. તથા વ્યવસ્થિત રીતે કામ ન થઈ શકવાથી આપણને પણ સંકલેશ થાય છે. તેથી જ્યારે જ્યાં જેટલું જે સ્પષ્ટપણે કહેવું જરૂરી હોય ત્યારે, ત્યાં, તેટલું તે કથન સ્પષ્ટપણે કરવું જોઈએ. આ રીતે વ્યવહારનયનો ઉપદેશ છે. તેને અનુસરવાથી સ્વ-૫૨ને સંક્લેશ થતો નથી. તેના લીધે વ્યવહારનયસંમત મોક્ષ ઝડપથી મળે. વ્યવહારનયમતે પ્રયત્નસાધ્ય સર્વકર્મક્ષય એ જ મોક્ષ છે. આ વાત મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દ્વાત્રિંશિકાપ્રકરણમાં કરેલ છે. તથા તેની નયલતા વ્યાખ્યામાં અમે તેનું વિવેચન પણ કરેલ છે. (૬/૧૨)
-