________________
२९२० अखण्डस्वरूपरमणतायाः शुद्धद्रव्य-गुणादिमुख्यप्रयोजनत्वम् ० ३/६
निश्चयनयस्तु प्राह ‘प्रथमं शुद्धाऽखण्ड-परिपूर्ण-निरावरण-ध्रुवाऽचलाऽऽत्मद्रव्ये स्वकीयां दृष्टिं रुचिपूर्व स्थापयित्वा स्वात्मद्रव्यं शोधयतु। तच्छुद्ध्यनुसारेण आत्मगुण-पर्याया अपि शोत्स्यन्ते'। स्वात्मद्रव्य-गुण-पर्यायपरिपूर्णविशुद्धौ सत्याम् अनायासेन निरावरणपर्यायप्रवाहलक्षणा अखण्डिता म स्वरूपरमणतासन्ततिः निरन्तरं सम्पद्यते। स्वात्मभूमिकां विनिश्चित्य तदनुसारेण व्यवहार श-निश्चयान्यतरनयावलम्बनतः मोक्षमार्गे स्वरसतो द्रुतं समभिगन्तव्यम्। ततश्च '“आयसरूवं णिच्चं
अकलंक नाण-दसणसमिद्धं । णियमेणोवादेयं जं सुद्धं सासयं ठाणं” (उ.र.२००) इति उपदेशरहस्ये यशोविजयवाचकेन्द्रदर्शितं परमपदमञ्जसा लभ्यते इत्यवधेयम् ।।३/६।।
થી સાધકની અંગત જવાબદારી છે. (નિશ્વ.) જ્યારે નિશ્ચયનય એમ કહે છે કે “સૌ પ્રથમ શુદ્ધ, અખંડ, પરિપૂર્ણ, નિરાવરણ, ધ્રુવ, અચલ આત્મદ્રવ્ય ઉપર અહોભાવપૂર્વક રુચિને સ્થાપિત કરી આત્મદ્રવ્યને શુદ્ધ કરો. જેમ જેમ આત્મદ્રવ્ય એ શુદ્ધ થતું જશે તેમ તેમ આત્મગુણ અને આત્મપર્યાય પણ શુદ્ધ થતા જશે.” આત્મદ્રવ્ય-આત્મગુણ
-આત્મપર્યાય જ્યારે પરિપૂર્ણપણે શુદ્ધ બને ત્યારે અનાયાસે નિરંતર અખંડ સ્વરૂપરમણતાનો પ્રવાહ | (= નિરાવરણ પર્યાયપ્રવાહી વહેવા લાગશે. સાધકની અંગત જવાબદારી એ છે કે પોતાની વર્તમાન
ભૂમિકાને પ્રામાણિકપણે ઓળખીને, તદનુસાર ઉપરોક્ત વ્યવહાર-નિશ્ચયનયનું આલંબન લેવું. તથા તે રીતે મોક્ષમાર્ગ સ્વરસપૂર્વક, સામે ચાલીને, ઝડપથી આગેકૂચ આત્માર્થી જીવે કરવી જોઈએ. તેનાથી ઉપદેશરહસ્યમાં દર્શાવેલ પરમપદ ઝડપથી મળે છે. ત્યાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દર્શાવેલ છે કે “નિત્ય, અકલંક, જ્ઞાન-દર્શનથી સમૃદ્ધ એવું આત્મસ્વરૂપ જે શુદ્ધ શાશ્વત પરમપદ છે, તે નિયમો ઉપાદેય છે.” (૩/૬)
લખી રાખો ડાયરીમાં
• દુઃખમાં હસવું તે સાધના. દા.ત. સીતા. દોષમાં રડવું તે ઉપાસના.
દા.ત. ઝાંઝરીયા મુનિના ઘાતક રાજા • બુદ્ધિ બાહ્ય પરિસ્થિતિને અનુકૂળ બનાવવા ઝંખે છે.
શ્રદ્ધા પોતાની મનઃસ્થિતિને સુધારવા કટિબદ્ધ છે.
1. आत्मस्वरूपं नित्यम् अकलङ्क ज्ञान-दर्शनसमृद्धम्। नियमेनोपादेयं यत् शुद्धं शाश्वतं स्थानम् ।।