SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૧૨ ६६८ ० अणुभाष्यप्रकाशवृत्तिसंवादः । प साधकत्वेन शीघ्रोपस्थितिकत्वात् परमभावरूपत्वम् असाधारणगुणत्वलक्षणं सिध्यति । परेषामपि सम्मतमिदम् । अत एव अणुभाष्यप्रकाशवृत्तौ “ज्ञानधर्मकत्वेऽपि ज्ञानस्वरूपः” (अणु.प्र.२/ ____३/१८) इत्युक्तम् । इत्थञ्च ‘आत्मा सुखस्वरूपः शक्तिस्वरूपो वा' इत्यनुक्त्वा ज्ञानस्वरूपतया आत्मा । परैरप्युदर्श्यते तदपि गुणान्तरेभ्यो ज्ञानस्य प्राधान्यं साधयितुं पर्याप्तम् । श अत एव शिवसूत्रे “चैतन्यम् = आत्मा” (शि.सू.१/१) इत्युक्तम् । तदाशयमुद्घाटयता अभिनवक गुप्तेन ईश्वरप्रत्यभिज्ञाविमर्शिन्याम् “विमर्शः (= चैतन्यम्) एव प्रधानमात्मनो रूपम्। अमुमेव हेतुं प्रयो- जनरूपम् उद्दिश्य आत्मा धर्मिस्वभावो द्रव्यभूतोऽपि चैतन्यमिति धर्मवाचिना शब्देन सामानाधिकरण्यम्" | | (ક.વિ.૧/૧/૧૨) રૂત્યુt | का “चैतन्यं = ज्ञानम्” (अ.व्य.द्वा.का.८ स्या.म.पृ.४०) इति अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिकावृत्तौ स्याद्वादमञ्जाँ मल्लिषेणसूरयः। છે. યદ્યપિ દર્શનાદિ ગુણો પણ જીવમાં જ રહે છે, પુદ્ગલાદિમાં નહિ. તેમ છતાં આત્મા’ શબ્દ બોલતાં જ તેના જ્ઞાન ગુણની ઉપસ્થિતિ શીધ્ર થાય છે. આથી જ જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ કહેવાય છે. આથી અસાધારણ ગુણત્વસ્વરૂપ પરમભાવરૂપતા જ્ઞાન ગુણમાં સિદ્ધ થાય છે. * પરદર્શનની સંમતિ : (ારેષા.) અન્યદર્શનકારોને પણ આ વાત સંમત છે. તેથી જ અણુભાષ્યપ્રકાશવૃત્તિમાં જણાવેલ છે કે “જ્ઞાન આત્માનો ગુણધર્મ હોવા છતાં આત્મા જ્ઞાનસ્વરૂપ છે.” આત્માને સુખસ્વરૂપ કે શક્તિસ્વરૂપ કહેવાના બદલે જ્ઞાનસ્વરૂપ જણાવેલો છે. આ વાત પણ આત્માના જ્ઞાન ગુણને મુખ્ય સિદ્ધ કરવા પર્યાપ્ત છે. ૪ ચૈતન્ય એટલે આત્મા : શિવસૂત્ર છે (ત ) જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ હોવાથી શિવસૂત્રમાં પણ જણાવેલ છે કે “ચૈતન્ય CM એટલે આત્મા.” શિવસૂત્રકારના આશયનું રહસ્યઉદ્દઘાટન કરતા અભિનવગુપ્ત નામના વિદ્વાને ઈશ્વરપ્રત્યભિજ્ઞાવિમર્શિની ગ્રંથમાં જણાવેલ છે કે “વિમર્શ અર્થાત્ ચૈતન્ય જ આત્માનું મુખ્ય સ્વરૂપ છે. પ્રયોજનસ્વરૂપ આ જ હેતુને ઉદ્દેશીને શિવસૂત્રમાં “ચૈતન્ય એવા ગુણધર્મવાચક શબ્દની સાથે સમાન વિભક્તિ ધરાવનાર “લાત્મા’ શબ્દ વડે આત્માનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. વાસ્તવમાં તો આત્મા દ્રવ્ય છે, ગુણ નથી. આથી આત્મા ધર્મીસ્વભાવવાળો કહેવાય, ધર્મસ્વભાવવાળો નહિ. તેમ છતાં ‘વૈતન્ય માત્મા'- આ પ્રમાણે સમાનવિભક્તિત્વસ્વરૂપ સામાનાધિકરણ્યથી ગર્ભિત એવો વાક્યપ્રયોગ શિવસૂત્રમાં કરવામાં આવેલ છે. તે “જ્ઞાનમાં આત્મસમકક્ષતા રહેલી છે' - તેવું દર્શાવે છે. આથી “જ્ઞાન આત્માનું મુખ્ય સ્વરૂપ છે' - તેવું ફલિત થાય છે.” ચેતન્ય એટલે જ્ઞાન . (“તન્ય) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે અન્યયોગવ્યવચ્છેદઢાત્રિશિકા પ્રકરણની રચના કરેલી છે. તેના ઉપર શ્રીમલ્લિષેણસૂરિ મહારાજે સ્યાદ્વાદમંજરી નામની વ્યાખ્યા રચેલી છે. વ્યાખ્યામાં
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy