SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ५८४ ० नयवादतः शाब्दाऽऽर्थबोधविमर्श: . किमनुपपन्नम् ?” (प.ल.म.पृ.२१) इति । प्रसिद्धशक्तिज्ञानप्रसूतं वाच्यार्थभानं शाब्दबोधे अप्रसिद्धशक्तिप ज्ञानोपहितम् अर्थान्तरभानं तु आर्थबोधेऽन्तर्भावनीयम् । ग भावप्रकाशने शारदातनयेन पदार्थेषु पदानां अभिधा, लक्षणा, गौणी चेति त्रिधा वृत्तिः दर्शिता _' (भा.प्र.६/१५८-१६२)। 'सिंहो देवदत्त' इत्यादौ गौणी वृत्तिः इष्टा । अप्रसिद्धशक्तिः अभ्युपगम्यताम्, " गौणवृत्तिर्वा उच्यताम्, आर्थी व्यञ्जना वा कथ्यताम् । नात्र नः स्याद्वादिनाम् आग्रहः कश्चित् । शे इत्थं नयवाक्याद् वाच्यार्थभानं शाब्दबोधे भवति, अर्थान्तराऽवगाहनन्तु आर्थबोधे भवति । क अतः तत्तन्नयवाक्यात् शाब्दबोधाऽऽर्थबोधाभ्यामेकस्यार्थस्य द्रव्य-गुण-पर्यायात्मकता युगपत् प्रतीयते - इति मुख्याऽमुख्यवृत्तिभ्यां सिद्धम् । तथाहि - द्रव्यार्थिकनयवचनात् शाब्दबोधे अर्थनिष्ठा द्रव्यात्मकता 'ज्ञायते आर्थबोधे च गुण-पर्यायात्मकता। पर्यायार्थिकनयवाक्यात् शाब्दबोधे अर्थनिष्ठा गुण-पर्यायात्मकता का आर्थबोधे च द्रव्यात्मकता ज्ञायते। इत्थमपि नयवाक्याद् युगपद् मुख्याऽमुख्यवृत्तिभ्यामेकोऽर्थः त्रयात्मको ज्ञायते इति सिध्यति । પદની જલપ્રવાહવિશેષમાં જે શક્તિ છે તે પ્રસિદ્ધ. તથા “કિનારા' વગેરે અર્થમાં જે “ગંગા' પદની શક્તિ છે તે અપ્રસિદ્ધ. આવું માનવામાં શું અસંગતિ આવે ? કશી નહિ.” પ્રસ્તુતમાં આના દ્વારા એમ કહી શકાય કે પ્રસિદ્ધ શક્તિના જ્ઞાનથી જે વાચ્યાર્થભાન થાય તેનો અંતર્ભાવ શાબ્દબોધમાં કરવો તથા અપ્રસિદ્ધ શક્તિના જ્ઞાનથી અન્ય અર્થનું જે ભાન થાય તેનો અન્તર્ભાવ આર્થબોધમાં કરવો. (મા.) ભાવપ્રકાશનમાં શારદાતનયે પદાર્થોમાં પદોની ત્રણ પ્રકારની વૃત્તિ (= અર્થપ્રતિપાદક શક્તિ) જણાવી છે. (૧) અભિધા, (૨) લક્ષણા, (૩) ગૌણી, “દેવદત્ત સિંહ છે' – વગેરે સ્થળે સિંહગત સ શૂરવીરતા-કૂરતા વગેરે ગુણધર્મોની દેવદત્તમાં જે પ્રતીતિ થાય છે, ત્યાં ગૌણી વૃત્તિ તેમને માન્ય છે. * અપ્રસિદ્ધશક્તિ કહો કે ગૌરવૃત્તિ કહો કે આર્થી વ્યંજના કહો. અહીં નામ અંગે અમને અનેકાંતવાદીને {ી કોઈ આગ્રહ નથી. 6 દ્વિવિધ બોધ દ્વારા ત્રિતયાત્મકતાનું ભાન જ (ઘં.) આ રીતે નયવાક્યથી વાચ્યાર્થનું = સ્વાર્થનું = મુખ્યાર્થનું = અભિપ્રેતાર્થનું = નયવિવલિતાર્થનું ભાન શાબ્દ બોધમાં થાય છે. તથા અન્ય અર્થનું ભાન આર્થ બોધમાં થાય છે. આથી તે તે નયવાક્યના લીધે શાબ્દ બોધ અને આર્થ બોધ દ્વારા એક જ અર્થમાં મુખ્ય-અમુખ્યવૃત્તિથી ત્રિતયાત્મકતાની = દ્રવ્ય -ગુણ-પર્યાયાત્મકતાની એકીસાથે પ્રતીતિ થાય છે - આ પ્રમાણે સિદ્ધ થાય છે. તે આ રીતે સમજવું – દ્રવ્યાર્થિકનયના વાક્યથી શાબ્દ બોધમાં અર્થનિષ્ઠ દ્રવ્યાત્મકતાનું ભાન થાય છે તથા આર્થ બોધમાં ગુણપર્યાયાત્મક્તાનું ભાન થાય છે. પર્યાયાર્થિકનયના વાક્યથી શાબ્દ બોધમાં અર્થનિષ્ઠ ગુણ-પર્યાયાત્મકતાનું ભાન થાય છે તથા આર્થ બોધમાં દ્રવ્યાત્મકતાનું ભાન થાય છે. આ રીતે પણ નયવાક્ય એકીસાથે મુખ્યવૃત્તિથી અને અમુખ્યવૃત્તિથી = ઉપચારવૃત્તિથી = આરોપવૃત્તિથી = આર્થી વ્યંજનાથી એક જ વસ્તુમાં દ્રવ્યાત્મકતાનું, ગુણાત્મકતાનું અને પર્યાયાત્મકતાનું ભાન કરાવે છે – તેવું સિદ્ધ થાય છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy