________________
૧/૨ • आर्थबोधोत्थानबीजविद्योतनम् ।
५७९ અથવા “વોથ: શ, ષોઇ સાર્થ” - ઈમ અનેક ભંગ જાણવા. इत्थं तृतीयभङ्गोऽप्यत्र सावकाश एवेति ।
ततश्चाऽत्रेदं फलितमुत द्रव्यार्थिकनयः यत्पदात् शक्त्या प्रथमं पदार्थे द्रव्यात्मकतां बोधयति तदुत्तरं तत एव लक्षणया तत्र गुण-पर्यायात्मकतां बोधयति । सोऽयमिषोरिव दीर्घ-दीर्घतरो व्यापार इति न्यायोऽत्र ज्ञेयः। इत्थमेकमेव पदं वाक्यं वा आवृत्त्या शक्ति-लक्षणाभ्यां वस्तुनः त्रितयात्मकतां म क्रमेण प्रतिपादयतीति नैयायिकपरिभाषया ग्रन्थकारः नैयायिकं बोधयतीति भावनीयम् । ___अथवा आलङ्कारिकपरिभाषानुसारेणेदमपि वक्तुं युज्यते यदुत प्रमाणवाक्यतो मुख्यवृत्त्याऽर्थस्य । त्रयात्मकत्वबोधेऽपि नयवाक्यतो विवक्षितैकांशगोचरो बोधः शाब्दः, तात्पर्यविषयीभूतान्यांशगोचरस्तु । बोध आर्थो विज्ञेयः। शब्दनिष्ठाऽभिधाऽऽख्याऽनादिसिद्धशक्त्योपस्थितार्थगोचरो हि बोधः शाब्द " રહે જ છે. આ પ્રમાણે અષ્ટસહસ્રોતાત્પર્યવિવરણમાં સમાધાનસ્વરૂપ ગ્રંથનું તાત્પર્ય જણાય છે.
-- આવૃત્તિથી અર્થબોધકતાનો વિચાર માલ(તત્ત) તેથી પ્રસ્તુતમાં મૂળ શ્લોકના ઉત્તરાર્ધનું તાત્પર્ય એવું ફલિત થાય છે કે દ્રવ્યાર્થિકનય જે પદથી કે વાક્યથી શક્તિ દ્વારા સૌપ્રથમ પદાર્થમાં દ્રવ્યાત્મકતાનો બોધ કરાવે, ત્યાર બાદ તે જ પદથી કે વાક્યથી લક્ષણો દ્વારા પદાર્થમાં ગુણ-પર્યાયાત્મકતાનો બોધ કરાવે છે. જેમ પ્રબળ વેગથી ફેંકાયેલા એક જ બાણની દીર્ઘ-દીર્ઘતર પ્રવૃત્તિ ચાલે છે, તેમ અહીં એક જ પદની કે વાક્યની શક્તિ-લક્ષણા દ્વારા દીર્ઘકાલીન અર્થબોધક પ્રવૃત્તિ સમજવી. આમ એક જ પદનું કે વાક્યનું પુનરાવર્તન કરી શક્તિ -લક્ષણા દ્વારા વસ્તુમાં ત્રિતયાત્મકતાનો મુખ્ય-ગૌણભાવે યુગપતું નહિ પણ ક્રમિક બોધ થઈ શકે છે. આ પ્રમાણે ગ્રંથકારશ્રી નૈયાયિકને નૈયાયિકની પરિભાષા મુજબ સમજાવે છે. અર્થાત જૈનમતની નૈયાયિકસિદ્ધાન્ત મુજબ પુષ્ટિ કરવાનું કાર્ય ગ્રંથકારશ્રીએ આ રીતે કર્યું - તેમ સમજવું.
હ શાદ બોધ અને આર્થ બોધ : કલ્પાન્તરપ્રકાશન છે. | (અથવા) નૈયાયિકને નૈયાયિકપરિભાષા અને નૈયાયિકસિદ્ધાન્ત દ્વારા સમજાવીને હવે આલંકારિક = અલંકારશાસ્ત્રનિષ્ણાત વિદ્વાનોને તેમની પરિભાષા અને સિદ્ધાન્ત મુજબ પ્રસ્તુત હકીકતને સમજાવવા માટે ગ્રંથકારશ્રી “થવા’ શબ્દથી નવા વિકલ્પને (કલ્પાન્તરને) દર્શાવે છે. આલંકારિક પરિભાષા અનુસાર એવું પણ કહી શકાય છે કે પ્રમાણવાક્યની અપેક્ષાએ વસ્તુમાં મુખ્ય વૃત્તિથી = શક્તિથી ત્રિતયાત્મકતાનો = દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મકતાનો શાબ્દબોધ થવા છતાં પણ નયવાક્યની અપેક્ષાએ વસ્તુગત વિવક્ષિત એક અંશનો બોધ શાબ્દ = શાબ્દિક = શબ્દશક્તિજન્ય હોય છે. તથા વસ્તુગત તાત્પર્યવિષયીભૂત અન્ય અંશનો બોધ આર્થ = આર્થિક હોય છે. શબ્દની શક્તિથી ઉપસ્થિત = જ્ઞાત થનાર અર્થનો બોધ શાબ્દ = શાબ્દિક કહેવાય છે. આ શબ્દનિષ્ટ શક્તિ અનાદિકાળથી સિદ્ધ છે, પ્રસિદ્ધ છે, પ્રમાણસિદ્ધ છે. તેનું બીજું નામ “અભિધા છે. તથા ઘણી વાર જે અર્થ શબ્દની “અભિધા' નામની શક્તિથી ઉપસ્થિત ૧ ૦ માં “વોશ વધ કર્થ પાઠ. પુસ્તકોમાં “વોઇશ પાઠ. ૧ કો.(૧૨)માં “એક બોધઈ શબ્દ એક બોધઈ અર્થ પાઠ.