SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ५७१ પ/૧ • गौणपदार्थप्रतिपादनम् । प्रकृते मुख्यार्थान्वयबाधाद् नैकट्यादिलक्षणे निमित्ते शैत्य-पावनत्वादिप्रबोधनलक्षणे प्रयोजने च ए सति भेदाभेदाभ्यामारोपिते गङ्गापदलक्ष्यार्थे गङ्गातीरे घोषस्यान्वयाद् गङ्गापदशक्यार्थे च । जलप्रवाहविशेषे मत्स्यस्यान्वयात् प्रकृतः युगपदुभयार्थाऽवगाही शाब्दबोधः सङ्गच्छते।। ર્તન “મુદ્યત્વે પ્રાથમિદ્ધિવિષયમ્, જાવં પાશ્ચાત્યવૃદ્ધિવિષયમ્” (પ...તુ.૦૪/g.૧૬) { इति नागेशभट्टकृतस्य परिभाषेन्दुशेखरस्य वाक्यार्थचन्द्रिकाऽभिधानायां वृत्तौ हरिशास्त्रिणा यदुक्तं तद् । निरस्तम्, युगपद्वृत्तिद्वयप्रवृत्तौ ‘गङ्गायां मस्त्य-घोषौ' इत्यादौ बोधगतपूर्वोत्तरभागाऽसम्भवेन जलप्रवाहविशेष-तीरयोः मुख्य-गौणभावेऽव्याप्त्यापत्तेः। ततश्चाऽत्र भेदाऽभेदाभ्यामारोपितस्य गङ्गातीरस्य लक्ष्यतया गौणता, जलप्रवाहविशेषस्य च शक्यतया मुख्यताऽवसेया। હોય ત્યારે ભેદભેદસંબંધથી શબ્દનો લક્ષ્યાર્થ સ્વીકારવામાં આવે છે' - આ પ્રમાણેનો નિયમ શબ્દશાસ્ત્રનિષ્ણાતોએ સ્વીકારેલ છે. (પ્ર.) પ્રસ્તુતમાં “ગંગા” પદના મુખ્યાર્થમાં “ઘોષ' પદાર્થનો અન્વય બાધિત છે. તથા ઘોષને જણાવવાનું નિમિત્ત = નૈકટ્ય આદિ પણ હાજર છે. તથા શૈત્ય, પાવનત્વ આદિને પ્રકૃષ્ટ રીતે જણાવવાનું પ્રયોજન પણ વિદ્યમાન છે. માટે “ગંગા” પદના શક્યાર્થ = વિશિષ્ટ જળપ્રવાહ અને લક્ષ્યાર્થ = ગંગાતટ વચ્ચે રહેલા ભેદભેદસંબંધને લઈને જેમાં “ગંગા” પદાર્થ આરોપિત કરવામાં આવે છે તેવા ગંગાતીરસ્વરૂપ ગંગા” પદના લક્ષ્યાર્થમાં ઘોષ પદાર્થનો અન્વય કરવામાં આવે છે. તથા “ગંગા' પદના શક્યાસ્વરૂપ વિશિષ્ટ જળપ્રવાહમાં “મસ્ય' પદાર્થનો અન્વય કરવામાં આવે છે. આ રીતે પ્રસ્તુત વાક્યમાં “ગંગા’ પદની શક્તિ અને લક્ષણા નામની બન્ને વૃત્તિઓની પ્રવૃત્તિ એકીસાથે થવા દ્વારા યુગપત્ બન્ને અર્થનું અવગાહન કરનાર પ્રસ્તુત પ્રસિદ્ધ શાબ્દબોધ સંગત થાય છે. આ પરિભાષેન્દુશેખર વ્યાખ્યાની સમાલોચના (તેન) નાગેશભટ્ટ વૈયાકરણે રચેલ પરિભાષબ્દુશેખર ગ્રન્થ ઉપર હરિશાસ્ત્રીએ વાક્યાર્થચન્દ્રિકા પણ નામની વ્યાખ્યા રચેલ છે. તેમાં જણાવેલ છે કે “શાબ્દબોધમાં જે અર્થ પ્રાથમિક બુદ્ધિનો વિષય બને ! તે મુખ્ય અર્થ કહેવાય તથા ઉત્તરકાલીન બુદ્ધિનો જે વિષય બને તે ગૌણ અર્થ કહેવાય.” પરંતુ આ માન્યતાનું નિરાકરણ ઉપરોક્ત ચર્ચા દ્વારા થઈ જાય છે. કેમ કે ઉપર જણાવી ગયા તે મુજબ “જયાં મસ્ય-ઘોષ” ઈત્યાદિ સ્થળે શબ્દની શક્તિ અને લક્ષણો - આ બન્ને વૃત્તિની એકીસાથે પ્રવૃત્તિ થતાં ગંગા'પદથી જલપ્રવાહવિશેષ અને ગંગાતીર – આ બન્ને અર્થની એકીસાથે શાબ્દબોધમાં ઉપસ્થિતિ થવાથી પૂર્વોત્તરભાવ જ સંભવતો નથી. તેથી ઉપરોક્ત સ્થળે જલપ્રવાહવિશેષમાં મુખ્યતાની અને ગંગાતીમાં ગૌણતાની અવ્યાપ્તિની આપત્તિ આવશે. તેથી તેવા પ્રકારની મુખ્યતા કે ગૌણતા માન્ય કરી ન શકાય. પ્રસ્તુતમાં જૈનમતે ગંગાપદના શક્યાર્થમાં ભેદભેદસંબંધથી આરોપિત ગંગાતીરની ઉપસ્થિતિ “ગંગા”પદની લક્ષણા નામની ગૌરવૃત્તિથી થાય છે. આમ ગંગાતીર લક્ષ્યાર્થ હોવાથી “ગંગા'પદનો ગૌણ અર્થ બને છે. તથા વિશિષ્ટ જળપ્રવાહની ઉપસ્થિતિ “ગંગા'પદની શક્તિ નામની મુખ્યવૃત્તિથી થાય છે. આમ વિશિષ્ટ જળપ્રવાહ શક્યાર્થ હોવાથી “ગંગા'પદનો મુખ્ય અર્થ બને છે - આમ સમજવું.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy