________________
० एकतरधर्मप्रतिपादने जयन्तभट्टसम्मतिः ।
५६९ યદ્યપિ નયવાદીનઇ એકાંશવચનઈ શક્તિ એક જ અર્થ કહિછે તો પણિ લક્ષણારૂપ ઉપચારઈ બીજા બે અર્થ પણિ જાણિઈ.
“એકદા વૃત્તિય ન હોઈ” એ પણિ તંત નથી; ___ यद्यपि नयवादिना वस्तुगतैकांशप्रतिपादकवचनतः शक्त्या = मुख्यवृत्त्या तु एक एव पदार्थः प कथ्यते । तदुक्तं जयन्तभट्टेन अपि न्यायमञ्जर्यां “शब्दो हि अनेकधर्मके धर्मिणि एकतरधर्मावधारणाऽभ्युपायो भवति” (न्या.म.भाग-२/पृ.१००) इति । तथापि लक्षणया = उपचारवृत्त्या अन्येऽपि वस्त्वंशा ज्ञायन्ते प्रतिपाद्यन्ते चैव, मुख्यार्थैकान्तबाधेन रूढितो लक्षणाया लब्धावसरत्वात् । तदुक्तं साहित्यदर्पणे “मुख्यार्थबाधे म तद्युक्तो ययाऽन्योऽर्थः प्रतीयते । रूढेः प्रयोजनाद् वाऽसौ लक्षणा शक्तिरर्पिता ।।” (सा.द.२/१३) इति। र्स __“स्वाभिधेयाऽविनाभूतप्रतीते वस्तुनि क्वचित् । शब्दव्यापारविश्रान्तिहेतुता लक्षणोच्यते ।।” (भा.प्र. ६/२६४) इति तु भावप्रकाशने शारदातनयः ।
न चैकदा शक्ति-लक्षणोभयविधवृत्तिप्रवृत्तिर्न सम्भवेत्, ‘गङ्गायां मत्स्य' इत्यत्र गङ्गापदशक्त्या र्णि
() જો કે નયવાદી માણસ વસ્તુગત એક અંશનું પ્રતિપાદન કરનાર વચનની અપેક્ષાએ શક્તિથી (= મુખ્યવૃત્તિથી) તો એક જ પદાર્થને જણાવે છે. તેથી જ જયંતભટ્ટે પણ ન્યાયમંજરીમાં જણાવેલ છે કે “વસ્તુમાં અનેક ગુણધર્મો રહેલા હોય છે. તેમાંથી કોઈ એકાદ ગુણધર્મને મુખ્યરૂપે જણાવવાનું કામ શબ્દ કરે છે.” તેમ છતાં લક્ષણાસ્વરૂપ ઉપચારવૃત્તિથી = ગૌરવૃત્તિથી વસ્તુગત અન્ય અંશો પણ તે નયવચનથી જણાય જ છે અને તેનું પ્રતિપાદન પણ થાય જ છે. આનું કારણ એ છે કે વસ્તુને નયપ્રતિપાદિત મુખ્યાર્થસ્વરૂપે જ એકાંતે = સર્વથા માનવામાં આવે તો તે બાધિત થાય છે. કેમ કે નયાન્તરસંમત અન્ય અંશ પણ વિવક્ષિત વસ્તુમાં હોય જ છે. આથી રૂઢિવશ લક્ષણાની પ્રવૃત્તિ થવી | એ પણ અહીં અવસરોચિત જ છે. આ અંગે સાહિત્યદર્પણમાં જણાવેલ છે કે “શબ્દની અભિધા શક્તિ દ્વારા જે અર્થનો બોધ કરાવવામાં આવે તે મુખ્યાર્થ કહેવાય. આ મુખાર્થનો બાધ થાય ત્યારે રૂઢિથી CTી. (પ્રસિદ્ધિથી) અથવા વિશેષ પ્રકારના પ્રયોજનથી, મુખ્યાર્થથી સંબદ્ધ અન્ય અર્થનું જ્ઞાન જે કલ્પિત શક્તિ દ્વારા થાય તેને લક્ષણા કહેવાય છે.” લક્ષણા નામની શબ્દગત બીજી શક્તિ અલંકારશાસ્ત્રનિષ્ણાતોના મતે અર્પિત = અસ્વાભાવિક છે, ઔપચારિક છે. આ રીતે “શક્તિ અને લક્ષણા દ્વારા સુનયવચન મુખ્ય-ગૌણભાવે એકીસાથે વસ્તુગત ત્રિતયાત્મકતાનું પ્રતિપાદન કરે છે' - તેવું સિદ્ધ થાય છે.
(સ્વા.) ભાવપ્રકાશનમાં શારદાતનય તો એમ જણાવે છે કે “શબ્દ જો પોતાના અભિધેયાર્થની સાથે જ રહેનારી પ્રસિદ્ધ કોઈક વસ્તુને જણાવવાને વિશે અટકી જાય તો અર્થપ્રકાશક શબ્દવ્યાપારના વિશ્રામની તેવી હેતુતા જ લક્ષણા કહેવાય છે.”
શંકા :- (ર ઘે) શબ્દની શક્તિ નામની વૃત્તિ અને લક્ષણા નામની વૃત્તિ - આમ બન્ને પ્રકારની શબ્દવૃત્તિની એકીસાથે પ્રવૃત્તિ કેવી રીતે થઈ શકે ? મતલબ કે શક્તિ નામની મુખ્યવૃત્તિ દ્વારા શબ્દ અમુક પ્રકારના અર્થનું પ્રતિપાદન કરે તે સમયે લક્ષણા નામની શબ્દગત જઘન્યવૃત્તિ = ગૌણવૃત્તિ કોઈ * તંત = ખાસ સિદ્ધાન્ત. જુઓ - ભગવદ્ગોમંડલ - ભાગ-૪/પૃ.૪૦૪૯.