________________
रा
belongs to cult
५३६
र्श
2
* कालाद्यभेदवृत्तिविचारः
૪/૨૪
૧. હ્રાત:, ૨. સાત્મપર્, રૂ. ૧ર્થ:, ૪. સમ્બન્ધ:, . ૩પાર:, ૬. મુશિવેશ:,
कालादयश्चाष्टावि
૭. સંસń:, ૮. શબ્દ વૃતિ ચા
S
१, तत्र यत्कालमस्तित्वं तत्कालाः शेषानन्तधर्मा वस्तुन्येकत्रेति तेषां कालेनाऽभेदवृत्तिः । २, यदेव चास्तित्वस्य तद्गुणत्वमात्मरूपं तदेवान्यगुणानामपीत्यात्मरूपेणाभेदवृत्तिः । ३, य एव चाधारोऽर्थो द्रव्याख्योऽस्तित्वस्य स एव अन्यपर्यायाणामित्यर्थेनाऽभेदवृत्तिः । ४, य एव चाविष्वग्भावः सम्बन्धोऽस्तित्वस्य स एवान्येषामिति सम्बन्धेनाऽभेदवृत्तिः । ५, य एव चोपकारोऽस्तित्वेन वस्तुनः स्वप्रकारकप्रतीतिविषयत्वलक्षणः स एवान्येषामित्युपकारेणाऽभेदवृत्तिः । ६, य एव च गुणिनः सम्बन्धी देशः क्षेत्रलक्षणोऽस्तित्वस्य स एवान्येषाम् इति गुणिदेशेनाऽभेदवृत्तिः । * કાળ વગેરે આઠ તત્ત્વનો પરિચય
(ઢાનાવ.) “કાળ વગેરે આઠ તત્ત્વોની દૃષ્ટિથી વસ્તુધર્મોમાં અભેદનું તથા ભેદનું જ્ઞાન થાય છે. તેના નામ આ પ્રમાણે છે. (૧) કાળ, (૨) આત્મરૂપ, (૩) અર્થ, (૪) સંબંધ, (૫) ઉપકાર, (૬) ગુણીદેશ, (૭) સંસર્ગ અને (૮) શબ્દ. તેની દૃષ્ટિએ વસ્તુધર્મોમાં અભિન્નતા નીચે મુજબ આવી શકે છે. (૧) જે કાળે કોઈ વસ્તુનું અસ્તિત્વ હોય છે, તે કાળે અસ્તિત્વ સિવાયના અનંત ગુણધર્મો પણ તે
વસ્તુમાં રહેલા હોય છે. આ બધા ગુણધર્મો એક કાળમાં = સમાન કાળમાં હોવાથી કાળની દૃષ્ટિથી અભિન્ન હોય છે. વસ્તુના અનંત ગુણધર્મોની આ અભિન્નતા કાલમૂલક અભેદવૃત્તિ છે. (૨) અસ્તિત્વ વસ્તુનો ગુણધર્મ કહેવાય છે. આથી તદ્ગુણત્વ અસ્તિત્વનું આત્મસ્વરૂપ બને છે. અસ્તિત્વની જેમ જ બીજા પણ ગુણધર્મો તે વસ્તુના ગુણ હોય છે. તેથી તદ્ગુણત્વ તે ગુણોનું પણ આત્મસ્વરૂપ બને છે. વસ્તુના સર્વ ગુણધર્મોમાં તદ્ગુણત્વરૂપે અભેદવૃત્તિ હોય છે. (૩) જે દ્રવ્યાત્મક અર્થ = પદાર્થ અસ્તિત્વનો આધાર હોય છે, તે જ દ્રવ્યાત્મક અર્થ અન્ય પર્યાયધર્મોનો પણ આધાર હોય છે. આશ્રય એક હોવાથી તેમાં આશ્રિત સર્વ ગુણધર્મોમાં અભિન્નતા હોય છે. અનંત વસ્તુધર્મોની આ અભિન્નતા અર્થમૂલક અભેદવૃત્તિ છે.
स.
(૪) વસ્તુની સાથે અસ્તિત્વનો જે અપૃથભાવ (=તાદાત્મ્ય) નામનો સંબંધ હોય છે, તે જ અપૃથક્ભાવ રહેવા માટે સંબંધ તરીકેનું કામ કરે છે. મતલબ કે પર્યાયો એક જ અપૃથભાવ નામના સંબંધથી રહે વસ્તુમાં રહેલા અનંતા ગુણધર્મો પરસ્પર અભિન્ન છે. અભિન્નતા સંબંધમૂલક અભેદવૃત્તિ છે.
=
તે વસ્તુમાં રહેલા અન્ય ગુણધર્મોને ત્યાં વસ્તુગત અસ્તિત્વ આદિ સર્વ ગુણધર્મો છે. આમ સંબંધની એકતાની અપેક્ષાએ તે આ રીતે વસ્તુગત અનંત પર્યાયોની આ (૫) અસ્તિત્વ નામના ગુણધર્મ દ્વારા વસ્તુમાં જે ઉપકાર થાય છે, તે જ ઉપકાર વસ્તુગત અન્ય ગુણધર્મો દ્વારા પણ થાય છે. તથા આ ઉપકાર છે વસ્તુને સ્વપ્રકારકપ્રતીતિનો વિષય બનાવવો. વસ્તુગત દરેક ગુણધર્મો વસ્તુનું વિશેષણ (= પ્રકાર) બને છે. તેથી વસ્તુગત તમામ ગુણધર્મો વસ્તુને સ્વપ્રકારકપ્રતીતિનો વિષય બનાવે છે. સ્પષ્ટ જ છે કે આ ઉપકાર અસ્તિત્વની જેમ અન્ય સર્વ વસ્તુધર્મોમાં સમાન છે. ઉપકારની એકતાની દૃષ્ટિથી સંપન્ન વસ્તુગત ગુણધર્મોની આ એકતા તેમની ઉપકારમૂલક અભેદવૃત્તિ છે.
(૬) દ્રવ્યસંબંધી જે દેશ હોય તે ગુણિદેશ કહેવાય. તેને ‘ક્ષેત્ર’ કે ‘આશ્રય’ કે ‘આધાર’ કે ‘અધિકરણ’