SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૪ ० सकलादेशविमर्श: ० ५३५ अभेदोपचारश्च = पर्यायार्थिकनयगृहीतान्यापोहपर्यवसितसत्तादिमात्रशक्तिकस्य तात्पर्यानुपपत्त्या सदादि-प पदस्योक्तार्थे लक्षणा। આઠ તત્ત્વોની દષ્ટિથી પ્રતિપાદ્ય વસ્તુના ગુણધર્મોમાં = પર્યાયોમાં અભેદનું જ્ઞાન થવાથી વસ્તુમાં અભિન્નરૂપે ગૃહીત અનન્ત ગુણધર્મોના અભેદનું જ્ઞાન થાય છે, ત્યારે તે અભેદજ્ઞાનથી ઉપરોક્ત રીતે પર્યાયાર્થિકનયપ્રયુક્ત વાક્યાથબાધનો અવરોધ થવાથી “સત્' આદિ પદોથી ઘટિત વાક્ય દ્વારા અનન્તધર્માત્મક વસ્તુનો બોધ સંપન્ન થઈ શકે છે. આ પ્રમાણે થનાર વસ્તુની સમગ્રતાનો શાબ્દબોધ જ અભેદગોચર વૃત્તિની = પદશક્તિની પ્રધાનતાથી અનંતધર્માત્મક વસ્તુનું પ્રતિપાદન કરવા સ્વરૂપ સકલાદેશ છે. અભેદ ઉપચારથી સકલાદેશની પ્રવૃત્તિ છે (અખેવો.) “વસ્તુની અનંતધર્માત્મકતાનું અભેદઉપચારથી પ્રતિપાદન કરનાર જે વચન છે, તેને સકલાદેશ સ્વરૂપ કહેવાનો બીજો વિકલ્પ પૂર્વે દર્શાવેલ હતો. તેમાં “અભેદઉપચાર પદનો અર્થ છે અભેદથી અનંતધર્માત્મક વસ્તુમાં “સત્' આદિ પદની લક્ષણા. આવી લક્ષણાનો આશ્રય તેવી જ પરિસ્થિતિમાં કરવામાં આવે છે કે જે પરિસ્થિતિમાં પર્યાયાર્થિનય દ્વારા અન્યાપોહસ્વરૂપ = અસવ્યાવૃત્તિસ્વરૂપ સત્તા = અસ્તિત્વ આદિ ધર્મમાત્રમાં (= કેવળ એકાદ પર્યાયમાં) “સ” આદિ પદનો શક્તિગ્રહ થયેલો હોય. એ સ્પષ્ટ જ છે કે પ્રસ્તુત શક્તિગ્રહ દ્વારા સત્તા આદિ સર્વ પર્યાયોથી અભિન્ન અનંતધર્માત્મક વસ્તુનો શાબ્દબોધ થઈ શકતો નથી. પરંતુ “સ” આદિ પદનો પ્રયોગ અનંતધર્માત્મક વસ્તુનું પ્રતિપાદન કરવાના || તાત્પર્યથી જ થાય છે. સત્તા = અસ્તિત્વ આદિ એકાદ ધર્મમાત્રમાં “સ” આદિ પદની શક્તિનું ગ્રહણ (જ્ઞાન) કરવાથી ઉપરોક્ત તાત્પર્યની સંગતિ થઈ શકતી નથી. તેથી પર્યાયાર્થિકનય દ્વારા ગૃહીત (= રા જ્ઞાત) વસ્તુધર્મો તથા તેના આશ્રયભૂત વસ્તુ - આ બન્નેના અભેદમાં (અર્થાત્ સત્તા આદિથી અભિન્ન અનંતધર્માત્મક વસ્તુમાં) “સ” આદિ પદની લક્ષણા કરવી જરૂરી બની જાય છે. સત્તા વગેરે એક -એક પર્યાયમાત્રમાં “સ” આદિ પદની શક્તિનું જ્ઞાન હોવા છતાં પણ આ લક્ષણાથી જ “સ” આદિ પદથી ગર્ભિત વાક્ય દ્વારા અનંતધર્માત્મક વસ્તુનો બોધ થાય છે. ઉપરોક્ત રીતે “સ” આદિ પદ દ્વારા અનંતધર્માત્મક વસ્તુનું પ્રતિપાદન કરવું તે જ અભેદોપચારમૂલક સકલાદેશ કહેવાય છે.” B વિકલાદેશને સમજીએ કે સ્પષ્ટતા :- દ્રવ્યાર્થિકનય દ્વારા જ્યારે (૧) સત્તા આદિથી અભિન્ન અનંતધર્માત્મક વસ્તુમાં “સ” આદિ પદની શક્તિનું જ્ઞાન ન થયું હોય. અથવા (૨) કાળ આદિ આઠ તત્ત્વોની દૃષ્ટિથી વસ્તુધર્મોમાં (= વસ્તુગત સર્વ પર્યાયોમાં) અભેદબુદ્ધિ થઈને વસ્તુમાં તે તે વસ્તુધર્મોની અભિન્નતાનું જ્ઞાન ન થયું હોય. અથવા (૩) સત્તા આદિ માત્ર એકાદ પર્યાયમાં “સત્' આદિ પદની શક્તિનું જ્ઞાન થયું હોય, ત્યારે તાત્પર્યની અનુપત્તિથી “સત્ વગેરે પદની અનંતધર્માત્મક વસ્તુમાં લક્ષણા થાય નહિ. તેવી પરિસ્થિતિમાં “સત્' આદિ પદથી ગર્ભિત વાક્યો દ્વારા વસ્તુનો સમગ્રરૂપે નહિ પણ આંશિકરૂપે બોધ થાય. આવો આંશિક વસ્તુસ્વરૂપનો બોધ કરાવે તે વાક્યને વિકલાદેશ તરીકે સમજી શકાય.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy