________________
‘રદ્દ
४/१३
• कदाग्रहमुक्तमनस्कता कर्तव्या 0 प प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – प्रस्थकाद्युदाहरणे स्वस्य एक एव भङ्गः सम्मतः तथापि रा आगमपरम्परानुसारतः तत्र सप्तभङ्गी अपि ग्रन्थकृता समर्थिता। अनेन इदं सूच्यते यत् ‘तर्कशक्त्या - स्वबुद्धौ पदार्थः यथा प्रतिभासते तथैव आगमसम्मतं यदुत अन्यथा ? प्रकृते आगमाभिप्रायः । कीदृशः ? आगमिकपदार्थसमर्थनं गत्यन्तरेण सम्भवति न वा ?' इति मीमांसामार्गः उद्घाटनीयः । । तथाविधमीमांसा च निष्कपटं यथावसरं प्रकटनीया। इत्थमेव - सम्यग् मीमांसकत्वं माध्यस्थ्यञ्च क आत्मसाद् भवेताम् । ततश्च “कृत्स्नकर्मकलातीतः सकलो निष्कलोऽपि च । परमात्मा परं ज्योतिः परं ब्रह्म fપ પરાતુ પર:” (યો.પ્ર.૨૨) રૂતિ યોગ પ્રતીપતિં સિદ્ધાત્મિસ્વરૂપ ન ટૂરવર્તિ પતિના૪/૧૩ ના
હોય છે. જે ધાન્યકણ એક કાણાંમાંથી ન નીકળી શક્યું હોય તે બીજા કાણાંમાંથી નીકળી જાય છે. અલગ-અલગ કાણાંમાંથી ક્રમશઃ ધાન્ય ચળાય છે. બરાબર આ જ રીતે પ્રથમ ભાંગામાં જે નયો વિધિકોટિમાં મુખ્યપણે ગોઠવાયા ન હોય તે નયોને બીજા ભાંગામાં મુખ્યપણે ગોઠવવા. આ રીતે એક નયની એક સપ્તભંગી મળે. ત્યાર બાદ બીજા નયને પ્રથમ ભાંગામાં વિધિકોટિમાં મુખ્યપણે ગોઠવી, બાકીના નયોને નિષેધકોટિમાં ગોઠવવા. આમ એકી સાથે સાત, છ કે પાંચ નયની સપ્તભંગી પ્રવર્તે, ત્યારે ચાલનીયન્યાયથી
સર્વ નયોને વિધિકોટિમાં ગોઠવવાથી અલગ-અલગ નયોની અલગ-અલગ અનેક સપ્તભંગીઓ મળી શકે સ છે. તેથી સપ્તભંગીની સાર્વત્રિકતાનો આગમાનુસારી નિયમ પણ સંગત થઈ શકે છે. આવો આશય મહોપાધ્યાયજી મહારાજનો હોય તેમ જણાય છે.
લઈ વિચારણાની દિશાઓને ખુલ્લી રાખીએ છે આધ્યાત્મિક ઉપનય :- પ્રસ્થક આદિ ઉદાહરણમાં તર્ક દ્વારા એક જ ભંગની વાત પોતાને જચતી હોવા છતાં આગમિક પરંપરાનુસાર સપ્તભંગીનું પણ સમર્થન સ્વોપજ્ઞ સ્તબકમાં મહોપાધ્યાયજી મહારાજે કરેલ છે. આ ઘટના આધ્યાત્મિક જગતમાં એ રીતે ઉપયોગી છે કે આપણી બુદ્ધિમાં તર્કશક્તિથી કોઈ પદાર્થ જે રીતે ભાસે છે તે રીતે જ તે પદાર્થ આગમમાન્ય છે કે બીજી રીતે ? પોતાને બીજી પદ્ધતિથી એક વાત બંધ બેસતી જણાય તો પણ તેવા સ્થળે “આગમ આ બાબતમાં શું જણાવે છે ? આગમિક બાબતનું સમર્થન અન્ય કોઈ રીતે થઈ શકે તેમ છે કે નહિ ?” આ પ્રમાણે વિચારવાની દિશાને આપણે ખુલ્લી રાખવી જોઈએ. તેમજ તે વિચારોને જાહેર કરવાની ખેલદિલી-નિખાલસતા ચૂકવી ન જોઈએ. આવું બને તો જ સમ્યગુ વિચારકતા અને મધ્યસ્થતા = પ્રામાણિકતા આત્મસાત્ થઈ શકે. ત્યાર બાદ યોગપ્રદીપ ગ્રંથમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ દૂર રહેતું નથી. ત્યાં જણાવેલ છે કે “સિદ્ધ પરમાત્મા સર્વકર્મકલાશૂન્ય છે. નિષ્કલ હોવા છતાં પણ જ્ઞાનાદિકલાયુક્ત છે. તે શ્રેષ્ઠ જ્ઞાનજ્યોતિ સ્વરૂપ છે. તે પરબ્રહ્મ છે. ઉત્તમ તત્ત્વોથી પણ તે ઉત્તમ - સર્વશ્રેષ્ઠ છે.” (૪/૧૩)
લખી રાખો ડાયરીમાં...... • વાસના બહુમુખી, બહુરૂપી, બહુવેશી, બહુબોલી છે.
આત્મસમર્પણસ્વરૂપ ઉપાસના મૌન-એકરૂપી છે.