________________
५२०
• खण्डशः शक्त्या बोधविचार: ० प न च स्यात्पदसमभिव्याहृताऽवक्तव्यपदात् प्रकृते खण्डशः शक्त्या बोधः सम्भवति, एकपदार्थयोः ____ परस्परमन्वयबोधस्याऽव्युत्पन्नत्वात्;
अन्यथा हरिपदादुपस्थितयोः सिंह-कृष्णयोः आधाराऽऽधेयभावसम्बन्धेनान्वयबोधप्रसङ्गादिति म सूक्ष्मेक्षिकामनुसरता व्यञ्जननयेन प्रकृते नव्यत्यासाद् एकपदाऽजनितप्रातिस्विकधर्मद्वयाऽवच्छिन्नविषयकशाब्द
# ખંડશઃ શક્તિથી અવક્તવ્યત્વનો બોધ અસંભવ & સમાધાન :- ( ૧) “કથંચિત્' (કે “સ્યા') પદની અવ્યવહિત ઉત્તરમાં રહેલ “અવક્તવ્ય' પદથી પ્રસ્તુતમાં ખંડશઃ (છૂટી-છવાયી કે વિભક્ત) શક્તિ દ્વારા પણ નિરુક્ત અવક્તવ્યત્વનો બોધ સંભવી શકતો નથી. આનું કારણ એ છે કે એક જ પદના બે અર્થનો પરસ્પર અન્વયબોધ શાબ્દબોધસ્થલીયા મર્યાદા અનુસાર સંમત નથી. આથી એકપદજન્યત્વ અને અસાધારણધર્મયવિશિષ્ટવસ્તુવિષયકત્વ આ બે ગુણધર્મોથી વિશિષ્ટ એવા શાબ્દબોધની વિષયતાનો બોધ થયા બાદ તાદશ વિષયતાના અભાવ સ્વરૂપ કથંચિત્ અવક્તવ્યત્વનો બોધ શાબ્દસ્થલીય વ્યુત્પત્તિ મુજબ માન્ય બની શકતો નથી.
અને કાર્યકશબ્દસ્થળે શાદબોધવિચાર # (અન્યથા.) જો એક જ “સ્માતુ' કે “કથંચિત્' પદથી ઉપસ્થિત એકપદજન્યત્વ અને અસાધારણધર્મદ્રયઅવચ્છિન્નવિષયકત્વ - આ બે અર્થનો એકબીજાની સાથે અન્વય થઈને શાબ્દબોધ માન્ય કરવામાં આવે તો એક જ ‘હરિ' શબ્દથી ઉપસ્થિત સિંહ અને કૃષ્ણ - આ બે અર્થનો આધાર-આધેયભાવ સંબંધથી
અન્વય થઈને સિંહઆરૂઢ કૃષ્ણનો શાબ્દબોધ “હરિ' શબ્દના શ્રવણથી ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. વાં સ્પષ્ટતા :- “હરિ' શબ્દ અનેકાર્થક છે. સિંહ, કૃષ્ણ, વાંદરો, વરસાદ, દેડકો, સાપ વગેરે અનેક
અર્થમાં “હરિ' શબ્દનો પ્રયોગ થાય છે. પરંતુ એક વખત “હરિ' શબ્દનો પ્રયોગ કરવાથી “હરિ' શબ્દના
અનેક અર્થનો બોધ થતો નથી. ઉપરમાંથી જેટલા અર્થનો બોધ કરાવવો હોય તેટલી વખત “હરિ 3 શબ્દનો પ્રયોગ કરવો જરૂરી બને છે. જો એક વખત બોલાયેલ એક પદ દ્વારા તે પદના અનેક અર્થનો
એકીસાથે પરસ્પર અન્વય થઈને શાબ્દબોધ થઈ શકતો હોય, તો એક વખત “હરિ' શબ્દ બોલવાથી સિંહ ઉપર આરૂઢ થયેલ કૃષ્ણનો બોધ (“સ્વનિષ્ઠઆધારતાનિરૂપિત આધેયતાસંબંધથી સિંહવિશિષ્ટ કૃષ્ણ” ઈત્યાકારક શાબ્દબોધ) ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. પરંતુ આવું માન્ય નથી. માટે એક વખત બોલાયેલ એક પદના બે અર્થનો પરસ્પર અન્વય થઈને શાબ્દબોધ થવાની વાત શબ્દશાસ્ત્રનિષ્ણાતોને માન્ય નથી બનતી. તેથી કથંચિત્પદની સાથે રહેલા “અવક્તવ્ય' પદના બે અર્થ (૧) એકશબ્દજન્યત્વ અને (૨) અસાધારણધર્મયાવચ્છિન્નવસ્તુવિષયકત્વ માની, ખંડશઃ શક્તિથી ઉપસ્થિત તે બન્નેનો પરસ્પર અન્વય કરીને ઉત્પન્ન થતા એવા શાબ્દબોધને માન્ય કરવા દ્વારા એકપદજન્ય-અસાધારણધર્મદ્રયઅવચ્છિન્નવસ્તુવિષયક શાબ્દબોધને પ્રસિદ્ધ કરવાથી તેની વિષયતા પણ પ્રસિદ્ધ બનવાના લીધે તેનો નિષેધ કરવા સ્વરૂપ કથંચિત્ અવક્તવ્યત્વનું સમર્થન કરવું. આ પ્રમાણેનું કાર્ય વ્યંજનનય કરી ન શકે. માટે વ્યંજનનયમાં તૃતીય વગેરે ભાંગાઓ સંભવિત નથી. આવી સૂક્ષ્મ વિચારણા વ્યંજનનય કરે છે. | (સૂશિ) સૂક્ષ્મ બુદ્ધિને અનુસરનાર વ્યંજનનય આ પ્રમાણે અભિપ્રાય ધરાવે છે કે પૂર્વે (૫૧૯ પૃષ્ઠમાં) જણાવેલ એકપદજન્યપ્રાતિસ્વિકધર્મદ્રયાવચ્છિન્નવિષયકશાબ્દબોધવિષયત્વના અભાવ સ્વરૂપ કથંચિત્