SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૩ • अनेकान्तव्यवस्थासंवादः ० ५१९ प्रमाणनयतत्त्वालोकदर्शिताः अर्थनयास्तु व्यञ्जनपर्यायमेव नाऽभ्युपगच्छन्ति। अतः तेषामत्राऽप्रवृत्तिः'। प प्रकृते एकपदजन्यप्रातिस्विकधर्मद्वयावच्छिन्नविषयकशाब्दबोधाऽविषयत्वं कथञ्चिदवक्तव्यत्वम् ।। तद्बोधनं तु व्यञ्जननये न सम्भवति, “असओ णत्थि णिसेहो” (वि.आ.भा.१५७४) इति विशेषावश्यकभाष्यवचनाद् “उक्तविशिष्टप्रतियोगिनोऽसिद्ध्या तदभावस्याऽप्यसिद्धत्वात् पदार्थमर्यादया वाक्यार्थमर्यादया वा बोधयितुमशक्यत्वात् । ચાર અર્થનય (= અર્થપર્યાય) તો અર્થનું = અર્થપર્યાયનું જ નિરૂપણ કરવામાં તત્પર હોવાથી વ્યંજનપર્યાયને માનતા જ નથી. માટે નૈગમાદિ ચારેય અર્થનયોની વ્યંજનપર્યાયમાં પ્રવૃત્તિ થતી નથી.” #ક વ્યંજનાપચયની દ્વિસંગી : અનેકાંતવ્યવસ્થાકારની દૃષ્ટિમાં ઝફ (પ્રવૃત્ત.) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવર દ્વારા રચિત અનેકાંતવ્યવસ્થા પ્રકરણમાં “ર્વ સત્તવિયપો ઈત્યાદિ સંમતિતર્કની ગાથાનું વિસ્તૃત વિવેચન ઉપલબ્ધ થાય છે. તેમાંથી પ્રસ્તુતમાં ઉપયોગી બાબતનો ઉલ્લેખ પરામર્શકર્ણિકા' વ્યાખ્યામાં ઉદ્ધત કરેલ છે. તેનું ભૂમિકાપૂર્વક વિવરણ આ પ્રમાણે સમજવું. “પ્રસ્તુતમાં વ્યંજનનય સવિકલ્પ-નિર્વિકલ્પ નામના બે જ ભાંગાને સ્વીકારે છે. અવક્તવ્યત્વ આદિ શેષ પાંચ ભાંગા વ્યંજનનયને (શબ્દ-સમભિરૂઢ-એવંભૂતનયને) માન્ય નથી. આનું કારણ એ છે કે “કથંચિત અવક્તવ્યત્વ' શબ્દનો અર્થ છે એકાદથી જન્ય પ્રાતિસ્વિક = અસાધારણ એવા સ-અસતુ વગેરે બે ગુણધર્મોથી અવચ્છિન્ન = વિશિષ્ટ એવી વસ્તુને પોતાનો વિષય બનાવનાર એવા શાબ્દબોધની વિષયતાનો ! અભાવ. (આશય એ છે કે સત્ત્વ-અસત્ત્વ વગેરે બે અસાધારણ ધર્મોથી યુક્ત એવી વસ્તુનો જે શાબ્દબોધ યુગપતું કે ક્રમિક એક જ પદથી ઉત્પન્ન થતો હોય તેવા શાબ્દબોધની વિષયતા ન હોવી તે જ કથંચિત ના અવક્તવ્યત્વ છે.) અસાધારણધર્મદ્રયવિશિષ્ટસ્વરૂપે વસ્તુનું અવગાહન કરનારો શાબ્દબોધ એક પદથી , યુગપતુ કે ક્રમિક ઉત્પન્ન જ થઈ શકતો નથી. આમ તાદશ શાબ્દબોધની વિષયતા જ અપ્રસિદ્ધ બનવાના લીધે તાદશવિષયતાના અભાવ સ્વરૂપ “કથંચિત્ અવક્તવ્યત્વ” નામના ત્રીજા ભાંગાનો બોધ વ્યંજનનયમાં થઈ શક્તો નથી. વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “અસતુ = અવિદ્યમાન વસ્તુનો નિષેધ કરી ન શકાય.” પ્રસ્તુતમાં એકપદજન્યત્વવિશિષ્ટ ઉપરોક્ત શાબ્દબોધ જ અપ્રસિદ્ધ છે. તેથી તે શાબ્દબોધની (અથવા નિરૂપિતત્વસંબંધથી શાબ્દબોધવિશિષ્ટ એવી) વિષયતા (= પ્રતિયોગી) પણ અપ્રસિદ્ધ છે. તેથી તાશશાબ્દબોધવિષયતાનો નિષેધ કરી શકાતો નથી. એકપદજન્યથાવિધશાબ્દબોધનિરૂપિતત્વવિશિષ્ટ વિષયતાનો અભાવ અપ્રસિદ્ધ હોવાના લીધે પદાર્થમર્યાદાથી કે વાક્યર્થમર્યાદાથી તાદેશવિષયતાના અભાવનું (= કથંચિત્ અવક્તવ્યત્વનું) જ્ઞાન શબ્દ-સમભિરૂઢ-એવંભૂતન સ્વરૂપ વ્યંજનનયમાં સંભવિત નથી. શંકા :- એકપદજન્યત્વવિશિષ્ટ અસાધારણધર્મદ્રયવિશિષ્ટવસ્તુવિષયક શાબ્દબોધ અપ્રસિદ્ધ હોવાથી તેનું ભાન અખંડ શક્તિથી ભલે થઈ ના શકે. પરંતુ ખંડશઃ શક્તિથી તો તેનું ભાન થઈ જ શકે છે. કારણ કે એકપદજન્યત્વ ઘટગોચર શાબ્દબોધમાં પ્રસિદ્ધ છે. તથા અસાધારણધર્મદ્રયવિશિષ્ટવસ્તુવિષયત્વ ઘટ-પટવિષયક શાબ્દબોધમાં પ્રસિદ્ધ છે. આમ જુદા-જુદા બે શાબ્દબોધમાં ખંડશઃ પ્રસિદ્ધ બે ગુણધર્મોનો એક જ શાબ્દબોધમાં ખંડશઃ શક્તિ દ્વારા અન્વય કરીને તેનું ભાન માની શકાય છે. 1. સસત નત્તિ નિષેધ
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy