________________
“ ક્રિમીવિમર્શઃ ડ્ર
५१३
प्रथम-द्वितीयसंयोगे चतुर्थः । तेष्वेव चानभिधेयसंयोगे पञ्चम-षष्ठ-सप्तमा वचनमार्गा भवन्ति । प अथवा प्रदर्शितस्वरूपा सप्तभङ्गी सङ्ग्रह - व्यवहार - ऋजुसूत्रेष्वेवार्थनयेषु भवतीत्याह - ' एवं सत्तवियप्पो' इत्यादिगाथाम् । अस्यास्तात्पर्यार्थः अर्थनये एव सप्त भङ्गाः। शब्दादिषु तु त्रिषु नयेषु प्रथम-द्वितीयावेव रा
४/१३
—
* વ્યંજનપર્યાયની સપ્તભંગીના છેલ્લા ચાર ભાંગા
-
(પ્રથમ.) તથા હવે વ્યંજનપર્યાયની સમભંગીમાં ચોથો ભાંગો આપણે વિચારીએ. શબ્દનયના પ્રથમ ભેદરૂપ સાંપ્રતનયની અને દ્વિતીય ભેદસ્વરૂપ સમભિરૂઢનયની ક્રમિક વિવક્ષા કરવામાં આવે તો ‘વસ્તુ સવિકલ્પ અને નિર્વિકલ્પ છે' - આ પ્રમાણે ચોથો ભાંગો પ્રાપ્ત થાય છે. તથા સપ્તભંગીના પ્રથમ ભાંગામાં અવાચ્ય સ્વરૂપ ત્રીજા ભાંગાનો સંયોગ કરવામાં આવે તો પ્રસ્તુત સપ્તભંગીનો ‘વસ્તુ સવિકલ્પ અને અવાચ્ય (= અનભિધેય) છે’ – આ પ્રમાણે પાંચમો ભાંગો પ્રાપ્ત થાય છે. તથા પ્રસ્તુત સપ્તભંગીના બીજા અને ત્રીજા ભાંગાનું જોડાણ કરવામાં આવે તો ‘વસ્તુ નિર્વિકલ્પ અને અવાચ્ય છે' - આ પ્રમાણે છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય છે. તથા પ્રસ્તુત સપ્તભંગીના ચોથા અને તૃતીય ભાંગાનું સંયોજન કરવામાં આવે તો ‘વસ્તુ સવિકલ્પ, નિર્વિકલ્પ અને અવાચ્ય (= અનભિધેય અવક્તવ્ય) છે’ આ પ્રમાણે સાતમો ભાંગો પ્રાપ્ત થશે. આ પ્રમાણે વ્યંજનપર્યાયમાં સપ્તભંગીના સાત વાક્યોની રચના (= વચનમાર્ગ) થાય છે.” સ્પષ્ટતા :- ઉપરોક્ત સમભંગીને નીચેના કોષ્ટક દ્વારા વાચકવર્ગ સરળતાથી સમજી શકશે. વ્યંજનપર્યાયમાં સમભંગી
=
નય
(૧) સાંપ્રત
(૨) સમભિરૂઢ અને એવંભૂત
(૩) સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત (યુગપત્)
(૪) સાંપ્રત તથા સમભિરૂઢ-એવંભૂત (ક્રમિક)
(૫) સાંપ્રત તથા યુગપત્ સાંપ્રત આદિ ત્રણ (૬) સમભિરૂઢ-એવંભૂત તથા યુગપત્ સાંપ્રત આદિ ત્રણ
(૭)| સાંપ્રત અને સમભિરૂઢ-એવંભૂત તથા યુગપત્ સાંપ્રત આદિ ત્રણ નય
-*
વસ્તુ સવિકલ્પ
નિર્વિકલ્પ
અવાચ્ય (= અનભિલાપ્ય)
સવિકલ્પ-નિર્વિકલ્પ
સવિકલ્પ-અવાચ્ય નિર્વિકલ્પ-અવાચ્ય
સવિકલ્પ-નિર્વિકલ્પ-અવાચ્ય
* વ્યંજનપર્યાયમાં દ્વિભંગીની પાર્શ્વભૂમિકા : બીજી વ્યાખ્યા
(ગથવા.) શ્રીઅભયદેવસૂરિજી મહારાજ ‘અથવા' કહેવા દ્વારા સંમતિકારના વચનની જુદી રીતે વ્યાખ્યા કરતાં જણાવે છે કે “પૂર્વે જણાવી ગયા તે સમભંગી સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર નયસ્વરૂપ ત્રણેય અર્થનયોમાં સંભવી શકે છે. આ બાબતને જણાવવા માટે સંમતિકારશ્રીએ ‘વં સત્ત...' ઈત્યાદિ ગાથા દર્શાવેલ છે. આ ગાથાનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે. અર્થનયમાં જ સપ્તભંગીના સાતેય ભાંગા (= પ્રકારો) સંભવે છે. શબ્દ વગેરે પાછલા ત્રણ વ્યંજનનયોમાં તો પ્રથમ અને બીજો ભાંગો જ સંભવે
સુ
Cu